SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ તમે પુણિયા શ્રાવકની વાત તે સાંભળી છે ને? પુણિયે શ્રાવક કંઈ પહેલેથી ગરીબ ન હતું. પહેલા તે એ મહાસુખી અને શ્રીમંત પુનમચંદ નામે શેઠ હતા. પાસે પૈસે ખૂબ હતે છતાં સામાયિક, પ્રતિક્રમણ વિગેરે ધર્મારાધના ખૂબ કરતું હતું, પણ એનું મન સ્થિર રહેતું ન હતું. તે એક વખત ભગવાનની વાણી સાંભળવા ગયેલે. ભગવાને દેશનામાં ફરમાવ્યું કે જે મનુષ્ય ચિત્તની સ્થિરતાપૂર્વક ધર્મની આરાધના કરે છે તેને મહાન લાભ મળે છે. આ સાંભળી પુનમચંદ શ્રાવકે ભગવાનને પ્રશ્ન કર્યો કે હે ભગવંત! હું સામાયિક–પ્રતિક્રમણ વિગેરે ધર્મક્રિયાઓ કરું છું, માળા ગણું છું, સ્વાધ્યાય-યાન વિગેરે કરું છું પણ એમાં મારું મન સ્થિર રહેતું નથી. તો પ્રભુ મારે ચિત્તની સ્થિરતા લાવવા માટે શું કરવું ? ચિત્ત સ્થિર કેવી રીતે બને? ત્યારે ભગવાને કહ્યું આરંભ પરિગ્રહ ઘટાડે. પરભાવ છોડી સ્વભાવમાં આવે. - પુનમચંદ શ્રાવકે હર્ષભેર કહ્યું ભગવંત! બસ, હવે મને માર્ગ મળી ગયે. મારા રેગનું નિદાન થઈ ગયું. હવે હું આરંભ પરિગ્રહ ઓછા કરી નાંખીશ. એમ કહીને ઘેર ગયે. ઘેર જઈને એમની પત્નીને પૂછે છે કે બોલે, તમારે શું જોઈએ? ભવથી તારણહાર મહાન ધર્મસંપત્તિ જોઈએ છે કે ભાવમાં ભમાવનારી અર્થસંપત્તિ જોઈએ છે ? એમની પત્ની પણ મોક્ષની રૂચીવાળી હતી, તેથી બોલી અનંત ઉપકારી દેવ-ગુરૂ . અને ધર્મ મળ્યા પછી પણ જે આપણે ભવભવની ઘાણીમાં પલાવાનું હોય તે એવી અર્થ સંપત્તિ મારે નથી જોઈતી. જીવન તે જોતજોતામાં પાણીના પૂરની જેમ ચાલ્યું જશે, અને અર્થસંપત્તિના ઢગલા અહી પડયા રહેશે, માટે આપણે તે સાચી ધર્મસંપત્તિ જોઈએ. જુઓ, આ શ્રાવિકાને પણ ધર્મની કેવી લગની હશે ! બેલે, ઘેર જઈને તમે પૂછશે ને ? (હસાહસ) પત્નીના શબ્દોથી પુનમચંદ શેઠ તે પ્રસન્ન થઈ ગયા ને પોતાની બધી સંપત્તિ છૂટા હાથે દાનમાં વાપરી નાંખી. વાડી–ગાડી-બંગલા અને દુકાન બધું કાઢી નાંખ્યું ને એક નાનકડા ભાડૂતી મકાનમાં રહેવા લાગ્યા. મૂડીમાં ફક્ત બે આના રાખ્યા. બે આનાનું રૂ લાવીને એમાંથી પૂણીઓ બનાવીને વહેપારીને આપીને તેની મહેનતના ફળમાં જે મળે તેમાં જીવન ચલાવવાનું. પૂણીઓ વણને જીવનનિર્વાહ કરતા હોવાથી જગતમાં પુણીયા શ્રાવક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. કે ધર્મને રંગ ! અને કે ત્યાગ! આવા શ્રાવકનું જીવન તમે નજર સમક્ષ રાખે. એ જ અરસામાં શ્રેણીક રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! હું મરીને કયાં જઈશ ? ત્યારે ભગવાને કહ્યું કે હે શ્રેણુક ! તમે નરકમાં જશે, ત્યારે શ્રેણીક રાજાએ ભગવાનને કહ્યું હે પ્રભુ! હું નરકમાં ન જાઉં તે માટે કંઈક ઉપાય બતાવે. ભગવાન તે જાણે છે કે નિકાચિત કર્મને બંધ પડે હોય તે કઈ કાળે છૂટે તેમ નથી. એ કમેં તે ભગવે જ છૂટકે છે, પણ શ્રેણીક રાજા ખૂબ કરગર્યો ત્યારે માત્ર
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy