SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ૨૫ મનુષ્યનું આયુષ્ય પણ ક્રમે ક્રમે ઘટતું જાય છે, પણ છત્મસ્થ જીવોને ખબર નથી પડતી કે તે કયારે જીર્ણ થઈ જશે તેથી શ્રુત ચારિત્રરૂપ ધર્મની આરાધના કરવામાં નિદ્રા, વિકથા આદિપ એક સમય માત્રને પ્રમાદ કરવો ઉચિત નથી. ધર્મની આરાધના કરવા માટે સદા સજાગ રહેવું જોઈએ. આ જીવન કુમપત્રક સમાન ક્ષણભંગુર છે અને પ્રમાદ એ કેવળજ્ઞાનને ધક છે. આ આયુષ્યને વધારવાની કે ઘટાડવાની તાકાત કોઈ જીવના હાથમાં નથી, તેથી આ જીવનને સફળ બનાવવાનું એક માત્ર શ્રેષ્ઠ ઉપાય છે કે તે સમયને ધર્મારાધના કર્યા વિના નિરર્થક વ્યતીત થવા દેવો જોઈએ નહિ. લોકમાં પણ એક રૂપક પ્રચલિત છે ને કે, પીપળ પાન ખરંતા હસતી કુંપળીયા, હમ વીતી તુમ વીતશે, ધીરી બાપલીયા.” વૃક્ષના લીલાછમ ચમકતા પાંદડાઓ નીચે પડેલા જીણું શીર્ણ શુષ્ક પાંદડાઓને કહે છે કે કેમ પડ્યા ને? એમ કહીને ચમકના બહાને એ હસે છે, મશ્કરી કરે છે ત્યારે નીચે પડેલા શુષ્ક પાંદડાઓ એ હસતી કુંપળીઓને કહે છે ભાઈ ! જરા ધીરા પડો. આમ અભિમાને ન ચઢે. તમારી પણ એક દિવસ અમારા જેવી દશા થવાની છે. આ સંવાદ કપિત છે, કારણ કે પાંદડા કંઈ આવું શેડા લે છે. આ તે જીવને સમજાવવા માટે કલ્પિત રૂપક છે. જ્યાં કલિપત હોય ત્યાં સાફ કપિત છે એમ કહેવામાં - આવે છે, પણ બધી કથાઓ કંઈ કહિપત હોતી નથી. બીજે વિભાગ આચરિત કથાને છે. જે બનેલી ઘટનાઓનું કથન કરતી હોય છે તેને આચરિત કથામાં સમાવેશ થાય છે. કેટલીક કથા શ્રવણ કરતા આપણને એમ લાગે છે કે આમ તે કંઈ બનતું હશે? શું આ સત્ય હશે? આ તો કાલ્પનિક લાગે છે. લોકોને સમજાવવા માટે આવી વાત રજુ કરવામાં આવે છે પણ એ બિચારા અજ્ઞાન જીવોને ખબર નથી કે આ કથાઓનું કથન કરનાર કોણ છે? કથન કરનારા મહાજ્ઞાની પુરૂષ છે. ઉપજાવી કાઢેલી કલિપત વાત કહેવાનું એમને શું પ્રયોજન છે? આ જગતમાં શું નથી બનતું ન કલયું, ન ધાયું અશકય બધું બને છે. કર્મની કળા અકળ છે. કર્મથી બધું શકય છે. અશક્ય પણ શકય બને છે, માટે અનંત જ્ઞાનીઓએ કથન કરેલી આપણું મહાપુરૂષોએ શાસ્ત્રોમાં જે કથાઓ રજુ કરી છે તે બધી ઘટિત છે. બનેલી છે એમાં શંકાને સ્થાન નથી. એમને તે લેકાલેકનું દુનિયામાં ઘડી પળે બનતા સર્વ બનાવોનું જ્ઞાન હસ્તામલકવતું હોય છે. જ્ઞાનીઓના જ્ઞાન આગળ આપણું જ્ઞાન સાવ છીછરું કહેવાય. ક્યાં સિધુ અને કયાં બિન્દુ ! કયાં સાગર અને ક્યાં ગાગર ! કેટલાક અણસમજુ માણસો વિના સમજે એમ બોલી ઊઠે છે કે આ તે કથા છે. એમાં શું સાંભળવાનું છે. આમ કહીને કથાનુયોગની અને તેનું કથન કરનારા તીર્થકર દેવેની ઘર અશાતના કરે છે. ખુદ તીર્થકર દેવે ચોથા અનુયોગ તરીકે શા. ૪
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy