SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૬ શારદા સિદ્ધિ તરવાને માર્ગ બતાવ્યું. હું આપને કેટલે ઉપકાર માનું ! અનંત કાળથી સંસારમાં ભટક્તા જીવે અનંતી વખત જન્મ લીધા અને વિષયરંગમાં રગદોળનારા પતિ તે અનંતા મળ્યા, પણ પરણીને નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરાવી ચારિત્રના માર્ગે ચઢાવનાર સૌભાગી પતિ તે મહાન પુદય હોય ત્યારે મળે છે. આમ કહીને કૃતજ્ઞતાથી વારંવાર લળીલળીને પતિને વંદન કરવા લાગી અને પછી સાદવજીની પાસે પિતે ચારિત્ર અંગીકાર કરી લીધું ને આત્માનું કલ્યાણ કર્યું. અહીં ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સંસારની ક્ષણિકતા સમજાવતા કહે છે તે ચકવતિ! તમે જેમાં સુખ માને છે એ બધું ક્ષણિક છે. એવું સમજીને મોહ છોડી આત્માનું શ્રેય કરવા ચારિત્રના માર્ગે આવી જાઓ. અત્યારે નહિ સમજે તે પાછળથી પસ્તાવો થશે પણ જેનું ચૈતન્ય ધબકતું નથી તેવા બ્રહ્મદત્તને આ વાત સમજાતી નથી. હજુ ચિત્તમુનિ શું કહેશે તે અવસરે. વ્યાખ્યાન નં. ૮૫ આ વદ ૧૧ ને મંગળવાર તા. ૧૬-૧૦-૭૯ અનંતજ્ઞાની ભગવંતે જગતના જીને મંગલ વાણુ દ્વારા સમજાવે છે કે અનેક પ્રકારના અમંગલેથી ભરેલા સંસારથી મુક્ત બની મહા મંગલકારી મેક્ષમાં જવા માટે આ મંગલકારી માનવભવ મળે છે. તેમાં બને તેટલે પુરૂષાર્થ કરી લે. દરેક આસ્તિક અને મોક્ષમાં જવાની ઈચ્છા હોય છે. તે સૌથી પ્રથમ એ વિચારવાની જરૂર છે કે સંસાર ક્યા કારણથી ચાલ્યો આવે છે અને કયા કારણથી સંસારને અંત આવે છે ? તે જ્ઞાની પુરૂષ કહે છે કે “નાથ મૂા સંત નાયા વિરતિમr » સંસારન મૂળ કારણ રાગ-દ્વેષકોધ-માન-માયા-લેભાદિ કષાય છે અને એ કષાયે ઈન્દ્રિયોના વિષયેની સાથે બંધાયેલા છે અર્થાત્ એને આશ્રીને રહેલા છે, કારણ કે વિષયની પૂતિ કરવા માટે કષાયો જન્મે છે. કષાયોથી છૂટકારો એ મેક્ષ છે. કષાયોના કારણે સંસાર છે. કષાયોના ત્યાગ સિવાય સંસાર ટળવાને નથી. જિનવચનમાં શ્રદ્ધાવંત અને અવિનાશી આત્માને માનનારો મનુષ્ય નાશવંત પદાર્થો માટે રાગ-દ્વેષાદિ કષાયો કરીને સંસારની પરાધીન, નિરાધાર અને દુઃખગ્રસ્ત સ્થિતિમાં ભટકવાનું પસંદ ન કરે. એ તે અનાદિકાળથી આત્મા ઉપર ઘર કરીને બેસી ગયેલા કષાયોને દૂર કરી મોક્ષમાં જઈને શાશ્વત સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે પણ એ કષાયો કેવી રીતે દૂર કરવા ? તે મહાન પુરૂષે માર્ગ બતાવતાં કહે છે કે હે જીવાત્મા ! સંસાર પ્રત્યે જે ઉદાસીનભાવ આવી જાય તે કષાયોનું મૂળ કપાયા વિના રહે નહિ. કષાયેનું મૂળ કપાય તે મોક્ષ થાય. “ખીયે માર્ગ શિવનગરને, જે ઉદાસીન પરિણામ રે, તેહ અણુ છોડતા ચાલીએ, પામીએ જિન પરમધામ રે,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy