SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ જોઉં. આમ વિચાર કરીને પિતે શું કરવું તે નક્કી કરી લીધું. એ જ રાત્રે ભીમસેન પિતાના તંબુમાં શાંતિથી ઊંઘી ગયો હતો. બધા લેકે પણ ઉંધી ગયા હતા. રાત્રિનું વાતાવરણ શાંત હતું. એ સમયે એક ઝીણે ને કરૂણ રૂદનને સ્વર સંભળાવા લાગ્યો. એ સ્વરમાં સાંભળનારનું હૈયું દ્રવી જાય એ ભારોભાર કરૂણ વિલાપ હતે. હૈયાને ચીરતે કરૂણ સ્વર ભીમસેનના કાને અથડાયો એટલે ભરનિદમાંથી એ જાગી ગયો ને જે તરફથી અવાજ આવતું હતું તે તરફ કાન માંડયા ને સાંભળ્યું તે એને લાગ્યું કે કઈ દુઃખીયારી સ્ત્રી રડી રહી છે એટલે ભીમસેનને ખૂબ દયા આવી. પથારીમાંથી ઉઠીને જે દિશામાંથી અવાજ આવતો હતો તે તરફ ચાલ્યો ને જ્યાંથી અવાજ આવતું હતું ત્યાં આવીને ઉભે રહ્યો. ત્યાં આવીને ભીમસેને જોયું તે એક સુંદર અને યુવાન સ્ત્રી માથાના વાળ છૂટા કરી બે હાથે છાતી ફૂટતી કરૂણ સ્વરે હૈયાફાટ રૂદન કરતી હતી. આ દશ્ય જોઈને દયાળુ ભીમસેન રાજાનું હદય કરૂણાથી છલકાઈ ગયું. એમણે થોડે દૂર ઉભા રહીને પૂછયું બહેન ! તું આમ જંગલમાં એકલી શા માટે વિલાપ કરી રહી છે ને તું કેણ છે? ભીમસેનને જવાબ આપવાને બદલે આ બાઈ તે વધુ જોરથી રડવા લાગી, છાતી કૂટવા લાગી ને માથા પછાડવા લાગી, ત્યારે ભીમસેને કહ્યું કે બહેન! તું રડીશ નહિ, ગભરાઈશ નહિ પણ મને તારા દુઃખની વાત કરે તે હું તારું દુઃખ મટાડીને મારી શક્તિ અનુસાર મદદ કરીશ, ત્યારે તે સ્ત્રીએ ભીમસેનને કંઈ જવાબ ન આપ્યો ને જોરથી રડતી રડતી બેલવા લાગી કે અરેરે... હું તે લૂંટાઈ ગઈ. હવે મારું શું થશે? હું કયાં જઈશ ? મારે ભવ બગડી ગયો. અરેરે..ભગવાન ! તે આ શું કર્યું? એમ બોલતી બોલતી રડવા લાગી, ત્યારે ભીમસેને ફરીને કહ્યું–બહેન ! તને કોણે લૂંટી લીધી? કેણે તારો ભવ બગાડ્યો? જે હેય તે મને જલદી કહે ને રડવાનું બંધ કર, ત્યારે તે યુવાન સ્ત્રીએ કહ્યું કેઅજાણ્યા માણસને મારા દુઃખની વાત કેવી રીતે કરાય? અને કહેવાથી શું ફાયદે? એમ કહીને પાછી રડવા લાગી ત્યારે ભીમસેને કહ્યું કે હું ઉજજૈનીને રાજા ભીમસેન છું. મારાથી તારું દુઃખ જોયું જતું નથી, માટે તું મને જલ્દી કહે એટલે હું તારું દુઃખ કર કરું. આ સાંભળીને એ સ્ત્રી રડવાનું બંધ કરી ગદ્ગદ્ કઠે ભીમસેનને કહે છે કે હે નરેશ! મારા દુઃખને પાર નથી. હું તે ભરયુવાનીમાં લૂંટાઈ ગઈ છું ને મારા જીવનની બાજી હારી ગઈ છું, માટે હે કૃપાળુ ! તમે જ મારો ઉધાર કરો. તમે જ મારી જિંદગીને બચાવી લે. હું જન્મોજન્મ સુધી તમારો ઉપકાર નહિ ભૂલું, ત્યારે ભીમસેને કહ્યું બહેન ! તારી ગોળ ગોળ વાત મને સમજાતી નથી. જે હોય તે સ્પષ્ટ કહે, ત્યારે એ સ્ત્રી શું કહે છે? પોતાની કરૂણ કથની કહેતી યુવતીએ – હે કરૂણસિંધુ! વૈતાઢય પર્વત ઉપર વિજય નામના નગરમાં મણીચૂડ નામે વિદ્યાધર રાજા છે. તેમને વિમલા
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy