________________
૮૫૦
શારદા સિદ્ધિ પરમ તારક ત્રિશલાનંદનના અનુયાયીઓ એમાંની લેશ પણ કમાણું નહિ કરતા માત્ર નુકશાનીનું સરવૈયું કાઢીને રાજી થશે? “ના” તે શું કરશે? આજના દિવસે એ જ વિચાર કરો કે મારા તારક ભગવંતે દિવાળીના દિવસે સંસારની પેઢી ઉપાડી લીધી તે હું ભૂતકાળના કષાયોની પેઢી તે ઉપાડી લઉં! મારા પ્રભુએ કર્મની નુકશાની પાછી વાળી તે હું કંઈક તે કરું. એમણે અનંત ગુણોના નફા તારવ્યા તે હું અલ્પાશે પણ આત્મિક ગુણને નફે તારવું. આવી ભાવના રાખશે અને આવી દીવાળી ઉજવશે તે એક દિવસ ભગવાન જે સ્થાન અને જે સુખ પામ્યા તે પામવા માટે આપણે આત્મા સદ્ભાગી બની શકશે.
ભૌતિક સુખમાં મસ્ત બનેલા છેઆજના દિવસનું હાર્દ સમજતા નથી તેથી ખાઈ પીને મોજમઝા ઉડાવવામાં લૌકિક દિવાળી ઉજવે છે. આજે કંઈક ઘરોમાં મિષ્ટાન્નની મિજબાનીઓ ઉડશે ત્યારે કંઈક ગરીબના બાલુડાએ ભજન વિના તરફડતા હશે. ગરીબ ઘરમાં નાના ફૂલ જેવા બાલુડાઓ મીઠાઈને બટકા માટે રડતા હોય છે કે બા–બધા છેકરાઓ મીઠાઈ ખાય છે, મને મીઠાઈ આપને. એવી કાળજુ કંપાવતી કરૂણ સ્થિતિ જોવા મળે છે.
એક ભાઈ અને બહેન હતા. પહેલા ભાઈ ખૂબ શ્રીમંત હત ને બહેન ગરીબ હતી, ત્યારે ભાઈએ બહેનને મદદ કરી હતી. ભાઈને પૈસાથી બહેન-બનેવી ઉંચા આવ્યા. એમને પુણ્યોદય થતાં ખૂબ ધન કમાઈ ગયા. ઘરે ગાડી–મોટર, નેકર-ચાકર આદિ સુખની તમામ સાહ્યબી મળી, આ સંસારમાં ચડતી પડતીના ચમકાર આવ્યા કરે છે. એ રીતે ભાઈના પાપ કર્મને ઉદય થયો એટલે વહેપારમાં મોટી ખોટ આવી. ઘરબાર વેચાઈ ગયા, એટલે ભાઈ જ્યાં ગરીબ લોકો ઝુંપડા બાંધીને રહે ત્યાં એ રહેવા લાગ્યો. મહેનત મજૂરી કરીને જેમ તેમ પેટ ભરે છે. જ્યારે તે સુખી હતું ત્યારે એણે કંઈક ગરીબને આશ્રય આપ્યો હતો. એની સહાયથી ગરીબ શ્રીમંત બની ગયા હતા પણ આજે એની કંગાલ સ્થિતિમાં કેઈ એના સામું જોતું નથી. ક્યારેક ખાવાનું મળે છે તે ક્યારેક ભૂખ્યા રહેવું પડે છે. એવી સ્થિતિમાં દિવસે પસાર કરવા લાગ્યા. આમ કરતા દિવાળીના દિવસે આવ્યા.
આ ભાઈને એક બાબો અને એક બેબી છે. આ બાળકે રમતા રમતા એક હવેલી પાસે ગયા. ત્યાં એ હવેલીવાળા શેઠને દીકરો ઓટલે બેસીને ગુલાબજાંબુ, બરફી, પેંડા વિગેરે ખાતો હતો ને બીજા છોકરાઓને આપતો હતો. એ બધા બોલતા હતા કે દિવાળી આવી. અમારે ઘેર મેસૂબ, મોહનથાળ ને દહીંથરા બનાવ્યા છે. આ સાંભળીને ગરીબ છોકરાઓનું મન ખાવા માટે લલચાઈ ગયું પણ એમને કોણ આપે? શ્રીમંતના છોકરા પાસે માંગ્યું પણ ન આપ્યું એટલે આ ભાઈ બહેન રડતા રડતા ઘેર આવ્યા. આવીને એમના મા-બાપને કહે છે બા-બાપુજી ! આ દિવાળીના દિવસે માં