________________
૯૨૬
શારદા સિદ્ધિ તું નિર્ભય થઈને કેમ બેઠા છે? આહારાદિ ચાર સંજ્ઞા, ક્રોધ, માન માયા લેભ, ઓઘ સંજ્ઞા, લેક સંજ્ઞા એમ દશ સંજ્ઞા અનાદિકાળથી જીવને વળગી છે. આ સંજ્ઞાઓ સામે પ્રતિરોધ કરવાનું છે. જે સંજ્ઞાઓના ગુલામ બન્યા છે તેવા આત્મા દેવ-ગુરૂ . અને ધર્મને ભૂલી જઈ અઢાર પાપની રમત રમે છે, માટે આ સંજ્ઞાઓ રૂપી ડાકણના પાશમાંથી છૂટવા જેવું છે.
આપણું ચાલુ અધિકારમાં ચિદાનંદ બ્રાહ્મણને ચક્રવર્તિનું ભોજન જમવાની લગની લાગી, તેથી ચક્રવતિએ તે ભેજન જમાડ્યું. ચિદાનંદનું કુટુંબ તે ઘેર આવીને પણ ભોજનની પ્રશંસા કરતા થાકતું નથી. આમ કરતા રાત પડી ને સૌ પથારીમાં સૂઈ ગયા પણ કેઈને ઉંઘ આવતી નથી, કારણ કે ભેજનના ઉન્માદી પરમાણુઓએ એમના ચિત્તને કબજો લઈ લીધો હતો. બરાબર મધરાત થઈ. રાત્રિના કાળા અંધકારને પણ શરમાવું પડે એવી રમત શરૂ થઈ. સૌના દિલમાં કામનાને કી એ સતાવવા લાગ્યો કે એ સમયે માતા ને દીકરો, સસરો ને વહુ, પિતા ને પુત્રી, ભાઈ ને ભગિની એક બીજા સાથે વિષયભોગ ભેગવવા લાગ્યા. દરેકના અંતરમાં ઉન્માદની ભયંકર આગ એવી જતી રહી હતી કે સૌ એનાથી ભડકે મળતા હતા. આમ કરતા સવાર પડી, સૌના પેટ સાફ થયા. એ ભેજનની માદક્તા ઉતરી ગઈ. અગનજવાળાઓ શાંત પડી એટલે ચિદાનંદ આંખ બંધ કરીને બે હાથમાં પોતાનું મુખ સંતાડીને પોક મૂકીને રડવા લાગ્યો. એની પત્નીને થયું કે ધરતી ફાટે તે હું સમાઈ જાઉં! મેં આજે કેવું ઘેર પાપકર્મ કર્યું? આખા કુટુંબની આવી દશા થઈ. કેઈ એકબીજાની સામે જોઈ શકતું નથી. સૌના દિલમાં એક જ પશ્ચાતાપ છે કે અરર...આ કેવું ઘોર પાપ કરી નાંખ્યું ?
બંધુઓ ! આ આર્યદેશનું મહત્વ છે કે આર્યદેશમાં જન્મેલે મનુષ્ય કદાચ પાપકર્મ કરી બેસે પણ પાપના પશ્ચાતાપથી એનું અંતર જલતું હોય છે. જેના અંતરમાં પાપને પશ્ચાતાપ નથી એ આર્ય નથી. પાપને ઘેર પશ્ચાતાપ કરતા આખે દિવસ પૂરો થઈ ગયે. નથી કેઈ ખાતું પીતું પણ પિતાનું પવિત્ર જીવન કલંકિત થવાથી સૌ પ્રજતા હતા. આખો દિવસ ખાધું નથી એટલે પેટમાં ભૂખની આગ ભભૂકી ઉઠી હતી. એ ભૂખની આગને કારણે ચિદાનંદના હદયમાં પશ્ચાતાપના અગ્નિનું સ્થાન કોધની અગ્નિએ લઈ લીધું. એના રૂંવાડે રૂંવાડે ક્રોધની આગ ફેલાઈ ગઈ ને એ દાંત કચકચાવતે છે. અહો! આ અમારા પવિત્ર પ્રિય કુટુંબને અપવિત્ર કોણે બનાવ્યું? નક્કી આ તે પેલા બ્રહ્મદત્ત ચક્રવતિએ અમને એનું માદક ભેજન જમાડયું, તેથી બધાના જીવન ચારિત્રથી ભ્રષ્ટ કર્યા. અમારું જીવન ધૂળધાણી કરી નાંખ્યું. હાય..મેં એનું શું બગાડ્યું હતું કે એણે આવું ભોજન જમાડીને અમારા પવિત્રકુળને કલંક્તિ કરવાની એ રમત ર ? એણે કયા ભવના વેર વાળ્યા ? હે દુષ્ટ, પાપી, શેતાન બ્રહ્મદત્ત! યાદ રાખજે.