SearchBrowseAboutContactDonate
Page Preview
Page 886
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૮૭૫ દડમજલ કરતા તેઓ ગંગા નદીના કિનારે આવ્યા. વિશાળ જગ્યા જોઈ ભીમસેન રાજાએ બે દિવસ વિસામો ખાવા માટે ત્યાં પડાવ નંખા એટલે ત્યાં તંબુ નાંખીને સૌ થાક ઉતારવા લાગ્યા. ભીમસેન રાજા અને વિજયસેન રાજા વિગેરેના તંબુ અલગ અલગ હતા. ભીમસેન રાજા પિતાના તંબુમાં બપોરના સમયે એકલા સૂતા હતા ત્યાં શું બને છે. દેવસભામાં ભીમસેનની પ્રશંસા” :- આ સમયે દેવલોકમાં દેવોની સભા ભરાઈ હતી. દેવની સભામાં અલકમલકની વાતે ચાલી રહી હતી. તે સમયે ઈન્દ્ર મહારાજા દેને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે ખરેખર ! આપણુ કરતાં માનવ ભવ ઘણે ઉત્તમ છે. ત્યાં જે સાધના અને સિદ્ધિ મેળવી શકાય છે તેવી સાધના અને સિદિધ આપણાં લેકમાં મેળવી શકાતી નથી. તેમાં પણ મેક્ષની સાધના તે દુષ્કરમાં દુષ્કર છે. એ તે માનવ-જન્મ વિના કરી શકાય નહિ. એ રીતે માનવજન્મ આપણાથી શ્રેષ્ઠ છે. મૃત્યુલેકમાં પણ અત્યારે સર્વશ્રેષ્ઠ ભીમસેન રાજાને જોઈને મારું મસ્તક તેમને મૂકી પડે છે. અહો! એ કેવા કણોમાંથી પસાર થય? રાજ્ય ગુમાવ્યું. નાના બાળકને લઈને પત્ની સાથે રાતેરાત એને જંગલની વાટ પકડવી પડી. પેટ ગુજારા માટે પુત્ર અને પત્નીને દુઃખમાં મૂકીને છૂટા પડવું પડ્યું. ભૂખમરો વેઠ, અપમાન અને અનેક આક્ષેપો સહન કર્યા. અનેક વિટંબણાઓ અનુભવી છતાં વીતરાગ ધર્મની શ્રદ્ધા છોડી નહિ. અટલ વિશ્વાસથી પૈર્યપૂર્વક કષ્ટોને સહન કર્યા. આ પૃથ્વી ઉપર અનેક માનવો છે પણ શું એનું સ્વપત્નીવ્રત! શું એને સંયમ! શું એની નિષ્ઠા! શું એની આસ્થા! ખરેખર, ભીમસેન તે ભીમસેન જ છે. વારંવાર એને મારા નમસ્કાર ! આ સાંભળી ઈર્ષ્યાળ દેવ બલી ઉઠે કે એક પામર મનુષ્યની આટલી બધી પ્રશંસા ! ઈન્ડે કહ્યું. દેવ! તમે જેને પામર માને છે તે પામર નથી. એ તે ભડવીર છે. દેવે કહ્યું. દેવ આગળ મનુષ્યની તાકાત કેટલી ? ઈન્દ્ર મહારાજાએ કહ્યું હે દેવ! તમે ભૂલે છે. માનવને આત્મા જ્યારે જાગે છે ત્યારે દેવે પણ એની તાકાત આગળ મસ્તક ઝુકાવી દે છે. આ સાંભળી ઈર્ષ્યાળુ દેવે ઘમંડથી કહ્યું કે માનવને માથું નમાવે એ બીજા, હું નહિ. તે ભલે, તમે એની કસોટી કરી જે. ભીમસેનને એના બ્રહ્મચર્ય વ્રતથી ચલિત કરી શકે તે હું પણ જાણું કે દેવે મહાન છે. ભલે, હું આપને બતાવી આપીશ કે દેવેની તાકાત આગળ માનો કેટલા મુદ્ર છે ! ભીમસેનની આકરી કસોટી” :- ભીમસેન પોતાના તંબુમાં સૂતા હતા ત્યાં પેલે ઈર્ષાળુ દેવ દેવાંગનાનું રૂપ લઈને આવ્યો. ઘણું દેવાંગનાઓ વિકુવી. સુંદર સંગીતના સૂર છૂટયા. ઝાંઝરના ઝઘુકાર સંભળાવા લાગ્યા. અપ્સરાઓ મધુર કંઠે ગીત ગાવા લાગી. કંઈક એમની સામે આવીને નૃત્ય કરવા લાગી. આ બધું એકલા ભીમસેન રાજાને દેખાય છે ને સંભળાય છે, કારણ કે કસોટી એમની કરવાની છે. આ સમયે ભીમસેન રાજા તે પલાંઠી વાળી આંખ બંધ કરી આત્મસાધનામાં લીન બનેલા હતા.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy