SearchBrowseAboutContactDonate
Page Preview
Page 893
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ચારદા સિદ્ધિ અને ત્રીજે દિવસે દક્ષિણ દિશાના ઉદ્યાનમાં ફરવા ગયા પણ રયા વિના એમને ચેન પડતુ નથી, એટલે એમણે વિચાર કર્યાં કે ભલે ને આપણને જવાની ના પાડી પણુ આપણે ઉત્તર દિશાના ઉદ્યાનમાં જઈએ ને જોઈ એ તે ખરા કે કેવા ભયકર નાગ છે. એ આપણને શુ કરી શકવાના છે? આમ વિચાર કરીને તેએ ઉત્તર દિશાના ઉદ્યાનમાં ફરવા ગયા. ઉદ્યાનમાં પ્રવેશ કર્યાં ત્યાં એમને માથું ફાટી જાય એવી ભયંકર દુગંધ આવવા લાગી. નાક આડા ડૂચા દઈને આગળ ચાલ્યા તે આગળ જતાં હાડકાના મેટા ઢગલા જોયા. આ જોઈ ને એમને આશ્ચર્ય થયું કે ત્રણ ઉદ્યાના તા મઝાના સુંદર છે ને આ ઉદ્યાનમાં આવું કેમ હશે ? આમ આશ્ચર્ય પામતા આગળ ચાલ્યા તા એક માણુસને શૂળીએ ચઢાવેલા જોયો. તે છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતા. એની આ દશા જોઈને ખ'ને ભાઈ એને ખૂબ દયા આવી ને એની પાસે જઈ ને પૂછ્યું' કે ભાઈ ! તારી આવી દશા કેમ થઈ? તને કોણે શૂળીએ ચઢાવ્યો ? પેલા માણસે કહ્યું તમે અહી' કેમ આવ્યા છે ? આ બંનેએ પેાતાની વાત કરી, ત્યારે એ માણસે કહ્યુ` ભાઈ ! હું' પણ તમારી માફક જ સમુદ્રમાં તાફાન થવાથી તરતા તરતા કિનારે આવ્યો ને આ રત્નદ્વીપમાં આવી પહોંચ્યો ને રયણાદેવીના મેહમાં ફસાઈ ગયા. આ રયણાદેવી ક્રૂર સ્વભાવની છે. તમે ન્હાતા ત્યાં સુધી મારા ઉપર ખૂબ પ્રેમ હતા, પણ જ્યાં તમે બ'ને આવ્યા એટલે મારી આ દશા કરી, એને જ્યારે તમારા જેવા કાઈ નવા પુરૂષા મળશે એટલે તમારી પણ મારા જેવી દશા થશે. મારા ને તમારા જેવા તે એણે કંઈક પુરૂષાના પ્રાણ લીધા છે. પેલા પુરૂષની વાત સાંભળીને જિનપાલ અને જિનરક્ષિત તા મૂજી ઉઠયા. એમણે પેલા માણસને પૂછ્યું કે ભાઈ ! આમાંથી અચવાના કઈ ઉપાય ખરું ? એ માણસ મરવાની અણી ઉપર છે પણ આમ નેને બચાવવા માટે મહામુશીબતે ખેલ્યો-હા, એક ઉપાય છે. પૂર્વ દિશાના ઉદ્યાનમાં એક યક્ષનુ' મંદિર છે. દર સોમવારે એ યક્ષ અશ્વનું રૂપ ધારણ કરીને ત્યાં આવે છે તે એલે છે કે જે તાત્ત્વામિ ? % પāમિ ? હું કોને તારું ? કોના ઉદ્ધાર કરું ? તે તે વખતે તમે ત્યાં જઈને એ અશ્વને હાથ જોડીને કહેજો કે “ માં તાય, માં વાઘ મને તારો, મારો ઉધ્ધાર કરો. તા એ અશ્વ એની પીઠ ઉપર બેસાડીને તમને તમારે ઘેર પહાંચાડી દેશે, પણ એક વાત તમારે ખૂબ લક્ષ રાખવી પડશે કે તમે જેવા ઘેાડા ઉપર બેસશે કે તરત જ એ રયણાદેવીને એના ઉપયોગથી ખબર પડી જશે એટલે એ દોડતી તમારી પાછળ આવશે અને એ રડશે, કરગરશે, ઝુરશે, હાવભાવ કરશે ને પ્રલેાભના પણ આપશે. તે વખતે તમે પાછું વાળીને જોશેા નહિ. જો જોશે તે તમને એની પીઠ ઉપરથી ફે'કી દેશે, એ ફેકી દેશે એટલે દેવી તલવારના એક ધાએ બે ટુકડા કરીને સમુદ્રમાં ફેંકી દેશે. એ પ્રલેાભન આપશે છતાં તમે એના સામું નહિ જુએ તે મારી નાંખવાની ધમકી પણ આપશે પણ તમે ડગશે નહિ ને એના સામું જોશે નહિ. આટલું કહીને એ માણસ તા મરણ પામ્યા. ܕܕ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy