SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ શારદા સિદ્ધિ કરવા લાગી કે અહો! આ મુનિ કેવા ગંદાગોબરા છે! કેટલી વાસ મારે છે? શરીર અને કપડાં ચોખ્ખા રાખતા હોય તે શું વાંધો આવે? આ રીતે તેણે દુાંછા કરી તેથી કર્મ બાંધ્યું. આ કર્મનો તેને પશ્ચાતાપ ન થાય અને તે મૃત્યુ પામીને આ જ નગરમાં એક ગરીબ પટલાણીના ગર્ભમાં ઉત્પન્ન થઈ, ત્યારથી એની માતા ખૂબ પીડાવા લાગી. તેણે ગર્ભ પડાવવાના ઘણાં ઉપાયો કર્યા પણ કઈ રીતે ગર્ભપાત ન થયો અને છોકરીનો જન્મ થતાં જ એના શરીરમાંથી એવી દુર્ગધ છૂટી કે ઘરના બધા કંટાળી ગયા ને તેની માતાએ તેને વિષ્ટાની જેમ તરત ગામ બહારના નાળામાં નંખાવી દીધી છે. રાજાએ પૂછ્યું હે ભગવંત ! તેનું શું થશે ! ભગવંતે કહ્યું હે રાજન ! તેણે સાધુની દુર્ગછા કરીને જે કર્મ બાંધ્યું હતું તે અતિ તીવ્રતાથી ભોગવી લીધું છે અને તેણે ભાવપૂર્વક જે સુપાત્ર દાન દીધું છે તેના પ્રભાવથી હવે સૌભાગી થશે, ધ બંધ થશે. એ યુવતિ થશે ત્યારે હે રાજા ! એ તમારી રાણી બનશે અને એક વાર તમે સોગઠાબાજી રમતા હશો ત્યારે તમે શરત કરશો કે જે હારે તેના ખભા પર બેસી જવું. તેમાં તમે હારશો ને રાણી જીતશે અને તે તમારા ખભા ઉપર બેસી જશે. પ્રભુના મુખેથી આવા વચને સાંભળીને શ્રેણીક રાજા પિતાના મહેલમાં આવ્યા ને પેલી બાળાની તપાસ કરાવી તે તે ન મળી, કારણ કે જ્યાં દુર્ગધા કન્યા પડી હતી ત્યાં એક ગોવાલણ આવી. આ વખતે તે કન્યાની દુર્ગધ બંધ થઈ ગઈ હતી. તે ગોવાલણને કોઈ સંતાન ન હતું. તેણે આ સુંદર બાલિકાને જોઈ તેથી ખુશ થઈ ગઈને છોકરીને પિતાને ઘેર લઈ ગઈ. તેને ખૂબ લાડકેડથી ઉછેરીને મેટી કરી. દિવસે દિવસે તે છોકરીનું લાવણ્ય ને સૌંદર્ય ખીલવા લાગ્યું. પૂર્વભવ સાંભળતા દીક્ષિત થયેલી દુર્ગધા – એક વખત રાજા અને પ્રજા બધા કૌમુદી ઉત્સવમાં ભેગા થયા. અભયકુમાર સાથે રાજા શ્રેણુક કૌમુદી ઉત્સવની કીડા જોઈ રહ્યા હતા. તે સમયે રાજાની નજર એ સૌંદર્યવતી કન્યા ઉપર પડી. એને જોતાની સાથે જ રાજા એના પર મુગ્ધ બન્યા. ચતુર શ્રેણીક રાજાએ ચપળતાથી એ કન્યાની સાડીના છેડે પિતાના નામથી અંકિત વીંટી બાંધી દીધી. ખૂબ ભીડ હતી તેથી ચતુર અભયકુમારને પણ આ વાતની ખબર ન પડી. રાજા અભિનય કરતાં બોલ્યા અરે મારી વીટી કયાં ગઈ? મારી કિમતી વીંટી આટલામાં પડી ગઈ લાગે છે. અભયકુમારને કહ્યું તમે બધા મારી વીંટીની જલ્દી શોધ કરો. શોધ કરતાં દુધાના છેડે બાંધેલી વીંટી અભયકુમારે પકડી. તેણે તે યુવતીને પૂછયું. આ વીંટી તું કયાંથી લાવી ? તેણે કહ્યું મને ખબર નથી. તેની નિખાલસતા ઉપરથી એમ લાગતું હતું કે એ યુવતિ નિર્દોષ છે. અભયકુમારના મનમાં થયું કે નક્કી પિતાજીએ આ કપટ કર્યું છે. અભયકુમાર તેને લઈને રાજા પાસે આવ્યા ને કહ્યું કે મહારાજા !
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy