SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૮ શારદા સિદ્ધિ સત્યપ્રિયતા જોઈને રાજાને એના પ્રત્યે માન ઉપજયું. સાથે દિલમાં દુઃખ પણ થયું કે આ સારો માણસ છે પણ પેટને માટે ચેરીને કે હલકો બંધ કરવું પડે છે? ભીમસેને કહ્યું-સુભદ્ર ! તારું સ્વચ્છ હૃદય જોતાં મને લાગે છે કે તારો આત્મા પવિત્ર ને ઉજજવળ છે, પણ તારા પાપકર્મના ઉદયથી તું આ ધંધે કરે છે પણ એ છે ઘણે હલકે છે. એ તારા જેવાને શેભતે નથી. તને ખબર છે ને કે ધન એ તે માણસને મહાપ્રાણ છે. એના જવાથી માણસ નથી જીવી શકતે કે નથી કરી શકતો. એના વિના ગરીબાઈમાં તે માણસની કફેડી સ્થિતિ થાય છે. આ તે મારા અનુભવની વાત છે. તું આ ધંધ કરીને માણસનું ધન જ નથી લૂંટી લેતે પણ એમની ઉઘ પણ છીનવી લે છે અને તેને અકાળે મૃત્યુના મુખમાં ધકેલી દે છે. શાસ્ત્રકાર ભગવંતે એ તે ચારીને મહાન પાપ ગણ્યું છે. ચેરી કરનારને આ ભવ અને પરભવ બગડે છે, માટે તું ચરીને ત્યાગ કર અને પ્રમાણિક જીવન જીવ. પરસે પાડી, મહેનત કરીને જે ધન મળે તેનાથી તું જીવન ગુજાર. જે તને મારા પ્રત્યે માન હોય તે તું મારું વચન માનીને આજથી ચેર મટીને સાચો માનવ બની જા. રાજાની ટકેરે રને જીવનપલ્ટો ” – ભીમસેન રાજાની વાત સાંભળીને સુભદ્રે કહ્યું-આપની આજ્ઞા મને શિરોમાન્ય છે. ભીમસેનને ચરણ સ્પર્શ કરીને સુભદે. કહ્યું કે હું આપ સૌની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉ છું કે આજથી હું જાતે ચોરી કરીશ નહિ ને કેઈની પાસે કરાવીશ નહિ પણ હવે મારા ગુજરાન માટે આપ કહો તે કાર્ય ૪ કરવા તૈયાર છું. ભીમસેને સુભદ્રને શાબાશી આપીને કહ્યું તારે એ ચિંતા કરવાની જરૂર નથી. તું મારી સાથે ઉજજૈની ચાલ. હું તને મારા રાજ્યમાં કયાંક સારી જગ્યાએ ગોઠવી દઈશ. સુભદ્ર રાજાની સાથે જવા તૈયાર થયે. એ વાતની ખબર પડતા એના સાથીદારો પણ ચોરીને ધંધે છેડીને એની સાથે જવા તૈયાર થયા. ભીમસેને સૌને સહકાર આપવાનું વચન આપ્યું અને સૌ ભીમસેનના સૈન્યમાં ભળી ગયા. હવે અહીથી ઉજજેની બહુ દૂર નથી. બે ત્રણ દિવસમાં પહોંચી જવાનું છે, એટલે સૌના આનંદને પાર નથી. ભીમસેનને યુદ્ધ કરવાની મરજી નથી, એને રાજ્યને મોહ નથી, પણ પુત્રોની ઈચ્છાને આધીન થઈને આ સૈન્ય સાથે જવું પડે છે એટલે જાય છે. હવે બધા ઉજૈની નગરીમાં પહોંચશે. આ તરફ હરિસેન પણ મોટાભાઈને મળવા આતુર બને છે અને પ્રજા પણ રાજાને મળવા અધીરી બની છે. હવે તેઓ ઉજજૈની પહોંચશે ને શું બનશે તેના ભાવ અવસરે. ૦. વ્યાખ્યાન નં. ૯૩ કારતક સુદ ૮ ને રવીવાર તા. ૨૮-૧૦-૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત ઉપકારી, ભવભવના ભેદક, O
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy