SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિંહ ૭૪૭ જગતમાં બીજા કેઈને નથી. અજ્ઞાની છ કામગમાં મસ્ત રહે છે. જે આત્મજ્ઞાનથી અજાણ છે એવા બાલ-અજ્ઞાની મનુષ્યોને શબ્દાદિક મને વિષે પ્રિયકર લાગે છે, પણ જેની પાસે સંયમરૂપી ધનના ભંડાર ભરેલા છે એવા સંયમી મુનિરાજને મન તે સંસારના સુખો સર્વથા અસાર અને નિરસ છે માટે જ્ઞાનચક્ષુથી એના સ્વરૂપનું અવકન કરશે તે આપને પિતાને જણાશે કે તૃષ્ણાને ક્ષય કરનાર સંયમી મુનિઓના સુખ આગળ સંસારના સુખની કેડીની પણ કિંમત નથી. જેમ અજ્ઞાન બાળક વરસાદ પડે છે ત્યારે રેતીને ઘર બનાવીને રમે છે ને કહે છે કે આ મારું ઘર છે, આ ઓફિસ છે, આ દિવાનખાનું છે એમ કહીને હરખાય છે, પણ એને ભાન નથી કે આ રેતીનું ઘર તે બે ઘડી રમત પૂરતું છે એમ અજ્ઞાની જીવને ભાન નથી કે આ સંસાર અસાર છે, મારું આયુષ્ય અલ્પ છે એમાં હું શું આ કામગની મેલી રમત રમી રહ્યો છું. આ રમત પૂરી થશે ને આ ઘરબાર બધું છોડીને જવું પડશે. જ્ઞાની પુરુષે કહે છે કે હે મૂઢ જીવ! તારી મૂઢતાને પાર નથી. ક્ષણે ક્ષણે તારું આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે, પણ તારી પાપબુદ્ધિ ક્ષીણ થતી નથી. તારી ઉંમર ઘટતી જાય છે પણ વિષયાભિલાષા ઓછી થતી નથી. માંદ પડે ત્યારે દવામાં મુગ્ધ બને પણ ધર્મરૂપ ઔષધને તે જરા પણ ઉપગ કર્યો નહિ. હંમેશા સારા ભેગોને ભોગવવાને તે ચિત્તમાં વિચાર કર્યો પણ એ રોગરૂપ છે એ કદી વિચાર કર્યો છે? હંમેશા ધન મેળવવાને વિચાર કર્યો પણ મરણ નજીક આવે છે તેને વિચાર કર્યો? સ્ત્રીના સંભોગના વિચારો કર્યા પણ એનાથી તારી કેવી દુર્દશા થશે તેનો વિચાર કર્યો? જેમ દેવ વિનાનું દેવળ, જળ વિનાનું સરોવર, ચંદ્ર વિનાની રાત્રી અને સુગંધ વિનાનું પુપ શોભતું નથી તેમ સદુધર્મની સેવા વિનાને માનવભવ પણ શોભતે નથી. જેની પાસે લાખોની સાહ્યબી હોય પણ જેના હૈયામાં સદ્ધર્મની શ્રદ્ધા ન હોય તેના જીવનની કેડી જેટલી પણ કિંમત નથી. જેના જીવનમાં ધર્મ નથી તેનું જીવન લુહારના ઘરની ધમણ જેવું છે. તે છે માત્ર શ્વાસ લે અને મૂકે એટલું છે બાકી એના જીવનમાં સાચા ચૈતન્યને ધબકાર નથી. જે છ ક્રોધ અગ્નિથી બળી રહ્યા હોય, માનરૂપી અજગરથી જેઓ ગળાઈ રહ્યા હોય, માયાજાળમાં જે ફસાઈ ગયા હોય અને લેભરૂપી મહાનાગ વડે જ ડસાઈ રહ્યા હોય તે બિચારા ધમની આરાધના કયાંથી કરી શકે ? જેમને સંસારના સુખ ભોગવવાને રસ છે તે ત્યાગના મધુર સુખને આનંદ કયાંથી માણી શકે? જેને હીરાની પીછાણ નથી તે કાચના ટુકડાને હીરા માનીને હરખાય છે. કાચના ટુકડા ઉપર સૂર્યના કિરણે પડે ત્યારે તે હીરા જેવો ચમકે છે ત્યારે અજ્ઞાનીને મને એમ થાય છે કે હીરો કે ઝગમગી રહ્યો છે! એમ સમજીને અજ્ઞાની જીવ એને ઉઠાવી લે છે અને મને હીરો મળે એમ માનીને હરખાય છે,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy