________________
૮૨૦
ચારદા સિદ્ધિ
બહેનને ઝુપડીમાં લઈ જઈને ખૂબ શાંતિ આપી, પછી તેના ઘેર જઈ ને પહોંચાડી આન્યા. બહેને એના ઘેર બધી વાત કહી, તેથી તેના કુટુંબીજનોએ મને તેમના ઘરના એક સભ્ય તરીકે ગણ્યો. જહાંપનાહ ! દર તહેવારના દિવસે મને બહેનને ઘેર મેાલાવે છે ને મારી વૃધ્ધ માતાની ખબર પણ ખૂબ રાખે છે. આ છે મારા અનુભવની વાત. ખરેખર એ વખતે મારા વિચારોમાં કયારે પણ વિકારી ભાવના કે લૂંટની ભાવના આવી નહાતી પણ આજે સમય જતાં મને કોઈક વાર કુવિચારો એવા આવે છે કે મે' તે બહેનને લૂટી લીધી હોત અને પછી તેને મારી નાંખી હોત તે મને કણ જોવાનું હતું ? તે મારે આજે આ દુઃખી જિંદગી વીતાવવી ન પડત. નામદાર! હવે આપને સમજાયું ને કે આ કાળે મારામાં ઝેરી વાતાવરણ ઉભું કર્યું, તેથી કહુ છું કે નવા જમાના કરતા જુના જમાને સારો. ખાદશાહ ખેલ્યા શાખાશ....શાખાશ....ખરેખર જુના જમાનાના માણુસાને પાપના ભય હતા, જ્યારે આજે પાપને ભય ચાલ્યા ગયા છે પણ આત્માએ વિચારવુ. જોઈએ કે બધેથી છૂટી શકાશે પણ કરેલા કમેથી છટકી શકાવાનુ' નથી માટે મરણના ભય કરતા પાપના ભય વધુ રાખા.
આપણા અધિકારમાં ચિત્તમુનિએ બ્રહ્મદત્તને કહ્યુ' હે બ્રહ્મત્ત! તુ એકાંત આરભ પરિગ્રહમાં આસક્ત છે. મે' તને આટલે આટલા ઉપદેશ આપ્યા છતાં એક રાઈ જેટલુ પણ તું અપનાવવા તૈયાર નથી, થોડા પણ ત્યાગ કરવાની તારા દિલમાં ભાવના જાગતી નથી. મારો આટલા ઉપદેશ તારી આગળ કોઈ દુઃખી માણુસના કરૂણ વિલાપ જેવા નીવડયા, તે હવે હું અહીંથી વિદાય લઉ છું. એમ કહીને ચિત્તમુનિ . તા વિહાર કરી ગયા. આ તરફ બ્રહ્મદત્ત ચક્રવતિ પોતાના ચક્રવતિ પણાના સુખામાં મસ્ત બની સુખ ભોગવવા લાગ્યા. હવે ચક્રવર્તિના જીવનમાં શું બન્યુ...? કએ શુ કરાવ્યું તે સાંભળે.
એક દિવસ બ્રહ્મદત્ત ચક્રવર્તિ રાજ્યના કામકાજમાંથી નિવૃત્ત થઈને સિહાસને બેઠા હતા ત્યાં એક ગરીબ બ્રાહ્મણુ એમની પાસે આવ્યો ને વિનયપૂર્ણાંક નમકાર કરીને ઊભે। રહ્યો. ચક્રવર્તિએ પૂછ્યું ભાઈ! તુ કોણ છે ને કયાંથી આવ્યા છે? ત્યારે આવનાર માણસે કહ્યુ` બાપુ! આપે મને ન ઓળખ્યા ? હુ તે આપને બાલમિત્ર ચિદાન દ છું. આપણે નાના હતા ત્યારે સાથે ભણ્યા, સાથે હર્યાં ફર્યાં, જમ્યા પણુ આપા પુણ્યનો સિતારો ચમકયા ને આપ છ ખંડના સ્વામી ચક્રવતિ બન્યા. આપના સુખ અને વૈભવ વિલાસના પાર નથી અને મારે તેા ગરીબાઈના દુઃખનો પાર નથી. એમ કહીને એક ઊડા નિસાસા નાંખીને ચિદાનંદ વાત કરતા અટકી ગયા, ત્યારે ચક્રવતિએ કહ્યુ.....હા....ચિદાન દ ! હવે મને બધું બરાબર યાદ આવી ગયું. તારી વાત સાચી છે. મારી આંખ સામે આપને બાલ્યકાળ હવે તરવરે છે. આપણે કેટલુ તાફાન મસ્તી કરતા હતા, પણ એ બધુ તે ઠીક આપણે અને બાલમિત્રા છીએ તેમાં