SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ८२२ બંધ કરી નવકાર મંત્રના સ્મરણમાં લાગી જાઉં. હું મનુષ્ય જેવી સાધના તે નહિ કરી શકું પણ મારાથી જેટલું બને તેટલું તે હું અવશ્ય કરી લઉં. આમ વિચાર કરીને વાનરે ત્યાં અનશન કર્યું અને નવકારમંત્રના ધ્યાનમાં લીન બની ગયું. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરીને પાછે દેવલેકમાં ગયે. દેવાનુપ્રિયે! આ દષ્ટાંતમાંથી આપણે તે એ સાર ગ્રહણ કરવાને છે કે પરભવમાં પિતાને ધર્મ ઉદયમાં આવે તે માટે જેમ દેવે પોતાના વિમાનમાં ઠેકાણે ઠેકાણે નવકારમંત્ર કેતય, વારંવાર એના દર્શન અને સ્મરણથી વાનરના ભાવમાં પણ એને આત્મા જાગ્રત બ, એવી જ રીતે તમારા જીવનમાં પણ તમે નવકારમંત્રને એવી રીતે કેતર્યા છે કે પરભવમાં પણ એના સંસ્કારની અસર થાય ? જે કટોકટીમાં અંતકાળે અને પરલેકમાં ખૂબ લાભદાયી બને. તમારા ઘરમાં પણ નવકારમંત્ર કયાંય કતરેલા છે કે જ્યાં દષ્ટિ પડે ત્યાં નવકારમંત્ર ગણવાનું મન થાય? જેની રગેરગમાં નવકારમંત્ર વણાઈ ગયે હોય એને તે ઉધાર થઈ જાય છે કારણ કે નવકારમંત્ર એ સર્વ મંત્રમાં શ્રેષ્ઠ મંત્ર છે. નવકારમંત્ર એ આપણા ઈષ્ટદેવ તથા ગુરૂ ભગવંતના નામ સ્મરણ મહામંત્ર છે. એના જાપથી પંચ પરમેષ્ઠિના નામનું સ્મરણ અને નમસ્કાર એમ બે શુભ ક્રિયાઓ થાય છે. એના ફળ રૂપે મંગલની પ્રાપિત, વિદનેને નાશ, કર્મોને ક્ષય, જગતમાં પૂજ્ય એવા ઉત્તમોત્તમ વ્યક્તિઓને વિનય વિગેરે અગણિત લાભે થાય છે તેથી જ્ઞાની ભગવતેએ અનેક ધાર્મિક વિધામાં તેમજ સાંસારિક કાર્યોના પ્રારંભમાં પણ નવકાર મહામંત્રનું સ્મરણ કરવાનું ફરમાવ્યું છે. આમાંથી કેટલા શ્રાવકેને એ નિયમ છે કે મારે નવકારમંત્રનું સ્મરણ કર્યા વિના દૂધ પીવું નહિ? તમે ક્ષણે ક્ષણે નવકારમંત્રનું સ્મરણ કરતા રહેશે તે આ લેકમાં તે એને સ્મરણના પ્રભાવથી તમારા વિદને નાશ થશે, મનને શાંતિ મળશે અને પરલેકમાં પણ મહાન સુખ આપનાર બનશે. જુઓ તે ખરા, એમાં કેટલી તાકાત છે ! એક વખત એક રાજા મોટી સભા ભરીને બેઠા હતા. સાથે એની યુવાન કુંવરી બેઠેલી હતી. એમાં રાજાને જોશથી છીંક આવી એટલે ગામના નગરશેઠ દૂર બેઠા હતા. એમના મુખમાંથી “નમો અરિહંતાણું” શબ્દ નીકળી ગયો. વિચાર કરે. આ નગરશેઠના જીવનમાં નવકારમંત્રનું કેટલું રટણ હશે! ઘણી વાર એવું બની શકે કે પિતાને છક આવે તે “નમો અરિહંતાણું” શબ્દ બોલાય પણ બીજાને છીંક આવે તે “નમે અરિહંતાણું” બલવાનું યાદ ન આવે. રાજાને છીંક આવી અને નગરશેઠ “નમો અરિહંતાણું” બેલ્યા એ સાંભળીને રાજકુમારીને મૂછ આવી ગઈ એટલે બધાના મનમાં થયું કે આ શું? પણ રાજકુમારીને એ સમયે જાતિસ્મરણ જ્ઞાન થયું. એણે જ્ઞાનમાં જોયું કે પોતે પૂર્વભવમાં સમડી હતી. કોઈ પારધીએ તીર મારીને એને વીંધી નાંખી, તેથી તરફડતી જમીન ઉપર પડી હતી. તે સમયે એક જૈન સાધુ ત્યાંથી પસાર થયા. એમણે એ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy