SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨ શારદા સિલિ શેઠને આવજો એટલું પણ ન કહ્યું. શેઠ ત્યાંથી નીકળ્યા ત્યારે પાછો અઠ્ઠમ કર્યો. નવકાર મંત્રનું સ્મરણ કરતાં ચાલ્યા જાય છે. મનમાં ખેદ કે મૂંઝવણ નથી. ચાલતાં ચાલતા ત્રણ દિવસ પસાર થઈ ગયા. પિતાનું નગર ડું દૂર હતું. શેઠ વિચાર કરવા લાગ્યા કે હું ખાલી જઈશ તે શીલવતી નિરાશ થઈ જશે. હવે મારે શું કરવું? ત્યાં જ એમની નજર નદીના ગેળમટોળ પથરા ઉપર પડી. શેઠના મનમાં થયું કે આ નદીમાં પથ્થરો ચમકી રહ્યા છે. તેને પોટલી બાંધીને લઈ જાઉં તે શીલવંતીને થશે કે કંઈક લઈને આવ્યા છે. એમ સમજી શેઠે નદીને ચમકતા પથરાનું પિોટલું બાંધી માથે મૂકી સીધા ઘેર આવ્યા. શીલવતી પિતાના પતિની રાહ જોઈ રહી હતી. પતિને મોટું પિટલું લઈને આવતાં જોઈને તે હરખાઈ ગઈ ને દોડતી સામે જઈને પિટલું લઈ લીધું. એના મનમાં તે એમ છે કે મારા પિયરથી ઘણું લાવ્યા છે પણ શેઠ તે મનમાં સમજે છે કે શું લાવ્યો છું? એટલે એક રૂમમાં જઈને સૂઈ ગયા. - “ શીલવતીની અધીરાઈ”:- શીલવતીના મનમાં અધીરાઈ આવી ગઈ કે મારા પિયરથી શું લાવ્યા છે? હું જલદી જોઈ લઉં. અમારી બહેનને આ સ્વભાવ હોય છે એટલે એણે એરડામાં જઈને પિોટલું છોડયું તે લાખની કિંમતના અંધારે અજવાળા પાથરે એવા એકેક રને હતા. આ જોઈને શેઠાણી ખુશ ખુશ થઈ ગયા ને મનમાં ધીમેથી બોલી ઉઠ્યા કે અહો ! હું મારા માતા-પિતા અને ભાઈઓને કેટલી વહાલી છે કે દુઃખી અવસ્થામાં દીકરીને આપતાં પાછું વાળીને જોયું નથી. સવારે શેઠને પારણું છે એટલે શેઠાણી તરત ઉપડ્યા ને ઝવેરીને ત્યાં એક રત્ન વેચીને સવા લાખ રૂપિયા લઈ આવ્યા ને પારણાની કુલ તૈયારી કરી. આ જોઈને છોકરાઓ હરખાઈ ગયા ને કહ્યું–પિતાજી ! ચાલે..ચાલે જલદી જમવા. શેઠ તે પિતાના નિત્ય નિયમથી પરવારીને બહાર આવ્યા એટલે શીલવતીએ કહ્યું નાથ ! નવકારસી આવી ગઈ છે. હવે પારણું કરો. બધી તૈયારી જોઈને કહ્યું અને શેઠાણી ! તમે આ શું કર્યું? દેવું કરીને મારા પારણા માટે આટલી ચીજો બનાવવાનું શું પ્રયોજન? પારણું તે પાણીથી પણ થઈ જાય, ત્યારે શીલવતીએ હર્ષભેર કહ્યું અરે...આપ આ શું બોલ્યા ? મારા માતા પિતાએ તમને આપવામાં કયાં કમીના રાખી છે કે હું ખર્ચવામાં પાછી પડું? શેઠે કહ્યું-તારા મા-બાપે મને શું આપ્યું છે? શીલવતીએ કહ્યું. શું કેમ વળી ? આટલા બધા કિંમતી રત્ન તો આપ્યા છે ! એમ કહીને શેઠાણીએ શેઠની સામે રત્નને ઢગલો કર્યો. ત્યાં તે અંધારે ઝાકઝમાળ અજવાળા થઈ ગયા. શેઠ બધી વાત સમજી ગયા. શેઠ શેઠાણીને અથથી ઈતિ સુધીની બધી વાત કરી, અને કહ્યું કે તારા માતા પિતાનું આમાં કંઈ જ નથી. હું તે પથરા બાંધી લાવ્યું હતું પણ મા ખમણના તપસ્વી મુનિને આપેલા દાનના પ્રભાવે પથરા દિવ્ય રને બની ગયા. શેઠાણીને આનંદને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy