SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ પૂર્વાવની પુનાઈને કારણે લાખની ઉથલપાથંલ કરતાં અને સરવૈયું કાઢતા વર્ષે લાખોની કમાણી કરનાર મોટા વહેપારીને કઈ જ્ઞાની–ત્યાગી પુરૂષ મળી જાય ને કહે કે દેવાનુપ્રિય! તારું આયુષ્ય અલ્પ છે માટે તારા આત્માનું કલ્યાણ કરવું હોય તે સંસારની જંજાળ છેડી ધર્મારાધના કરવા સજાગ બની જા. આ સમયે જે મનુષ્ય ધર્મના સ્વરૂપને સમજેલ ન હોય તે કાળના ખપ્પરને નજર સામે જોઈને વિચારના ચક્કરમાં પડેલે મનુષ્ય મૃત્યુના ભયથી ભયભીત બની જાય છે, અધીરો બની જાય છે ને મૃત્યુના મુખમાંથી બચવા માટે ફાંફા મારે છે પણ ધમીઠું અને આયુષ્યની ક્ષણિકતાને સમજનારે આત્મા આત્મસાધના કરી પરભવનું ભાથું બાંધવા માટે સજાગ અને શૂરવીર બને. એને તે કઈ એમ કહેનાર મળે કે અમુક દિવસમાં તારું મૃત્યુ છે તો એને આનંદ થાય કારણ કે સાધના કરવાની તક મળે ને? અહીં એક દષ્ટાંત યાદ આવે છે. તરૂષ્ક નામે અનાર્ય દેશમાં બકુરા નામે મોટું નગર હતું. તે નગરમાં વાજંઘ નામે એક સાર્થવાહ વસતે હતું. તેને કરિયાણુને મોટો વહેપાર હતે. પુણ્યોદયે તેને વહેપાર ધમધોકાર ચાલતું હતું. તે ઘણું ધન કમાતે હતે. અનાર્ય દેશમાં ધર્મનું નામનિશાન હોતું નથી, પણ આ વજાજંઘ સાર્થવાહ ખૂબ હળુકમી હતે. એના દિલમાં ખૂબ કરૂણ હતી. કેઈપણ જીવનું દિલ દુભાય, કેઈને દુઃખ થાય એવું કાર્ય તે કરતું ન હતું. જેમ પોતાના ઘરના માણસનું જતન કરે તેમ પશુ-કી-મંકડા આદિ જેનું પણ એ રક્ષણ કરતે. કયાંય જતે હેય ને રસ્તામાં ગાય-બકરા-કૂતરા આદિ માંદા પશુઓને રસ્તામાં પડેલા દેખે તે પોતાને ઘેર લાવીને એમની સેવા કરતે. નબળા પશુઓ ઉપર ભાર ભરતે નહિ, અને અશક્ત પશુઓ ઉપર પણ તેનાથી એટલે વહન થઈ શકે તેટલે ભાર ભરતે. પિતાના પેટની ચિંતા કરતા પહેલા પશુઓના પેટની ચિંતા કરતે. દર વર્ષે પિતાના વહેપારમાં જે નફે થાય તેમાંથી દશ ટકા ગરીબોની સહાયમાં વાપરતે. આવા પવિત્ર સત્કાર્યો કરવાથી વાજંઘનું પુણ્ય ખૂબ વધવા લાગ્યું. જ્યારે મનુષ્યના પ્રબળ પુણ્યને ઉદય હોય છે ત્યારે એને પવિત્ર સંતને વેગ મળે છે. ભગવાનનું અનાર્ય દેશમાં આગમન –” અનાર્ય દેશમાં કેઈ સાધુ સાધવી જતા નથી પણ વજાજઘના બડા પુણ્ય જાગ્યા કે એણે સાક્ષાત્ તેજમૂતિ નિગ્રંથ ગુરૂને જોયા. એ ગુરૂને જોતાંની સાથે વાજંઘના મનમાં થયું કે મેં આવું કયાંક જોયું છે....આવું કયાંક જોયું છે. એમ એના હૈયામાં ખળભળાટ શરૂ થયે, અને મૂછ ખાઈને નીચે પડે ને એને ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ જ્ઞાન થતાં એણે પિતાને પૂર્વભવ જે. અહ! પણ પૂર્વભવમાં આવું સાધુપણું પાળ્યું હતું. મૂછ વળતાં એ બેઠે થઈને સંતને લળીલળીને વંદન કરવા લાગ્યા. અહીં ભગવંત! મારા મહાન પુદય જાગ્યા. મારે ત્યાં કલ્પવૃક્ષ ફળે કે આવા અનાર્ય દેશમાં જ્યાં ઈ સંત
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy