SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રિતિ ગાડી–મોટર, ટેલીફેન, ટેલીવીઝન, નાટક-સિનેમા અને ફનીચર રૂપી ધૂળ-કાંકરાને કિમતી કહેનારા, મહાપુરૂષની દૃષ્ટિએ તે દયાને પાત્ર બને છે. લેહચુંબકથી જેમ લેખંડ ખેંચાઈને આવે છે તેમ મહામંત્ર નવકારથી સર્વ ગુણે ખેંચાઈને આવે છે, આત્મ કલ્યાણ માટે કરેલી નમસ્કાર મહામંત્રની સાધનાથી જીવન શુદ્ધ બને છે. મહામંત્રના સાધકને ખાવું, પીવું, હરવું, ફરવું ને લેવું લેવુંની બૂમો મારતાં અસંતોષીઓ તે સળગતા દાવાનળમાં બળતા દેખાય છે. એમને જોઈને તે એમને કરૂણું ઉત્પન્ન થાય છે. વિરતિના પરિણામ વિના જન્મ-મરણની શંખલાઓ તૂટી શકતી નથી. વિવેકની સાચી પ્રાપ્તિ થઈ શકતી નથી. વિરાગી બનવાની તક સાંપડવી મુશ્કેલ બને છે આવું તવ મહામંત્રના સાધકોને હેજે સમજાઈ ગયું હોય છે. વિપત્તિઓના વરસાદમાં સમાધિને વિજય દવજ ફરકાવનાર, કપરી કસોટીના કષ્ટોમાં ઉત્તીર્ણ બનનારા ગુરૂ સમપર્ણતાની વાંસલડીના મીઠા સૂરોમાં આનંદ માનનારા, અહિત કરનારનું પણ ક્ષમા મંત્રથી વશીકરણ કરનારા, આવા લાખ, કરોડ કે અબજ નહિ પણ અનંત અનંત મહાત્માઓનું સ્મરણ, વંદન અને ગુણકીર્તન કરવાનું સદ્ભાગ્ય મહામંત્ર ગણવાથી મળી જાય છે. - બંધુઓ! વિક્રમ સંવત માને કે વીર સંવત માને, ઈસ્લામ સંવતના કેલેન્ડર સ્વીકારો કે શાકે વર્ષને અપનાવે પણ દરેકને મરણ તે નક્કી છે, પરંતુ મરણ પછી ન થાય અને શાશ્વત સુખ મળે એવું આપનાર તે નમસ્કાર મહામંત્ર છે, મરણનું પણ મરણ કરનાર દયાળુ પંચ પરમેષ્ઠી ભગવાન છે. કેઈપણ જીવે દુઃખી ન થાઓ, જગતના સઘળા જ સુખ પામે. આવી સુમધુર ભાવનાના રસ ઘૂંટડા જેમ જેમ હૃદયમાં ઉતરે છે તેમ તેમ આત્માને મોરલે થનગની ઉઠે છે. જેવી રીતે મેઘના ગડગડાટથી મયૂર નાચે છે તેવી રીતે મૈત્રી આદિ ભાવનાના આચરણથી આત્મ મયુર નાચી ઉઠે છે ને ખિલખિલાટ કરી મૂકે છે. સિદ્ધ ભગવંતના સુખો જેણે જાણ્યા છે અને તે આ સંસારના નિર્માલ્ય અને કઠેર સુખોમાં આનંદ આવતું નથી. તુચ્છ લાગે છે. જેણે બંગલાની મોજ માણી હેય તેને ઝુંપડામાં રહેવું પસંદ પડતું નથી. જેને રોજ મેવા-મીઠાઈ અને મલાઈ મળતી હોય તે લૂખા ભજન શેને આરોગે? નવલખા હાર અને કેહીનુર જેને મળતા હોય તે કાંકરામાં મોહ પામે ખરે ? માન સરોવરના હંસને ગંદા અને ગંધાતા પાણીના ખાબોચિયામાં રહેવું ગમે ખરું? ના. તેમ જે જિનશાસનને સાચો પ્રેમી હોય તે ક્ષણિક સુખમાં લપટાય ખરો? તેની મીટ તે મોક્ષના શાશ્વત સુખ તરફ હોય અને તે નમસ્કાર મંત્રના ધ્યાનથી મળે છે, હિમાલયના એવરેસ્ટ પર ચાલીને જવું હોય તે કેટલી મહેનત કરવી જોઈએ? તેમ સિદ્ધોના શૈલેષમાં જવું હોય તે તેના કરતાં અનંત ગણી મહેનત કરવાની જરૂર
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy