SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ {૭} શારદા સિદ્ધિ રાગ-દ્વેષ અને મેહની વૃત્તિ, મ–માયા અને ઈર્ષ્યાની વૃત્તિ, આહાર–વિષય અને પરિગ્રહની સંજ્ઞા, હિંસા જૂઠ, ચારીના ભાવ વિગેરે અનેક પ્રકારની મલિન વૃત્તિએ આત્મા ઉપર જામી છે તે એ બધી મલિન વૃત્તિઓને દૂર કરવા માટે એ દરેકની સામે અલગ અલગ આરાધના જોઈએ. જેમ કે કામની સામે બ્રહ્મચર્યની આરાધના ક્રોધની સામે ક્ષમા–મૈત્રીની આરાધના, લાભની સામે સ ંતેાષ અને ત્યાગવૃત્તિની આરાધના. આ નવપદની આરાધના આ બધી આરાધનાઓને સુલભ બનાવે છે, કારણ કે આ નવ દિવસ આય'બીલ તપ થાય, રાત્રિ ભાજનના ત્યાગ થાય, બ્રહ્મચર્યનું પાલન થાય, માળા, કાઉસગ્ગ, વધ્રુણા આદિ વિધિ વિધાના થાય છે, તેથી ક્ષમા આદિ ગુણા પણ આવે છે ને મિલન વૃત્તિઓ દૂર થાય છે. તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવાના વીસ ખેલમાં પહેલુ અરિહંત અને પછી સિધ્ધપદ છે. નવપદમાં પણ એમ જ છે. અરિહંત ભગવાને ચાર ઘાતી કર્માંના ક્ષય કર્યો છે ને સિધ્ધ ભગવાને આઠે આઠ કન ક્ષય કર્યાં છે, એટલે સિદ્ધપદ માટુ' છે પણ આપણે પહેલા અરિહંત પ્રભુની આરાધના કરીએ છીએ. એનું કારણ એક જ છે કે અરિહ'ત ભગવાન આપણને સિધ બનવાના માર્ગ બતાવે છે, સિધ્ધપદની પ્રાપ્તિ કરવાના ઉપાચા બતાવે છે તેથી એમના આપણા ઉપર મહાન ઉપડાર છે, એટલે આપણે પહેલા . અરિહંત ભગવાનને ભજીએ છીએ. બાકી તા સિધ્ધપદની આરાધનામાં પણ અરિહંત પદ્મની આરાધનાની જેમ એ પદનુ' 'ચુ મૂલ્ય હૈયે વસી જાય અને એના ઉપર અથાગ પ્રેમ અને અત્યંત પ્રકૃતિ ઉભરાય. એમના વારવાર ગુણગ્રામ કરાય તે એપની આરાધના થઈ શકે. સિદ્ધ પદ એટલે સિઘ્ધ અવસ્થા, એટલે કે સવ ઉપાધિથી રહિત અવસ્થા. ત્યાં કોઈ ક નહિ, શરીર નહિ, કર્મના ઉદયની વિટંબણા નહિ, ભૂખ નહિ, તરસ નહિ, જન્મ જરા-મરણ નહિ, રોગ-શાક નહિ, ટાઢ કે તાપ નહિ, માન–અપમાન નહિ, આબરૂ-બેઆબરૂને સવાલ નહિ, હરખ કે ખેદ નહિ, કશી તૃષ્ણા નહિ, કોઈ જાતના વિકા કરવાનુ મન નહિ, ઈષ્ટ અનિષ્ટ વિષયોની, શાતા-અશાતા ભાગવનારી ઈન્દ્રિયા નહિ પછી ત્યાં દુઃખ શુ? વિટ*ખણા, રીખામણી કે સતામણી શેની ? જીવને જો સતામણી હાય તેા કર્યાં, શરીર, મન, ઈન્દ્રિયા વિગેરે ઉપાધિઓની સતામણી છે સિઘ્ધ અવસ્થામાં એ કશી ઉપાધિ નહિ પછી સતામણી શેની ? પણ મોહમાં ઘેલો બનેલો જીવ જ્યાં આ સતામણી, વિંટબણા અને રિખામણુ છે ત્યાં સુખ માને છે ને એની કિંમત આંકે છે. જ્યાં એમાંનું કઇ જ નથી એવી પરમ આનંદમય સિદ્ધ અવસ્થાની કિ ́મત આંકતા નથી. આ કેવી ઘેલછા છે! અંતરદૃષ્ટિથી જો વિચાર કરવામાં આવે તે સમજાય કે જયાં સુધી સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ નથી ત્યાં સુધી આ ઉપાધિએ અને વિટબણાએ મને કેવી સતાવી રહી છે ! સવારથી ઉઠયા ત્યારથી જોતા મારા જીવનમાં શુ’ ચાલી રહ્યું છે ?
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy