SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૨ શારદા સિદ્ધિ જાણે નજર સમક્ષ દેખાવા લાગ્યું. અંતરમાં પશ્ચાતાપના ભઠ્ઠો સળગ્યો, અને ગુરૂની સામે મૂક સમસ્યા કરીને અંતરને ઠાલવતી હોય તેમ કહેવા લાગી કે હે ગુરૂ ભગવંત! આપ જ મારો ઉધાર કરો. આપ જ મારા જીવનના માદક બના. મે. પૂર્વભવમાં જ્ઞાનની વિરાધના કરી તેથી મારી આ દશા થઈ છે પણ હવે દુઃખમાંથી મુક્ત થવાના ઉપાય શુ' ? એમ એ મૂ`ગી અવસ્થામાં કહેવા લાગી, ત્યારે સિ'હદાસ શેઠે કહ્યું ભગવંત ! હવે એના આ રોગ અને મૂંગાપણુ` કેવી રીતે મટે ? આપ જ એના ઉપાય બતાવે. ભગવતે કહ્યું કે જ્ઞાનની આરાધના કરવાથી પૂર્વે કરેલા જ્ઞાનની વિરાધનામાંથી મુક્ત થવાય છે. જ્ઞાન એ આત્મઉત્થાનનું પહેલુ' પગથીયુ' છે. જ્ઞાનની આરાધના કરવાથી જ્ઞાનાવરણીય કના પડળ ભેદાઈ જાય છે ને જીવનમાં અનેરો પ્રકાશ પથરાય છે, માટે જ્ઞાનનુ બહુમાન કરો, જ્ઞાનની ભક્તિ કરો. કારતક સુદ પાંચમના દિવસ એ જ્ઞાનપ'ચમીના દિવસ છે એટલે ત્યારથી શરૂઆત કરીને દરેક માસની સુદ પાંચમના દિવસે ઉપવાસ કરવા. તે દિવસે મન-વચન અને કાયાની શુદ્ધિપૂર્ણાંક “નમે નાળE ''ની વીસ માળા ગણવી. જ્ઞાનના ૫૧ ગુણ છે માટે ૫૧ વંદણા અને ૫૧ લેગસ્સના કાઉસગ્ગ કરવા, સવાર સાંજ પ્રતિક્રમણ કરવુ', બને તેટલું જ્ઞાન ભણુવુ' અને જ્ઞાનખાતામાં તમારી શક્તિ પ્રમાણે ધન વાપરવું. આ રીતે સાડા પાંચ વર્ષ સુધી જ્ઞાનની આરાધના કરવાથી જ્ઞાનાવરણીય ક' ખપે છે. આ ગુણમજરીને તે પેાતાના પૂર્વભવની વાત સાંભળીને 'તઃકરણપૂર્વકના એવા પશ્ચાતાપ ઉપડયો કે ત્યાં ને ત્યાં એનુ' મૂ'ગાપણુ ટળી ગયું ને વાચા ખુલી ગઈ એટલે ગુરૂના ચરણમાં પડીને કહેવા લાગી અહે। ગુરૂદેવ ! આપે મારા પૂર્વભવની કહાની કહી ન હાત તા મને ભાન થાત નહિ. આપ મારા મહાન ઉપકારી છે. આપના ઉપકારના બદલે તે હું જીવનપર્યંત ભૂલી શકું તેમ નથી. એમ કહી ગુરૂને વંદન કરીને પૂર્વે કરેલી વિરાધનાનું પ્રાયશ્ચિત કર્યું, પછી આલોચના કરીને ઘેર ગઈ, આ ગુણમંજરીએ ત્યારથી જ્ઞાનની આરાધના કરવાની શરૂઆત કરી. એના પિતાએ પણ એ નિમિત્તે જ્ઞાનખાતામાં પોતાના ધનના સદુપયોગ કર્યાં. થાડા સમયમાં ગુણમ'જરીના રોગ મટી ગયો. એની કાયા કંચનવણી બની ગઈ. ગુણમ'જરી પહેલેથી જ ગુણવાન અને સૌદર્ય વાન હતી અને હવે તે એને રોગ અને મૂંગાપણું ચાલ્યુ. ગયુ. એટલે સામેથી સારા ઘરના છેાકરા સાથે એનુ' વેવિશાળ કરવાની માંગણી થવા લાગી. માતા પિતા પણ એના લગ્ન માટે તૈયારીએ કરવા લાગ્યા, પણ ગુણમ'જરીનુ જીવન વૈરાગ્યવાસિત બની ગયું. એણે માતા-પિતાને કહી દીધું કે મેં મારા પૂર્વભવની કહાની ગુરૂના મુખેથી સાંભળી ત્યારથી મને તે આ સ`સાર ઉપરથી વૈરાગ્ય આવ્યો છે. મારે સ’સારમાં પડવુ નથી. સયમ જ આત્માને માટે હિતકારી છે. આ ગુણમ'જરીએ સયમ લીધેા. સયમ લઈને જ્ઞાન ભણવામાં ખૂબ પુરૂષાથ કર્યાં ને ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને જ્ઞાન સહિત ચારિત્રનું પાલન કરવા લાગી,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy