SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૮૨૭ ફરી શકે છે. રાજાને હુકમ પણ પ્રજાની આજીજીથી કે સન્ત પિકારથી બદલાઈ જાય છે, પણ મૃત્યુને હકમ કેઈથી બદલી શકાતું નથી. જે ઘડીએ અને જે પળે જેને હુકમ થયો તે જ ક્ષણે તેને આધીન થવું પડે છે. મૃત્યુ એ વિચાર નહિ કરે કે આ બિચારો માણસ યુવાન છે, ગઈ કાલે જ પરણે છે. એના જવાથી આખા કુટુંબનું શું થશે? એવી દયા પણ નહિ ખાય કે આની પાછળ એની બાળ ને જીવનપર્યત વૈધવ્ય પાળવું પડશે. તેને આંધળા વૃદ્ધ માતા પિતાનું શું થશે ? બધા બિચારા નિરાધાર બની જશે. મૃત્યુને એક નાનકડા કુલ જેવા બાળકને ઉપાડતા જેટલી વાર લાગે છે એટલે જ વખત હજારો અને લાખે માણસના લશ્કર વચ્ચેથી એક સરદારને ઉપાડી જતા વાર લાગશે. મૃત્યુ કોઈની શરમ નહિ રાખે કે કોઈનાથી દબાશે નહિ. ___ "न विज्जई सो जगति पदेसेो यथढियं नोपसहेय्य मच्चू" । સંસારમાં એવું કેઈ સ્થાન નથી કે જ્યાં રહેનારને મૃત્યુ દબાવે નહિ, એટલે કે આ જીવને સર્વત્ર મૃત્યુને ભય રહે છે. ચિત્તમુનિ કહે છે કે હે બ્રહ્મદત્ત ! તું એમ ન માનીશ કે હું છ ખંડને સ્વામી છું મારા તાબામાં ઘણાં માણસે છે, મારું કુળ મટું ને ઉત્તમ છે, મારે સગાવહાલા ઘણું છે. મારી પાસે ધનનું જોર છે, આટલા દે મારી સેવામાં હાજર છે, મારી પાસે ચૌદ રત્ન અને નવ નિધાન છે. તે સિવાય બીજી સંપત્તિને પાર નથી. તે મને શી ચિંતા છે? મારે શેને ભય છે? પણ વિચાર કર. જ્યારે મૃત્યુ આવશે ત્યારે પેલા મૃગલાની જેમ તારા સગા વહાલા બધા દૂર ભાગી જશે. એની આગળ તારું કે કેઈનું જેર નહિ ચાલે, માટે એક ક્ષણને પણ વિશ્વાસ રાખ્યા વિના જે અંત સમયે સાથે આવે એવા ધર્મનું શરણું અંગીકાર કરી લે. જેને તે મારા માન્યા છે તે જડ પદાર્થો તને શરણદાયક નહિ બને, માટે આ ઈન્દ્રિયેના વિષયે અને એને પૂરા કરનાર સાધનને મોહ છોડીને ત્યાગના પંથે આવી જાઓ. આ ઈન્દ્રિયેના વિષમાં, મોજમઝામાં ને ભેગ સુખમાં આત્માને ભૂલી જવાય છે. જ્યાં જડને ખીલવવાના હેય, એની માંગણી પૂરી કરવાની વિચારણાઓ ચાલતી હેય, ત્યાં ચેતનના વિચાર કયાંથી આવે ? જ્યાં મધુબિંદુ સમાન ભેગેની મીઠાશ ચાખવી હોય ત્યાં ત્યાગની મીઠાશ ચાખવાનું સ્વપ્ન પણ કયાંથી યાદ આવે ? એ માટેની વિચારણા પણ કયાંથી થાય ? જે આત્મકલ્યાણ કરવું હોય તે જૈન શાસનને સમજે જિનેશ્વર પ્રભુના હિતકારી, કલ્યાણકારી વચનેને સમજે. તે જીવનમાં આત્મહિતકારી કેટલીય વિચારણાઓ થશે પણ એ કરવા માટે બહારમાંથી અંદરમાં આવવું પડશે. ઈન્દ્રિયને બહુ બહેલાવવા અને એની સંભાળ લેવા કરતા પિતાના અનંતકાળના દુઃખી આત્માની સંભાળ લેવાની જરૂર છે. આત્મચિંતા માટે આટલું સૂત્ર ગોખી રાખો કે જેટલા પ્રમાણમાં ઈન્દ્રિયોને અનુકૂળ વિષમાંથી રોકીશ એટલા પ્રમાણમાં
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy