________________
૭૬
શારદા સિદ્ધિ વાહ....વાહ કે પ્રશંસાને એક પણ શબ્દ નીકળતું ન હતું. શેઠ તે ગુરૂદેવના મુખેથી બંગલાની પ્રશંસા સાંભળવા તલપાપડ થઈ રહ્યા હતા. શેઠે કહ્યુ-ગુરૂદેવ ! માંગલિક ફરમાવે! એટલે ગુરૂદેવે માંગલિક ફરમાવી, પછી શેઠથી બોલ્યા વિના રહી શકાયું નહિ, તેથી પૂછયું ગુરૂદેવ ! આપ મારા બંગલામાં પધાર્યા ત્યારે આપના મુખ ઉપર જેવા ભાવ હતા તેવા જ ભાવ અત્યાર સુધી દેખાય છે. તે મારો બંગલે આપને કે લાગ્યો ? બંગલે બતાવીને શેઠ શું ચાલે છે એને મર્મ સંત સમજતા હતા, પણ ત્યાગી સંત પુરૂષો મૌન દ્વારા ઘણું બધ આપવાનું સામર્થ્ય ધરાવતા હોય છે પણ ધનના વ્યામોહમાં પડેલા અજ્ઞાન ને એને ખ્યાલ આવતું નથી. આ રીતે શેઠને પણ ખ્યાલ ન આવ્યો એટલે બંગલાની પ્રશંસા સાંભળવાની ઈચ્છાથી પૂછયું કે ગુરૂદેવ ! મારો બંગલે કે બન્યો છે? આમ પ્રશ્ન પૂછીને ગુરૂદેવ શું કહેશે તે સાંભળવા માટે ગુરૂદેવના સામું જોઈ રહ્યા. ત્યાં તે ગુરૂદેવ બોલ્યા.
જૈન મુનિઓ જ્યાં આરંભ સમારંભના કામ હોય, છકાય જીવોની હિંસા થતી હેય એવા કાર્યને કદી સારું કહે નહિ કે ગૃહસ્થના રૂમે રૂમે પગલા કરવા પણ ન જાય. એ તે જે રૂમમાં ગૌચરી લેવાની હોય તે રૂમમાં જાય. એ રૂમમાં પણ એમનું ધ્યાન તે પિતાને જે ચીજ લેવી છે તે સૂઝતી છે કે અસૂઝતી એની એકસાઈ કરવા માટે એ તરફ દષ્ટિ કરે છે. બાકી એ રૂમમાં શું હતું તેની સંતને ખબર હતી નથી, પણ આ તે શેઠની દૃષ્ટિ લાવવી હતી એટલે સંતે આ પ્રમાણે કહ્યું. શેઠ! બંગલે તે બધી રીતે સારો મઝાને થયે છે પણ માત્ર એક ખામી રહી ગઈ છે. ગુરૂદેવ જલદી બતાવે. શું ખામી રહી ગઈ છે? અત્યારે આ બંગલે બાંધનાર કેન્દ્રાકટર અને એના મજુરો બધા હાજર છે એટલે જે ખામી હશે તે તરત દૂર કરી શકશે. આપ આજ્ઞા કરો એટલી વાર છે. •
શેઠના મનમાં એમ હતું કે કઈ બારીબારણાની કે કઈ રંગરોગાનની કે બહુ બહુ તે કઈ નાના મોટા રૂમની વ્યવસ્થામાં ખામી હશે. સંતને તે કેવા રૂમ છે, કેવા રંગરોગાન છે. દરેક રૂમમાં શું શું વસ્તુઓ છે એની પણ ખબર ન હતી પણ પ્રશંસાને અથી પ્રશંસા ઈચ્છતા હોય છે એટલે એ ગુરૂદેવ શું કહે છે તેની રાહ જોવા લાગ્યો. એટલામાં મંદમંદ હસતા ગુરૂદેવ બોલ્યા-શેઠ ! આ ખામી કાંઈ ખાસ મોટી નથી. એને સુધારવા માટે કોન્ટ્રાકટર મજુર કે બીજા કોઈનું કામ પડે એમ નથી. આ બંગલામાં બધું છે પણ એને પૈડા મૂક્યા નથી એટલી જ ખામી છે, માટે જે આને પિડા ચઢાવી દો તે તે એ ખામી દૂર થઈ શકે. આ શેઠ બહુ હોંશિયાર હતા એટલે સમજી ગયા કે ગુરૂદેવ પૈડા મૂકવાના બહાને મને કંઈક કહેવા માંગે છે એટલે ફરીને શેઠે પૂછયું-ગુરૂદેવ ! આપે જે કહ્યું કે હું બરાબર સમજી શક્યો નથી તે કૃપા કરીને મને ફરીથી આપ સ્પષ્ટ ભાષામાં કહે,