SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૮૪૫ પૂર્વના જ્ઞાતા અને ચૌદ હજાર સંતામાં વડેરા ને ભગવાનના પટ્ટ ગણધર હતા છતાં નામ અભિમાન ન હતું. દીક્ષા લઈને છઠ્ઠના પારણે છઠ્ઠું કરતા હતા. એમના જીવનમાં આવે તપ, વિનય, સરળતા, નિરાભિમાનતા વિગેરે ઘણાં ગુણા હતા, તેથી એવી લબ્ધિઓ પ્રાપ્ત થયેલી કે ‘'શુઠે અમૃત વરસતુ,’ છતાં તે લબ્ધિની તેમને મહત્તા ન હતી. તેએ તા પ્રભુના પાદપકજમાં રહી ગુરૂભક્તિમાં રહી, આત્માની અનત લબ્ધિએ પ્રગટ કરી કેળવજ્ઞાની અન્યા. તે હવે માંગવી હેય તા એમના જેવી ગુરૂભક્તિ માંગો કે જેનાથી લબ્ધિ આપોઆપ પ્રગટ થઈ જશે. આ ભાવનાએની સાથે એટલુ પણુ માંગો કે ભગવાન મહાવીર સ્વામીની શુદ્ધિ મળજો. આ રીતે ગૌતમસ્વામી, અભયકુમાર વિગેરેના ગુણાનુ` સ્મરણ કરો ને તેમના જેવા બને. માંગવા કરતા તેમના પવિત્ર જીવનને અપનાવા. મહાવીર ભગવાન આઠે કર્માંના ક્ષય કરીને નિર્વાણુ પધાર્યાં છે. ભગવાને છેલ્લે છઠ્ઠું તપ કરીને સોળ પ્રહર સુધી સતત દેશના આપી હતી. આપણે એ દેશનાનું શ્રવણુ કરીને એના ઉપર શ્રદ્ધા કરીને એનું આચરણ કરી ભગવાન મેક્ષમાં ગયા તેમ મોક્ષમાં જવુ' છે. એ માટેના પુરૂષાથ કરીએ તે જ સાચી દિવાળી ઉજવી ગણાશે. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૮ દિવાળી આસો વદ અમાસને શનિવાર તા. ૨૦-૧૦-૭૯ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેનેા ! અન`તજ્ઞાની, અનંતર્દેશ'ની કરૂણાસિંધુ, શાસનપતિ ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવાના એકાંત હિત માટે આગમ વાણીની પ્રરૂપણા કરી. શાશ્વત સુખના છલકાતા મહાસાગર જેમાં સદાયે વહી રહ્યો છે. આ વાણીના જલમાં શુદ્ધ ભાવથી જે આત્મા સ્નાન કરે તે અમર થયા વિના રહે નહિ. વધુ શુ કહુ, જે જિનવાણીના જલમંદુઓના છઉંટકાવ કરે તે આત્મા પવિત્ર બની જાય. પરમપ્રભુની વાત્સલ્યમયી વાણી રૂપી પવિત્ર ગંગાના તીરે ઉભો રહે અને તેનુ' એકાદ જલકણુ સ્પર્શે તે ય ઉષ્ણુતાને હરી લે ને શીતળતા પ્રદાન કરે. આવે છે જિનવાણીના—વીતરાગ બનાવવાને વીલપાવર ધરાવનારી વીતરાગ વાણીને અપૂર્વ પ્રભાવ, આત્માના સ ́પૂર્ણ ગુણાની જેમણે ખીલવટ કરી છે, જેમણે સવ દુગુ ણેાને દફનાવી સદ્ગુણ્ણાને પ્રકાશ જીવનમાં પાથર્યાં છે અને અજ્ઞાનના અંધારા ઉલેચી કેવળજ્ઞાન રૂપી સૂર્ય જેના જીવનમાં પ્રકાસ્યો છે એવા પ્રભુની વાણી આજે શાસ્ર રૂપે આપણી સમક્ષ છે. જે સિદ્ધાતમાં આત્મકલ્યાણના અમેઘ ઉપાયો બતાવ્યા છે, પણ આગમમાં ઊંડું અવલેાકન ન કરીએ ત્યાં સુધી કયાંથી મળે ?
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy