SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ હે ભગવાન! મારું બધું સુખ ભલે ચાલ્યું જાય પણ મારા જીવનના અંત સુધી મને તારું શરણું છે. આજે મને બેસવાનો અવસર મળી ગયે. જે હવે આપને બધાને મારી વાત રૂંચતી હોય તે જાગ્યા ત્યારથી સવાર સમજીને ધર્મારાધના કરવાની શિરૂઆત કરો. ધર્મ જીવને સહાયભૂત છે. આપણે જે પહેલેથી ધર્મ કર્યો હોત તે સ્વદેશ છોડીને પરદેશમાં આવવું ન પડત અને લોકોને આપણું પ્રત્યે ઈષ્ય ન થાત. મારીથી વધુ બોલાયું હોય તે ક્ષમા માંગું છું. ' ” ““ ર્મિની વાતથી ધર્મ પામેલું કુટુંબ” –-દેવાનુપ્રિયે ! નિર્વાણીની વાણી કેવી કિંમતી ને ડહાપણુ ભરેલી છે! એની વાણીની આખા કુટુંબ ઉપર સારી અસર ધંઈ. સસરાએ એના એકેક બેલને તેલ કર્યો. અહો, શું આ વહુમાં ડહાપણ છે! આવી દેવી જેવી વહુ મારા ઘરમાં હોવા છતાં અમે અંધારામાં જ કુટાયા ? શેઠ, શેઠાણી અને દીકરા તથા વહેઓ કહે છે નિર્વાણ તે આપણું ઘરનું રત્ન છે. એણે આજે આપણા અજ્ઞાનને અંધકાર દૂર કરી સાચે પ્રકાશ પાથર્યો છે. હવે આપણે ધર્મમય જીવન ગાળવું છે. આ સાંભળીને નિર્વાણીના હર્ષને પાર ન રહ્યો. એનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. સસરાજી કહે છે બેટા ! આજ સુધી અમે જીવનમાં સંસાર રખની અનેક વાત કરી પણ ધર્મની વાતે ન કરી. અમે અત્યાર સુધીનું જીવન માત્ર લેઓની વાહવાહમાં વીતાવ્યું. આ લેકમાં ને પરલોકમાં સુખ-શાંતિ અને સમાધિની ; સગવડતા કરી આપનાર ધર્મને ભૂલ્યા. કેવી અમારી દુર્દશા ! આટલું બોલતાં સસરાની આંખમાં આંસુ આવી ગયા, અને આખું કુટુંબ રડી ઉઠયું, ત્યારે નિર્વાણને હર્ષ થયે ને બોલી ઉઠી કે આજનો દિવસ મારા માટે ધન્ય બની ગયે કે આપ વડીલને ધર્મનું સ્વરૂપ સમજાયું. - નિર્વાણીએ આ ધર્મરહિત કુટુંબને ધર્મની રોશનીથી ઝગમગતું કરી દીધું, પછી તે તેમના ઘરમાં ધર્મારાધના કરવા માટેનું ટાઈમટેબલ તૈયાર થઈ ગયું. હવે ઘરમાં ધર્મની વાત સિવાય બીજી વાત નહિ, એની સુવાસ આખા ગામમાં એવી પ્રસરી ગઈ કે આજ સુધી ઈષ્ય દષ્ટિથી જોનારા પ્રેમભરી દષ્ટિથી જોવા લાગ્યા. આખા ગામમાં એમની પ્રશંસા થવા લાગી. જુઓ, ધમની કેવી અજબ તાકાત છે કે જે શેઠને કઈ બોલાવતું ન હતું તે બધા તેમના અનુરાગી બની ગયા. એવું સમજીને તમે પણ જીવનમાં ધર્મને તાણાવાણાની જેમ વણી લે. તમારા જીવનમાં જે ધર્મ હશે તે તમારા સંતાનમાં પણ ધર્મને વારસ આવશે અને સૌને આ લેક અને પરલોક સુધરશે. જે જીવનમાં ધર્મના સંસ્કારે નહિ હોય તે મહાન દુઃખી થશે. આ લેક તે બગડશે ને પરલક પણ બગડશે. સાથે પુણ્ય અને પાપ સિવાય કંઈ લઈ જવાનું નથી. અન્યાય, અનીતિ, અને દગા પ્રપંચ કરીને મેળવેલું ધન તે બધું અહીં ને અહીં રહી જશે ને પાપકર્મના વિપાક તે પરલેકમાં તમારે જોગવવા પડશે. તે ,
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy