________________
પ્રકાશકનું નિવેદન
ખંભાત સંપ્રદાયના ઝળહળતા શાસનના સિતારા, શાસન રત્ના, દિવ્ય તેજસ્વી, પ્રતિભાશાળી, . પ્રખર વ્યાખ્યાતા, મહાવિદુષી બા. બ્ર. પૂ. શારદાબાઇ મહાસતીજી કે જેમની વાણીમાં એવું ઓજસ અને જળ ભરેલું છે કે જેમની વાણી સાંભળતા નાતિક આસ્તિક બની જાય, પાપી પુનિત બની જાય, અધમ ધમી બની જાય, ભેગી ત્યાગી બની જાય અને છેવટે સંસારી સંયમી બની જાય એવા પૂ. મહાસતીજીને ૨૩-૨૩ વર્ષે અમારા ક્ષેત્રને મંગલ ચાતુમાંસને મહાન લાભ મળે પૂ. મહાસતીજીના પુનિત પગલા અમારા ક્ષેત્રમાં થયા ત્યારથી સુરત શ્રી સંધના દરેક ભાઈ બહેનના હૈયા હર્ષથી નાચી ઉઠયા.
છેલ્લા કેટલાય વર્ષોથી મેં પૂ મહાસતીજીનું નામ ને તેમની યશોગાથા સાંભળી હતી પણ હું તેમના પરિચયથી સાવ અજાણ હતો. પૂ. મહાસતીજીનું ચાતુર્માસ સંવત ૨૦૩૪માં મલાડ થયું ત્યારે હું પૂ. મહાસતીજીના દર્શનાર્થે ગયા હતા. ત્યાં પૂ. મહાસતીજીની પ્રતિભાશાળી મુખમુદ્રા અને ઓજસ્વી, જોશીલી શૈલીથી થતા પ્રવચને સાંભળ્યા. ત્યાં મારા મનમાં થયું કે અહો ! આ મહાસતીજીનું વ્યાખ્યાન કેટલું અસરકારક ને જીવનપલટ કરાવે એવું છે? જે આ મહાસતીજીનું ચાતુર્માસ અમારા ક્ષેત્રમાં થાય તે કેવો અજબ રંગ આવે ! તેમાં અમારા સુરત સંધની પૂ. મહાસતીજીના ચાતુર્માસ માટે જોરદાર વિનંતી ચાલુ હતી. અમારા શ્રી સંધના ને અમારા મહાન ભાગ્યોદયે પૂ. મહાસતીજીએ ચાતુર્માસની સ્વીકૃતિ આપી ને તેમનું ચાતુર્માસ સુરતમાં નક્કી થયું. પૂ. મહાસતીજીએ છ છ વર્ષ બૃહદ મુંબઈના ક્ષેત્રમાં વિચરી જ્ઞાન-દર્શન-ચારિત્ર–તપની જે સુવાસ ફેલાવી છે અને તેમની પ્રભાવશાળી વાણીએ જનતાના દિલમાં એવી જાદુઈ અસર કરી છે કે જેથી મુંબઈની જનતા હજુ ૫. મહાસતીજીના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી છતાં પૂ. મહાસતીજી અમારી આગ્રહભરી વિનંતીને માન આપી મુંબઈના ક્ષેત્રોમાંથી વસમી વિદાય લઈ સુરત શ્રી સંઘના આંગણે પધાર્યા.
૫. મહાસતીજી વષીતપના પારણ પ્રસંગે પધાર્યા ત્યારે પૂ. મહાસતીજીની સિંહગર્જના જેવી જોરદાર. હદયવેધક તેજસ્વી વાણીનું પાન કરતા મારા દિલમાં એવી સફરણા જાગી કે આવા મહાનજ્ઞાની, વિદુષી પૂ. મહાસતીજીના વ્યાખ્યાનોનું જો પ્રકાશન કરવામાં આવે તે જનતા ઘેર બેઠા પણ તેમના વ્યાખ્યાનને લાભ લઈ શકે. મને જણાવતા અતિ આનંદ થાય છે કે આ અગાઉ પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના ૧૧ પુસ્તક પ્રકાશિત થઈ ચૂકયા છે અને તે પુસ્તકની નકલે દશ દશ હજારને આઠ આઠ હજાર જેવી બહાર પડવા છતાં આજે એક પુસ્તક પણ મળતું નથી, તો આ પુસ્તકેએ જનતાના દિલમાં કેવું આકર્ષણ કર્યું હશે કે એ પુસ્તકે માટે પડાપડી થાય છે. આ ચાતુર્માસના વ્યાખ્યાનનું પુસ્તક જે બહાર પડે તે જનતાને વિશેષ ને વિશેષ લાભ થાય. જે કે મુંબઈમાં પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તક બહાર પડયા છે પણ અમારા સુરત શ્રી સંઘમાં તે આજ સુધી કયારે પણ આવું સુંદર, રસદાર પુસ્તક બહાર પડયું નથી. સુરત સંઘના ઈતિહાસમાં આ પ્રથમ વાર છે. જૈન-જૈનેતરોને પૂ. મહાસતીજીને વ્યાખ્યાનને લાભ કેમ વધુને વધુ મળે તે હેતુથી પુસ્તક પ્રકાશનને મહાન લાભ મારે લે છે એવો દૃઢ નિર્ણય કર્યો ને અમે પૂ. મહાસતીજી પાસે