________________
9 ૦ ૦૦૦૦
સ્વ. શ્રેષ્ટિવર્ય ૬ શ્રી મનુભાઈ જેસિંગભાઈની
સંક્ષિપ્ત-જીવનરેખા
OC%
ઉદાર ચરિત શેઠશ્રી મનુભાઈનો જન્મ સંવત ૧૯૬૮ના કારતક વદ ૯ના શુભ દિને થયેલ હતા, માતા-પિતાના વારસામાં મળેલા સુસંસ્કારને લીધે તેઓશ્રીનું જીવન બાલ્યવયથી જ ધર્માનુરાગિતા, દાનપ્રિયતા વિ. ગુણોથી સભર બન્યું હતું.
| વિકટ સંયોગેમાં પણ જરા પણ મુંઝાયા સિવાય તેઓ પોતાના કાર્યમાં કુનેહભરી રીતે સફળતા મેળવતા, સાથોસાથ કપાયોથી પરાધીન ન બનતા અને વાદવિવાદમાં પણ કદાપિ ભાષાને સંયમ ન ખેતાં વિચારપૂર્ણ અને હિતકારી જવાબ આપી સામી વ્યકિતનું દિલ જીતવામાં તેઓશ્રીએ નિપુણતા પ્રાપ્ત કરી હતી.
ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા તથા ધર્મક્રિયાનું યથાયોગ્ય આચરણ દ્વારા તેઓનું જીવન આરાધનાથી સભર બન્યું હતું. કોઈપણ પ્રકારની નામના-કીર્તિના મોહ સિવાય ગુપ્તદાન વિ. માં તેઓશ્રીની પ્રવૃત્તિ અનુમોદનીય હતી.
પ. પૂ. શાસનપ્રભાવક પ્રૌઢપ્રતિભાસંપન્ન, વૈયાકરણકેસરી સ્વ. પૂ. આચાર્યદેવશ્રી ચન્દ્રસાગર સૂરીશ્વરજી મ.શ્રીના પરમ વિનય વિર્ય-પ્રવચનદક્ષ મુનિવર્યશ્રી અભ્યદયસાગરજી મ. તથા તપસ્વી રન મુનિરાજશ્રી નવરત્નસાગરજી મ. શ્રી આદિથા૦૨નું ચાતુર્માસ સં. ૨૦૨૦ની સાલમાં અમદાવાદ જૈનસોસાયટીમાં થયું. ત્યારે તેઓશ્રીની પ્રેરણાથી શ્રી મનુભાઈએ