________________
• શારદા સિિ
૮૫
ફક્ત એક કલાક માટે તમારા કાન, આંખ અને મન એ ત્રણ સતને અપણુ કરી દો, પછી જુએ, જિનવાણી સાંભળવાની કેવી ઝલક આવે છે ? તમારા કાન જિનવાણી સાંભળવામાં જ એકાગ્ર બની જાય પછી બીજું કંઈ સાંભળવાનુ'. રહે જ નહિ ને ! આંખ પણ સ`તની સામે જ જુએ એટલે બીજે ક્યાંય દૃષ્ટિ જાય નહિ, અને મન પણ એ સાંભળવામાં એકાગ્ર બની જાય પછી વીતરાગ વાણીના ધોધ વરસે એ શ્રોતાના હૃદયમાં આરપાર ઉતરી જાય અને એના ગહન ભાવને સારી રીતે સમજી શકાય. તમે ફોટા પડાવવા સ્ટુડીઓમાં જાઓ છે ત્યારે ફોટાગ્રાફરને અર્પણ થઈ જાએ છે ને? એ કહે તેમ સ્થિરતાથી એસા છે ને? તે તમારો ફોટો બરાબર સાથે આવે છે તેમ તમે આ ત્રણ ચીજો સંતને અર્પણ કરીને બેસી જાએ તેા વીતરાગ વાણીના ભાવ આપના હૃદયમાં અંકિત થઈ જાય. જો સાંભળવામાં ચિત્તની એકાગ્રતા ન હોય અને વાતને બરાબર સમજી ન શકાય તે અના અનથ થઈ જાય, માટે ભાવપૂર્વક એક ચિત્તે સાંભળેા.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમાં ચિત્ત મુનિ મહાન પવિત્ર સ'ત છે. બ્રહ્મદત્ત ચક્રવર્તિના કેવા મહાન પુણ્યના ઉદય છે કે એમને પ્રતિધ આપી સ'સારના ખાડામાંથી બહાર કાઢવા માટે સામેથી આવા પવિત્ર અને આત્માથી સ ́ત પધાર્યાં છે, પણ ભારેકમી જીવને એમના ઉપદેશની અસર થતી નથી. જેમ કાળમી’ઢ પથ્થર ઉપર ગમે તેટલે વરસાદ વરસે પણ એ પથ્થર પીગળતા નથી, એમાં તડ પડતી નથી, તેમ જેનું હૃદય કાળમીંઢ પાષાણુ જેવું હોય છે તેને ગમે તેટલા ઉપદેશ આપવામાં આવે તે પણ એનું હૃદય પીંગળતુ નથી. ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવતિને કહ્યું કે હું ચક્રી ! તું જેના ઉપર આટલું. બધું મમત્વ રાખે છે અને જેને મારા માન્યા છે તે તારી રાણીએ, દાસ-દાસી, નેકરા, હાથી, ઘેાડા આદિ પશુઆ, ખેતર, વાડી, ખગીચા, મહેલ મહેલાતા, વાહના, હીરા-માણેક, માતી અને સેાનામàારોથી છલકાતા ભ ́ડારો, આ બધુ છોડીને કરેલા શુભાશુભ કર્માંના ફળ ભાગવવા પરલેાકમાં જવુ' પડશે, ત્યારે તારી સાથે કઈ જ આવવાનું નથી, માટે સમજ. સમજીને તું સૌંસારના ત્યાગ કર. જીએ, ચિત્ત મુનિ કેવા સુંદર ઉપદેશ આપે છે પણ જેનું હૃદય પાષાણ જેવુ' છે તેવા બ્રહ્મદત્ત ચક્રવર્તિનું હૃદય પીગળતું નથી ત્યારે ચિત્તમુનિ કહે છે.
तं एक्कगं तुच्छ सरीरगंसे, चिईगथं दहिय उ पावगेणं ।
भज्जा य पुत्तावियणायओय, दायारमण अणुसंकर्मति ।। २५ ।।
હું બ્રહ્મદત્ત ચક્રી ! સાંભળે. આ શરીર તમને કેટલુ" વહાલુ છે ? એની સાર સભાળ રાખવા કેટલી મહેનત કરો છે ? શિયાળા આવે ત્યારે એને ગરમ કપડા પહેરાવવાના અને બદામપાક, અડદીયા વિગેરે મેવા મિષ્ટાન્ન ઉડાવવાના, ઉનાળામાં મૂલાયમ વસ્ત્રો પહેરાવવાના અને ઠંડા પીણા વિગેરે આપવાનું ને ચેામાસામાં અનુકૂળ
શા. ૧૦૯