________________
८०४
શારદા સિદ્ધિ કરવાની જરૂર જ ક્યાં છેઆપણું ગુપ્તચરો જે સમાચાર લાવ્યા છે તે ઉપરથી તે એમ જ લાગે છે કે કાકા આપને ઝંખી રહ્યા છે એટલે તેઓ આપણે જઈશું કે આપણી સામે આવીને આપણને રાજ્ય સેંપી દેશે, માટે હવે અમે રોકાવાના નથી. અમારે તે હવે મોટું સૈન્ય લઈને જલદી ઉજજેની નગરી તરફ પ્રયાણ કરવું છે. પુત્રોને ઉજજૈનીનું રાજ્ય મેળવવાની તીવ્ર ભાવના છે અને ભીમસેનને ભાઈની સામે યુધ્ધ કરવાની બિલકુલ ઈચ્છા નથી પણ દેવસેન અને કેતુસેન સામે એનું ચાલે તેમ નથી. હવે એ શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૪ આસે વદ ૮ ને રવિવાર
તા. ૧૪-૧૦-૭૯ સુજ્ઞ બંધુઓ. સુશીલ માતાઓ ને બહેને! પરમ તારક ભગવંતોએ જગતના જીવને સાચી જ્ઞાનદષ્ટિ આપીને ફરમાવ્યું કે આ સંસાર અનાદિને છે અને અનાદિ કર્મ સાગથી જીવને વળગ્યા છે, પણ સંસાર એ જીવનું સ્વરૂપ નથી, પણ વિરૂપ છે. જીવનું સાચું સ્વરૂપ મોક્ષ છે. સંસારમાં જીવ પુણ્યથી સુખ પામે છે ને પાપથી દુઃખ પામે છે. જીવ પિતાની અજ્ઞાનતાના કારણે સુખમાં મોજમઝા ઉડાવીને સંસારમાં ભટકે છે. જે આત્માને શ્રી અરિહંત ભગવંતેની સાચી ઓળખાણ થાય છે તેવા આત્માઓ ખરેખર તેમની આજ્ઞાનું પાલન કરી શકે છે. જેના હૈયામાં ભગવાનનું સ્થાન હોય તેને પૈસે પાપ રૂપ લાગે છે. પાંચમું પાપ પરિગ્રહ છે. પરિગ્રહને પાપ તે બધા દર્શનકારોએ માન્યું છે. જેને પિસે એ પાપ રૂપ ન લાગે એ જૈન તે નથી, પણ એનામાં આર્યપણાને ય અભાવ છે એમ કહી શકાય. પૈિસાને ભગત કેઈને સાચે ભગત બની શકે નહિ. પૈસાને ભગત સાધુને પણ બગાડે છે. ધન મેળવવા માટે આજે કેટલીય હિંસા વધી ગઈ છે. જઠનું સામ્રાજ્ય ફેલાયું છે, અને ચેરી સાર્વત્રિક બની ગઈ છે. આ બધાનું મૂળ કારણ પૈસે એ પાપ છે એમ લાગ્યું નથી, અને પૈસાથી મળતું સુખ ખરાબ લાગ્યું નથી તે છે.
જગતના છે જે જાતનું સુખ ઈચ્છે છે તે સુખ શાશ્વત નથી. સંસારમાં જે સુખ છે તે દુઃખથી ભરેલું છે. અલ્પકાળ રહેવાવાળું ને અધૂરું છે. જ્યારે મોક્ષમાં જે સુખ છે તેમાં લેશ માત્ર દુઃખ નથી. સદાકાળ રહેવાવાળું છે ને સંપૂર્ણ છે. દરેક જીવને આવું સુખ જોઈએ છે પણ આવું સુખ સંસારમાં નથી. સંસારનું સુખ તે પરતંત્ર છે, દુઃખમિશ્રિત, થોડો વખત રહેવાવાળું ને અંતે નાશ પામનારું છે. આ સુખ ઉપર જે જે રાગ કરે છે તે બધા સંસારમાં ભમે છે. આ વાત અરિહંત ભગવતેએ જોરશોરથી કહી છે. એ પરમકૃપાળુ ભગવતે ફરમાવે છે કે દુનિયાનું સુખ ભયંકર છે માટે તમે