SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૮ શારદા સિદ્ધિ ન ચાલે તે આ પાપી દેહને જીવતે જ ધરતીમાં દાટી દો, પણ હવે મારે કોઈ રીતે જીવવું નથી, ત્યારે બંને કુમારે કહે છે કાકા! તમે આ શું બોલે છે? આપ તે મહાન પવિત્ર અને ગુણવાન છે. આપ તે વિદ્વાન અને શૂરવીર છે, આપના જેવા ભડવીર જે આમ રડશે તે પછી અમારા જેવા નાના બાળકનું શું થશે? આપ છાના રહે. તમે અમારા જીવનના ઘડવૈયા છે. આપ અમને રાજ્યની તાલીમ આપે ને રાજ્ય ચલાવવા યોગ્ય સંસ્કારનું અમારામાં સિંચન કરો. એમ અનેક મીઠા વચને કહીને કાકાને શાંત કર્યા. ભાઈ-ભાભી અને ભત્રીજાઓને સ્નેહ અને વાત્સલ્ય જોઈને હરિસેનનું મન શાંત થયું. એમની શરમ જતી રહી ને ભ એ થે. મંત્રીઓ, નગર શ્રેષ્ઠીઓ બધા ભીમસેન રાજાની ઉદારતા અને પવિત્રતા જોઈને સ્થિર થઈ ગયા, અને ભીમસેન રાજાને જયજયકાર બેલા. આ બધું ઉજજૈની નગરીના ઉદ્યાનમાં બની રહ્યું છે. હરિસેન નગર શણગારવાની આજ્ઞા આપીને આવ્યો છે. તે પ્રમાણે નગર શણગારાઈ ગયું છે. હવે ખૂબ ઠાઠમાઠથી ભીમસેન રાજા નગરમાં પ્રવેશ કરશે ને શું બનશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૯૫ કારતક સુદ ૧૧ ને બુધવાર તા. ૩૧-૧૦-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત ઉપકારી, જગદ્ગુરૂ, જગતનાનાથ શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા અનાદિ અનંતકાળથી આત્મા ઉપર લાગેલા અનેક પ્રકારના બંધનમાંથી મુક્તિ મેળવવા માટે જગતના જીવને અદ્દભૂત ઉપાય બતાવતા ફરમાવે છે કે હે ભવ્ય છે ! अण्पा चेव दमेयव्वा,अप्पा हु खलु दुद्दमो। ગળા તો સુધી હો, અતિ તો પરસ્થ ઉત્ત, અ. ૧ ગાથા ૧૫ તમે તમારા પોતાના આત્માને દમે, કારણ કે તે ખરેખર દુઃખે દમાય એ છે, અને દમાલે આત્મા આ લેક અને પરલેકમાં સુખી થાય છે. ભગવાને આ ગાથામાં શું કરવાનું કહ્યું કે તમે સમજી ગયા ને? હા. આત્મદમન. આત્માનું દમન એટલે શું? એ આપ જાણે છે ને? કષાય, સંજ્ઞાઓ, વિકથાઓ, અશુભ ધ્યાન, રાગ-દ્વેષ ઈત્યાદિ અશુભ ભાવમાં પરોવાતા પિતાના આત્મા પર કડક અંકુશ મૂકી ક્ષમાદિભા, દાનાદિગુણે, નિરાભિમાનતા, ધર્મકથા, શુભ ધ્યાન વિગેરે શુભ ભાવમાં લયલીન બનવું એ છે આત્મદમનને માર્ગ, તે હવે એ વિચાર કરે કે એ આત્મદમન શા માટે કરવાનું છે? અનાદિ કાળથી આત્મા પર લાગેલા બંધનોથી મુક્તિ મેળવવા માટે. બંધન તૂટે તે આત્મા સુખી બની શકે. તમે આટલા બધા અહીં બેઠેલા છે એમાંથી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy