SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિલિ ૬૮૩ કે સ્વામીનાથ ! મુંબઈમાં જઈને અભક્ષ્યનું ભક્ષણ તે નથી કર્યું ને? નાટક-સિનેમા જોઈને આત્માની ખરાબી તે નથી કરીને ? કેઈની માતા કે પત્ની આવું પૂછે છે? જ્યાં મોહમય કુટુંબને મેળો ભેગો થયો હોય ત્યાં આવું કોણ પૂછે? આવા વિચારો કેને આવે? પુણ્યવાન જીવે છે ત્યાં આવી વિચારણા આવે. - શ્રીપાળ મહારાજા જ્યારે પરદેશ જવા પ્રયાણ કરતા ત્યારે પરમ શ્રાવિકા, મહાસતી અને આર્ય સન્નારી ભૂષણ મયણાસુંદરી તેમને શું કહેતી? સ્વામીનાથ! આપ સદા કુશલ , આપ તે પુણ્યવંત છે. આ૫ જયાં જ્યાં પધારો ત્યાં ત્યાં આનંદ મંગલ પ્રવર્તે. આપના પુણ્યયોગે આપને ડગલે ને પગલે બધુ મળશે પણ નાથ! મારી એક વિનંતી દયાનમાં લેશે. આ દાસીને કદાચ ભૂલે તે ભલે ભૂલો પણ મહાન પુણ્યોદયે મળેલા આ વીતરાગ શાસનને ભૂલતા નહિ તમારા ઘરમાં તમને આવું કઈ કહેનાર છે? જેના મહાન સભાગ્ય હોય તેને આવી પળે પળે આત્માનું ધ્યાન રાખનારી પવિત્ર પત્ની મળે, બાકી તે પોતે જ પોતાના આત્મા માટે સજાગ રહેવાની જરૂર છે. સવારના પ્રહરમાં ઉઠીને નવકારમંત્રનું સ્મરણ કરો, આત્મસ્વરૂપનું ચિંતન કરો પછી સંસારના કાર્યમાં જોડાશે તે આત્મામાં કંઈક જાગૃતિ રહેશે, પણ આજે તે મોટાભાગના માણસો ઉઠીને તરત ન્યુઝ પેપર વાંચશે, બાકી હળુકમીજી ધર્મારાધના કરશે. આપણી જિંદગી કેવી છે? જેમ કે ઈ ભાંગલી ખુરશીમાં બેઠો હોય ને નીચે ભડભડ અગ્નિ સળગતી હોય, માથા ઉપર ખુલી તલવાર લટકતી હોય એ દિશામાં એને કઈ મિષ્ટાન્ન ખાવા આપે તે એને ભાવે ખરું? જ્ઞાની કહે છે કે તારું આયુષ્ય પણ ભાંગલી ખુરશી જેવું છે. વિષય કષાય રૂપ અગ્નિના ભડકા ભડભડ બળી રહ્યા છે, અને મૃત્યુના ભય રૂ૫ નગ્ન તલવાર માથે લટકી રહી છે. આવી દશામાં વિવેકી આત્માને ભેગો ગમે ખરા ? આ જ વિચાર રોજ એકાંતમાં કરવા જેવું છે. આવી વિચારણે અને ચિંતવનું જે રોજ કરવામાં આવે તો વિરાધના ઉપર તિરસ્કાર છૂટશે ને આરાધના પ્રત્યે પ્રેમ જાગશે. જેને જિનશાસન પ્રત્યે પ્રેમ છે, જિનપ્રરૂપિત ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે એવા આત્માને ગમે તેટલી કસોટી આવે, ગમે તેટલા કષ્ટો આવે ને ગમે તેટલા કઈ પ્રભને આપે છતાં ડગતા નથી, કારણ કે એને મન પિતાની જાત કરતાં જિનશાસન વધારે વહાલું હોય છે. એક વખત એક ગામમાં કઈ જ્ઞાની સંત પધાર્યા. લોકે એમની વાણી સાંભળવા માટે આવવા લાગ્યા. સંતે વ્યાખ્યાનમાં બાર વ્રતનું સ્વરૂપ બહુ સુંદર રીતે સમજાવ્યું અને પછી પ્રખદાને ઉદ્દેશીને કહ્યું કે જેમાં બ્રાહ્મણને જઈ વિના ન ચાલે, તેમ જૈન કુળમાં જન્મેલાએ બાર વ્રત અંગીકાર કરવા જોઈએ. બારે બાર વ્રત અંગીકાર ન કરી શકે તે કઈ એક, કઈ બે વ્રત પણ અવશ્ય અંગીકાર કરો. વ્રત વિનાને દેહ શઢ વિનાની નૌકા જેવું છે. જે માણસને ધન મળ્યું હોય તે ધનને સાર દાન દેવે તે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy