SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિિ ૮૨૫ મધુએ ! અનત કાળ ચક્રમાં આવી તા અનત અનંત જીવનનાવા આ જીવરૂપી નાવિકના પ્રયત્ન, પુરૂષાથ અને સાવધાનીથી સસાર સાગરને પેલે પાર પહેાંચી ગઈ છે, પણ આપણી જીવન નાવ હજુ મધદરિયે ઝોલા ખાઈ રહી છે, અને એ પણ ડૂખી કે ડૂબશે એવી ભયજનક સ્થિતિમાં છે એનું કારણ શુ' ? એ શેાધવુ' પડશે. વિચાર કરો, નિંગાના ખદરેથી ઉપડેલી આપણી જીવન નૌકા એકેન્દ્રિય, એઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પચેન્દ્રિય જેવા પાંચ મેટામેટા ખડદાને પસાર કરીને આજે સ'જ્ઞી પૉંચેન્દ્રિય મનુષ્યના બંદરે આવીને સહી સલામત ઉભી છે. જો માનવ ધારે તે એની જીવનનાવને આ મનુષ્ય ભવ રૂપ બંદરેથી અ ંતિમ મઝીલ મેાક્ષ નગર તરફ સડસડાટ દોડાવી શકે છે, પણ અફસોસની વાત છે કે આજે બધી જાતની અનુકૂળતા મળી હાવા છતાં નાવિકને એની નાકાની ચિંતા નથી. ભલે ને, નૌકા સામા કિનારે પહેાંચે કે મધદરિયે ડૂબી જાય પણ એ તા માહ મસ્તીની મદિરાની પ્યાલી પીને ભાગવિલાસની મસ્તીમાં મસ્તાના બનીને સૂતા છે. જીવનરૂપી આકાશમાં મેાતના ઘમઘાર અષાઢી વાદળા ચઢી આવ્યા છે. એક બાજુ આધિ, વ્યાધિ અને ઉપાધિની વિજળી ઝબૂકી રહી છે અને એ ભય‘કર ગડગડાટ કરીને આકાશને ગભીર અને ભયાનક બનાવી રહી છે. નાવ મધરિયે છે ને કિનારો હજી દૂર છે, પણ કિનારે ઉભેલા મહાનપુરુષ વીતરાગ વાણીની સીસેાટી મારીને નાનના નાવિકને સાવચેત કરી રહ્યા છે ને કહે છે હે નાવિક ! ઉઠે ઉભા થા, સજાગ અને સાવધાન બન. મેાહની પથારીમાં પાઢવાને આ સમય નથી, અનુકૂળ સામગ્રીના પવન વાઈ રહ્યો છે. તારી જીવન નૌકાના ધમ અને મોક્ષ પુરૂષાર્થાંના એ શઢ ખુલ્લા મૂકી દે અને જ્ઞાન દન–ચારિત્રના હૅલેસા મારીને તારી જીવનનૈયાને હંકાર, અનંત જ્ઞાન, અનંત દર્શીન, અનંત ચારિત્ર અને અનંત સુખના અક્ષતથી વધાવવા અને તારુ સ્વાગત કરવા અમે ઉભા છીએ. તુ જલ્દી આવ. આ કિનારો સામે જ દેખાય છે. સામે કિનારે ઉભેલા સ'સારી જીવાને સંતપુરૂષા કહે છે પણ નાવિક જાગે તે ને? એ તા કિનારે ઉભેલાને સામેથી કહે છે કે તમારું સુખ તમને મુખારક રહે. મારે તમારા અક્ષય સુખની જરૂરત નથી, મરિચે મેાહની મીઠી નિદ્રા લેતા મને જગાડશે નહિ, ધ કર્માંની વાતા હું માનતા નથી. મને એમાં રસ નથી. પુણ્ય-પાપ–સ્ત્રગ–નરક અને મેક્ષ આ બધુ' મને તેા હુંબક લાગે છે માટે હું છું ત્યાં બરાબર છું. તમે કોઈ મને ત્યાં ખેલાવશે નહિ. આટલુ કહીને જાગૃત બનેલા નાવિક માહની પથારી પાથરીને પાછે મઝાથી 'ધી જાય છે. સતપુરૂષો એની દયા ખાય છે કે કેટલાંય જીવાની નાવડી કિનારે પહેાંચી ગઈ અને આ બિચારા જીવની નાવ હજી મધદરિયે ઝોલા ખાય છે. કોણ જાણે એ કયારે કિનારે પહેાંચશે ? સંસાર સાગરમાં સફર કરતી આપણી જીવનનૈયા આજે મધદરચે ઝોલા ખાઈ રહી છે, અને સ'સાર સાગરને કિનારે પહોંચેલા સન શા. ૧૦૪
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy