SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૧ શારદા સિદ્ધિ બેટા ! તું અહીંથી કયાંક નાસી જા. આ પુત્રનું નામ વિનયકુમાર હતું. ખરેખર એનામાં વિનયને મોટો ગુણ હતે. એ માતા-પિતાને ખૂબ વિનય કરતે હતે. વિનયવંત એવા વિનયકુમારે કહ્યું પિતાજી! તમારે માથે મેત ઝઝૂમતું હોય ને હું નાસી જાઉં! રાજાએ કહ્યું. બેટા! તું જીવતે હઈશ તો કયારેક આપણું રાજ્ય મેળવી શકીશ અને અને રાજ્ય નહિ મળે તે આત્માનું કલ્યાણ તે થશે! માટે તું ચાલ્યું જા. માતા પિતાએ ખૂબ કહ્યું એટલે અનિચ્છાએ જવા તૈયાર થયો. જતાં જતાં માતા-પિતાને છેલા પ્રણામ કરે છે ત્યારે માતા પિતાએ કહ્યું. બેટા! તારામાં જે વિનય છે તે સદા રાખજે. વિનયથી વૈરી પણ વહાલ થઈ જાય છે. દુશ્મન દેસ્ત બની જાય છે. બીજું અમે તને એક મંત્ર કહો કે જડીબુટ્ટી કહો તે આપીએ છીએ. તે તું સદા તારી પાસે રાખજે. એનું સદા તું રટણ કરજે. “અરે શમે વેર ન શમે વેર વેરથી, આ વચન તું તારા હૃદય પટ પર કોતરી લેજે અને વેરઝેર વધે તેવું કાર્ય કરીશ નહિ. અપકારીને પણ ક્ષમા આપજે. જા. ભગવાન તારું રક્ષણ કરશે. જલદી ચાલ્યા જા. એમ કહી આશીર્વાદ આપીને પુત્રને રવાના કર્યો ને થોડી વારમાં ભીમસેન રાજા સૈનિકે સાથે આવી પહોંચ્યા, અને રાજા રાણીની ધરપકડ કરીને લઈ ગયા ને એમને ફાંસીએ ચઢાવવાને હુકમ કર્યો. ધર્મના સ્વરૂપને સમજેલા રાજા રાણીને મરણને ડર, ન લાગે કે આર્તધ્યાન પણ ન કર્યું. એ તે એક જ વિચાર કરવા લાગ્યા કે બંધ સમયે જીવ ચેતીએ, ઉદયે શે સંતાપ હે જીવાત્મા! જ્યારે કર્મ બાંધ્યા ત્યારે હસતા હસતા બાંધ્યા હતા. તે હવે એ ઉદયમાં આવ્યા છે તે તું હસતા હસતા જ ભેગવી લેપૂર્વભવમાં આપણે એમને ફાંસીએ ચઢાવ્યા હશે એટલે એ આપણને ફાંસીએ ચઢાવે છે. આટલા માટે ભગવાને કહ્યું છે કે કોઈ જીવ સાથે વેર કરશો નહિ. વૈર કરશે તે વૈર ભેગવવા પડશે, માટે આપણે આ ભવમાં વૈર બાંધવું નથી. ઉદયમાં આવેલા કર્મોને સમતાભાવે વેદી લઈએ. બંધુઓ! વૈરને વિપાક બહુ ભયંકર હોય છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે वेराई कुबइ वेरी, तओ वेरेहिं रज्जइ । વાવેવા ય બારમાં, ડુવાવ તા બંતા | અ ૮ ગાથા | જીવહિંસા કરવાવાળા પુરૂષે મૃત્યુ પામનાર જેની સાથે અનેક જન્મને માટે વૈર બંધન બાંધે છે અને એ જ ભવમાં કે બીજા ભવમાં એ જ ઘાત કરનારા અને મારે છે. ત્રીજા ભવમાં ફરી મરનાર જીવ મારનારને મારે છે. આવા પ્રકારે વૈરની પરંપરા ચાલતી રહે છે. જીવહિંસા પાપને ઉત્પન્ન કરનારી છે. તેના વિપાકે દુઃખરૂપ હોય છે, અશાતા રૂપ હોય છે માટે આવું જાણુ સજજન પુરૂષોએ હિંસાથી દૂર રહેવા ઉપયોગ રાખવે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy