SearchBrowseAboutContactDonate
Page Preview
Page 903
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૨ શારદા સિદ્ધિ આપણે ઘેર ફઈ આવ્યા છે તે સાથે મીઠાઈ લાવ્યા છે ત્યારે મા-બાપ કહે છે બેટા ! ફઈબા આપણા કર્મ આપણને ભૂલી ગયા છે. એ તેા ખીજુ કાઈ હશે. અરે! તમે આવા તે ખરા, ફઈબા જ છે, એટલે ભાઈ-ભાભી બહાર આવ્યા ને બહેનને આવતી જોઈ હરખાઈ ગયા, બાળક પણ ફઈબા....ફઈબા....તમે આવ્યા ? એમ કહેતા હરખાઈ ગયા. ભાઈ ભાભીની ભાઈ-ભાભી “ બાળકોને થયેલા હર્ષ” :- ફઈબા ગાડીમાંથી ઉતર્યાં ને ઘરમાં ગયા. બાળકાને મીઠાઈ આપી ત્યારે ભૂખ્યા બાળકો ફઈબાને ગળે વળગી પડયા. ફઈબા ! અમે મીઠાઈ ખાવા કજીયા કરતા હતા એટલે બા-બાપુજી રડતા હતા, તેથી તમને ભગવાને અમારે માટે મીઠાઈ લઈને માકલ્યા, ખરું ને ? એમ કહીને ફઈબાને ગળે વળગી પડયા. ફઈબાએ પણ ભત્રીજાને બાથમાં લઈ લીધા. અરેરે....બેટા! હું તમારી સાચી ફઈબા નથી. હુ' તેા ક્રૂર બની ગઈ હતી. ધિક્કાર છે મને કે દુઃખમાં સહાય કરનાર મારા સગાભાઈને એના દુઃખમાં હું ભૂલી ગઈ! એમ કહીને ખૂબ રડી માફી માંગી અને મીઠાઈ માટે ટળવળતા બાલુડાઓને મીઠાઈ આપી. તથા બંને બાળકોના અંગ ઉપરથી ફાટલા તૂટલા કપડા ઉતરાવી સારા કપડા પહેરાવ્યા અને ૫૦૦) રૂ. આપવા માટે લાવી હતી પણ કરૂણાજનક ક’ગાળ સ્થિતિ જોઇને ખિસ્સામાં જેટલા રૂપિયા હતા તે બધા ભાઈ ભાભીને આપી દીધા. ભૂખ્યા ટળવળતા બાલુડાને મીઠાઈ મળી ને સારા કપડા પહેરવા મળ્યા અને ભાઈ ભાભીને પૈસા મળ્યા એટલે ખૂબ આનંદ થઈ ગયા, અને બહેને ભાઈને પોતાના પતિની પેઢીમાં મેનેજર તરીકે રખાવ્યેા. એના પાપ કર્યાં પૂરા થયા એટલે તે થોડા સમયમાં આગળ આવી ગયા. ટૂંકમાં આ બહેને પોતાના દુઃખી ભાઈને આશ્રય આપીને સુખી કર્યાં ને સાચી દિવાળી ઉજવી. આ તે એને પોતાના ભાઈ હતા પણ આ સ્થાને કોઈ નિરાધાર અને દુઃખી ભાઈ કે બહેન હાય તેા તમે એના ભાઈ અને બહેન બનજો ને એના રડતા હૃદયને હારશેા તેા તમે સાચી દિવાળી ઉજવી ગણાશે. આજે દિવાળીના દિવસે દ્રવ્ય મિષ્ટાન્ન જમવાને બદલે તમે જ્ઞાનામૃતના એવા મિષ્ટ ભેાજન જમી લેા કે જેથી ફરી ફરીને આ પૌલિક ભોજન જમવા ન પડે. અંતરમાં એવા ઉજ્જવળ જ્ઞાનના દિવડા પ્રગટાવા કે જેથી અજ્ઞાનના અધકાર નષ્ટ થઈ જાય. દ્રવ્ય ર'ગની ર ંગાળી પૂરવા કરતાં અંતરના આંગણામાં વિનય, વિવેક, સત્ય અને સદાચાર રૂપી એવી ર’ગેળી પૂરી લે કે જેથી આપણુ જીવન શેાભી ઉઠે. તમે સારા વસ્ત્રાલંકારોથી શરીરને સુશોભિત બનાવા છે. પણ હવે સમજ્યા ત્યારથી સવાર સમજીને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ એવા મૂલ્યવાન વસ્ત્રાભૂષાથી માનવ દેહને શેાભાવા કે જેથી બાહ્ય શાભા વધારનારા વસ્ત્રાલંકારાની જરૂર ન પડે. તમે બધા માટીના કોડિયામાં દીવડા પ્રગટાવી આનંદ માનશે। પણ જ્ઞાની ભગવતા કહે છે કે તમે જ્ઞાન દશનના એવા ઝગમગતા દીવડા પ્રગટાવા કે ગમે તેટલા ઝ'ઝાવાતે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy