SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિત કરવું નથી. વિનયનું મન વૈરની વણઝારથી પાછું વળ્યું. એમનું મન શાંત થઈ ગયું, અને તલવાર પાછી મ્યાનમાં મૂકી દીધી. થોડી વાર પછી રાજા બેબાકળા જાગી ગયા. એમના મેં ઉપર ગભરાટ અને આંખેમાં ઉદ્વેગ જોઈને વિનયે પૂછયું મહારાજા ! આપ આમ અસ્વસ્થ કેમ બની ગયા? અને શરીર કેમ ધ્રુજે છે? રાજાએ કહ્યું મને ઊંઘમાં એવું સ્વપ્ન આવ્યું કે જાણે કોઈએ મારા ઉપર તલવારને ઘા કર્યો ન હોય! એટલે હું બેબાકળે જાગી ગયે પણ જાગે એટલે જોયું કે હું તે મારા વિનયના મેળામાં સૂતે છું. મારા ઉપર તલવારને ઘા કરનાર કોણ છે? આ તે માત્ર સ્વપ્ન હતું. સ્વપ્ના કંઈ છેડા સાચા હોય ! વિનયે કહ્યું બાપુ! એ સ્વપ્ન ન હતું, સત્ય હતું. ત્યાં રાજા ચમકયા. હું સત્ય હતું? કેવી રીતે? તે તું મને જલ્દી કહે. વિનયે રાજા પાસે કરેલો ખુલાસો”:- વિનયે શાંતિથી કહ્યું–મહારાજા! હું આપને સત્ય વાત કરી દઉં છું કે હું સોમપુરના સેમસેન રાજાને પુત્ર છું. આપે અમારા નગર ઉપર યુદધ કર્યું, પછી બચવાની બારી ન હોવાથી અમે સુરંગદ્વારા નાસી છૂટયા. સાંભળવા મુજબ આપે મારા માતા-પિતાને ફાંસીએ ચઢાવી દીધા છે. હું ફરતો ફરતે અહીં આવ્યો ને આપની અશ્વશાળામાં કરી રહ્યો ને આપને માનીતે સારથિ બન્યો. આજે આપ મારા ખોળામાં સૂતા હતા ત્યારે મને વૈરનો બદલો લેવાની ઈચ્છા થઈ તેથી મેં આપની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને આપનું ડોકું ઉડાવવા ઉગામી ખરી, પણ તે વખતે મને મારા પિતાજીએ આપેલી હિતશિખામણ યાદ આવી. તારા પિતાજીએ શું શિખામણ આપી હતી? વિનયે કહ્યું, મારા માતા પિતાએ મને કહેલું કે “અરે શમે વૈર ન શમે વૈર વૈરથી.” આ શબ્દો યાદ આવ્યા એટલે મેં આપની હત્યા કરવાને વિચાર છેડી દીધું ને તલવાર મ્યાન કરીને મૂકી દીધી ને થોડી વારમાં આપ જાગી ગયા. વિનયની પવિત્ર ભાવનાથી રાજાને થયેલ પશ્ચાતાપ –” આ શબ્દો સાંભળી રાજા વિનયને વહાલથી ભેટી પડયા. અવૈરના અમૃતથી વૈરી વહાલે બની ગયે ને બેલ્યા બેટા! ખરેખર, તારા પિતાજી બહુ સજજન હતા. મેં દુષ્ટ રાજ્યના લેભમાં આવા પવિત્ર રાજાને મારી નાંખ્યા. એમનું રાજ્ય પડાવી લીધું છતાં એમણે તને કેવી સુંદર શિખામણ આપી અને તે એને હૃદયમાં અવધારી તે હું જીવતે રહી શક્યો. હું કે પાપી ! મને ધિક્કાર છે! હું રાજ્ય લઈને જંપ્યો નહિ પણ પાછા એમને ફાંસીએ ચઢાવ્યા. મેં બહુ મોટી ભૂલ કરી છે બેટા! મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કર. વૈરની પરંપરા બાંધીને કેઈ સુખી થઈ શકતું નથી. હવે આપણે વૈર-ઝેર છોડી દઈ મૈત્રીભાવ બાંધીએ. એમ કહીને ભીમસેન રાજાએ પોતાની કુંવરીને વિનયકુમાર સાથે ખૂબ ધામધૂમથી પરણાવી અને એને સોમપુરનું રાજ્ય સોંપી દીધું ને શુભ દિવસે તેને રાજ્યાભિષેક કર્યો. વિનયકુમાર પણ માતાપિતાની માફક ધમષ્ઠ હતે. કમની શા. ૧૦૫
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy