________________
શારદા સિદ્ધિ
ભીમસેનના દુઃખની કહાની સાંભળીને અજિંક્ય રાજાની આંખમાં આંસુ આવી ગયા. છેવટે જ્યારે ભીમસેને ધનસાર શેઠે તલવાર અને હાલ લઈ લીધી તે વાત કરી ત્યારે એમની આંખે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અહે! એ ધનસાર શેઠે આવે જુલમ કર્યો? મારે એને બરાબર શિક્ષા કરવી પડશે. અજાણ્યા પરદેશીઓને આ રીતે લૂંટનાર પ્રજાજનેને તે સખત શિક્ષા કરવી જોઈએ. અરિજય રાજાને ખૂબ ગુસ્સે આવ્યો છે પણ દયાળુ ભીમસેન મામાને શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૭૮. આસે વદ ૨ ને રવીવાર
તા-૭-૧૦-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની તીર્થકર ભગવતેએ જગતના જીવને આત્મકલ્યાણને માર્ગ સમજાવતાં કહ્યું કે હે આત્માઓ જે તમારે આ લેકમાં ને પરલોકમાં સુખી થવું હોય તે ઘર જે આત્માનું દમન કરવું જોઈએ. આત્માનું દમન એટલે શું? આત્મા ભૌતિક સામ્રાજ્યના આદેશ પાછળ રાંક થઈને મજુરી કરે છે તેને અટકાવ, તેને કબજામાં લે અને આધ્યાત્મિક * સામ્રાજ્યના કર્તવ્યમાં ઓતપ્રેત કરી દે. આત્મિક ગુણ રૂપી સંપત્તિ મેળવવામાં પુરૂષાર્થ કરે, ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની ચિંતા છેડી દઈ આંતરિક તૃતિ કેળવવામાં પ્રયત્ન કરે, અજ્ઞાન અને મિથ્યાજ્ઞાનની પ્રવૃત્તિ ઓછા કરતા જવું ને જ્ઞાનની સુંદર રૂચી અને પ્રવૃત્તિ વધારતા જવી, કષા, સંજ્ઞાઓ, વિકથાઓ, અશુભ ધ્યાન ઈત્યાદિ અશુભ ભાવોમાં રમતા પિતાના આત્મા ઉપર કડક અંકુશ મૂકી, ક્ષમાદિ ભાવ, દાનાદિ ગુણે, નિઃશલ્યતા, શુભ ધ્યાન વગેરે શુભ ભાવમાં લયલીન બનવું. પાંચે ઈન્દ્રિયોને પિતાના વિષયો તરફથી પાછી વાળી ઈન્દ્રિયનું દમન કરવું. જે ઈન્દ્રિયોનું દમન ન કર્યું અને એને મન ગમતું મળ્યું ત્યાં વળગવા દીધી તે બાર વાગી જવાના.
જ્યારે જીવને આત્મદમનને મા સમજાશે ત્યારે એના મનમાં એવા સુંદર ભાવ આવશે કે શા માટે આવી ઈન્દ્રિયને જ્યાં ત્યાં ફેરવવાની ગેઝારી રમત કરી રહ્યો છું! શા માટે આ વિષય સારો ને આ ખરાબ, આ લઈ લઉં ને આ ફેંકી દઉ એવા અજ્ઞાનતાના ધેરણ બાંધી એને મહત્ત્વ આપી રહ્યો છું ! અક્કલ વગરની અને મૂઢ ઈન્દ્રિયની ગણત્રીએ શું ચાલવું! એમ કરવામાં તે અનંતજ્ઞાની પરમાત્માએ જે ભવ્ય ગણત્રીઓ આપી છે કે વિષયે અસાર છે, દુર્ગતિમાં રઝળાવનારા છે આવા હિસાબ જે આપ્યા એને ઠોકરે મારવાનું થાય છે. અનંતજ્ઞાની કેવળી ભગવાનના વચન પાળવા એ બહુ દુર્લભ છે. એ પુણ્યદયે મળી ગયા છતાં જો એની અવગણના કરી તે ભવિષ્યમાં દીધ કાળ માટે એવા તારકના વચન મળવા દુર્લભ થઈ જશે. જે જિનવચનને મોટા