________________
غری
શારદા સિદ્ધિ
સ'સારના મેહ છોડ. આટલું‘ કહેવા છતાં પણ બ્રહ્મદત્ત ચક્રવતિના દિલમાં કંઈ અસર થતી નથી ત્યારે કરૂણાવત ચિત્તમુનિ શું કહે છે.
उवणिज्जइ जीवियमप्पमायं, वन्न जरा हरइ णरस्स रायं । पंचालराया ! वयणं सुणाहि मा कासि कम्माई महालयाई ||२६||
હે રાજન! આજીવન સતત મૃત્યુની સમીપ જઈ રહ્યુ છે, વૃદ્ધાવસ્થા મનુષ્યને વાન ર'ગ હરી લે છે. હું પાંચાલ દેશના રાજા ! મારા હિતકારી વચના સાંભળે અને આપ એછામાં ઓછા પચેન્દ્રિય વધાદિક ગુરૂકમને તેા ન કરે. એવા પાપથી તેા અટકા, કારણ કે એ પાપકર્મો જીવને નરક નિગેાદ આદિમાં પહાંચાડનાર છે.
મનુષ્યના આયુષ્યના અવિભાગી અશાના સમયે સમયે ક્ષય થતા રહે છે. આનુ નામ ભાવમરણ છે. એક બાજી આ ભાવમરણુ પ્રતિસમય જીવનને અંત કરી રહ્યું છે, અને બીજી તરફ વૃદ્ધાવસ્થા શરીરના લાવણ્યના નાશ કરી રહી છે. એમાંથી બચવાને કોઈ ઉપાય નથી માટે મનુષ્ય જીવનને સાર્થક કરવાના જો કોઇ ઉપાય હાય તે તે એક જ છે કે ત્યાગ માગ અપનાવે અને ત્યાગ માર્ગ અપનાવવાની તાકાત નહાય તા ઓછામાં ઓછુ અશુભ કર્માનુ` આચરણ ન કરવું એટલું તેા કરો. પરભવનુ • ભાતુ ખાંધવા માટે કંઈક તે ધર્માંનું આચરણુ કરી લે. આ પ્રમાણે ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવી રહ્યા છે, પણ મેહાંધ જીવને આ વાત રૂચતી નથી. એ તે જગત શુ' કરે છે એ જોયા કરે છે ને જગતના રાહે ચાલે છે, પણ જિનેશ્વર ભગવાનની આજ્ઞા તરફ દૃષ્ટિ કરતા નથી, પણ એક વખત જીવને સમ્યક્ત્વ સ્પી જાય તો એની દૃષ્ટિ બદલાઇ જાય. સમ્યકૃત્વ આવ્યા પછી જીવ જિનેશ્વર ભગવાન તરફ દૃષ્ટિ કરે પણ જગત તરફ દૃષ્ટિ કરતા નથી. જેમ સંસારમાં વ્યવહાર દૃષ્ટિએ એક કુંવારી કન્યા પરણીને સાસરે જાય એટલે એની ષ્ટિ બદલાઈ જાય છે. એ રીતે આત્મા મિથ્યાત્વનું ઘર છોડીને સમ્યક્ત્વના ઘરમાં આવે ત્યારે એની દૃષ્ટિ બદલાઈ જાય છે. સમ્યક્ત્વ આવ્યું એટલે જિનેશ્વર ભગવાનની ક'ડી બાંધી, પછી એક જ વાત વિચારવાની કે મારા ભગવાનની આજ્ઞા શું છે? એ શું કહી ગયા છે ને હુ શુ કરું છું? જગત જે કહે તે મારે કરવાની જરૂર નથી, મારે તે મારા ભગવાને શું કહ્યુ છે તે કરવાનુ છે. જેમ કન્યા પરણીને સાસરે જાય છે એટલે એની દૃષ્ટિ બદલાઈ જાય છે ને ? જ્યાં સુધી પરણી ન હતી ત્યાં સુધી મારા માતા-પિતાની શું આજ્ઞા છે એ તરફ એનું લક્ષ હતુ. પણ પિતાએ એને પરણાવી, પરણીને સાસરે ગઈ, પતિની પત્ની અની, પછી મારા પતિની શું આજ્ઞા છે એ જોનારી બને છે. દા. ત. બાપે દીકરીને શ્રીમતના દીકરા સાથે પરણાવી. પિયરમાં સુખી છે ને સાસરે પણ સુખી હોવાથી સારા વસ્ત્રાભૂષણા પહેરતો હાય પણ પાપકર્મના ઉદય થતાં પતિ ગરીબ બની જાય તેા પત્ની સાદા કપડા પહેરે છે. કયારેક આપને ત્યાં કોઈ પ્રસંગે દીકરીઓને તેડાવવામાં