SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ કર્યો. શું એ સોનું તારી ભૂખ કે તરસ મટાડી શકયું ? શું એ સોનાના ઢગલા પરલોકમાં તારી સાથે આવશે? બેલ, હવે તું કેઈને લૂંટીશ? રાજાએ હાથ જોડીને મહાત્માની માફી માંગી અને કહ્યું હવે હું કંઈ જીવને ત્રાસ નહિ આપું, અને જેનું લીધું છે તે બધું જાહેરાત કરાવીને પાછું આપી દઈશ. એવું વચન આપ્યું ત્યારે મહાત્માએ કહ્યું કે ભલેજા, હવે તારા અડકવાથી જે જે ચીજે સોનાની બની ગઈ છે તે તારા અડકવાથી પાછી હતી તેવી બની જશે. એમ કહીને પિતાની શક્તિ પાછી ખેંચી લીધી ને બધું હતું તેવું બની ગયું, છેવટે રાજાને મોહ ઉતરી ગયે. અહીં ચિમુત્તનિ પણ બ્રહ્મદત્ત ચકવતિને કહે છે હે રાજન! તને જેને મોહ છે, જેની તૃષ્ણ છે તેને મને મોહ કે તૃષ્ણા નથી. મને તે તારા સંસારના એકેક પદાર્થો દુઃખદાયી લાગે છે. આ સંસારમાં કયાંય શાંતિનું સ્થાન નથી. આજે આ દુઃખ તે કાલે બીજું દુઃખ. આજને કરોડપતિ હજારો નકરોને હુકમ કરે છે ને ભાગ્ય પલટાતા કાલે એમને શેઠને હુકમ પાળવાનો વખત આવે છે. જ્યાં જુઓ ત્યાં દુઃખની હાય બળતરા સિવાય આ સંસારમાં કોઈ નથી, માટે કહું છું કે હે બ્રહ્મદત્ત ! મને તે તારી દયા આવે છે. જે તારે સાચું સુખ જોઈએ તે મારા ઘરમાં આવી જા. હજુ ચિત્તમુનિ આગળ શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર “તપની સીડીઓ ચઢતા ભીમસેન રાજા” – ભીમસેનરાજા, સુશીલા - રાણી અને બંને બાળકે બધા આનંદથી રહે છે. ભીમસેનના મનમાં થયું કે શુભ કર્મના ઉદયથી બધું સુખ મળ્યું છે તે હું મારા આત્મા માટે કંઈ ધર્મ સાધના કરી લઉં! એમ વિચાર કરીને એક શુભ દિવસે વર્ધમાન તપને પ્રારંભ કર્યો. આ સમયે વિજયસેન તથા સુચનાએ ભીમસેનને ખૂબ સમજાવ્યો ને કહ્યું હમણાં તમે ખૂબ દુઃખ વેઠયા છે. શરીર સાવ સૂકાઈ ગયું છે માટે હમણું તમે ખમી જાઓ. થોડા વખત પછી તપ કરજે. ધર્મારાધના કરવા માટે શરીર સાધન છે, માટે હમણાં શરીરને સાચવે, તપ ન કરો. ધર્મારાધના કરે પણ તપ કરવા ઉતાવળ ન કરો. ભીમસેને કહ્યું-ભાઈ! આજે મને જે કંઈ તમારા સૌના પ્રેમ અને આદરસત્કાર મળે, રહેવા માટે સુંદર આવાસ, ખાવા માટે મિષ્ટાન્ન, પહેરવા સુંદર વસ્ત્રો વિગેરે જે કંઈ મળ્યું તે સૌ ધર્મને પ્રતાપ છે. મહાન ઉગ્ર તપસ્વી ધર્મશેષ મુનિને દીધેલા સુપાત્ર દાનનું આ ફળ છે. તપથી તે મારો આત્મા અને કાયા બંને નિર્મળ થશે. માટે તમે મારી ચિંતા ન કરો, તપના પ્રભાવથી બધું સારું થઈ જશે. ભીમસેનની તપ કરવાની અંતિમ ઈચ્છા જેઈને વિજયસેન તથા સુચના કંઈ બોલી શક્યા નહિ. જીવના જમ્બર પુણ્ય હોય ત્યારે આવે તપ કરવાની ભાવના થાય છે, તપની સાથે સાથે સામાયિક પ્રતિક્રમણ વિગેરે ધર્મક્રિયા કરવા લાગ્યા. સુશીલા અને બંને પુત્ર પણ સાથે ઘમરાધના કરવા લાગ્યા.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy