SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૦ શારદા સિદ્ધિ તમે જે એમ કહે છે કે હું આવા સુખી ઘરમાં જન્મ્યા હતા ને આવા સુખ ભગવતે હતે. આપની પાસે મારા જેવી વિભૂતિ હતી તે પછી તમે એ સુખ સમૃદ્ધિ છોડીને શા માટે દીક્ષા લીધી ? તમે એ સુખ શા માટે ભગવ્યા નહિ? અને બધું છેડીને શા માટે સાધુ બની ગયા? તે મને કહે, મહાન પુરૂષને એ સ્વભાવ હોય છે કે કઈ પણ વાત કોઈ પૂછે તે જ જવાબ આપે. બ્રહ્મદત્તના પૂછવાથી ચિત્તમુનિ કહે છે તે બ્રહ્મદત્ત ! સાંભળ. महत्थत्वा वयणपभूया, गाहाणुगीया नर संघमज्झे । जं भिक्खूणो सीलगुणावया, इहज्जयंते समणाम्हि जाओ ॥ १२ ॥ એક વખત અમારા પરિમતાલપુરમાં મહાન જ્ઞાની બહુશ્રુત સંતે પધાર્યા. બાલપણથી માતાપિતાના ધર્મના સંસ્કારોના કારણે હું ધર્મના રંગે રંગાયેલું હતું. સાથે સંસારના સુખમાં પણ એટલેજ ખેંચેલ હતું, પણ જન્મ-મરણના રોગ મટે એવી અમેઘ ઔષધિ આપનાર વૈદ સમાન જ્ઞાની ગુરૂરાજ પધાર્યા એટલે હું એમના દર્શન કરવા ગયે. ઘણું ભાગ્યશાળી નર-નારીઓ જ્ઞાની ગુરૂના મુખેથી વાણી સાંભળવા આવ્યા હતા. વિપુલ જનસમુદાયની વચ્ચે ગુરૂરાજે વિસ્તૃત અર્થવાળી ગાથા ગાઈ જે ગાથાને સાંભળીને ચારિત્ર અને જ્ઞાનગુણથી યુક્ત બનીને આ જૈન શાસનમાં મેક્ષપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બને છે તેમ હું પણ આ ગાથા સાંભળીને સંસાર અને ભેગથી વિરક્ત થઈને મુનિ બની ગયું છું પણ કંઈ દરિદ્ર હોવાથી મુનિ બન્યું નથી. ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચકવતિને આ પ્રમાણે જવાબ આપે. બંધુઓ ! ડાહ્યા અને સુજ્ઞ પુરૂષ સંસારના સુખમાં આનંદ માનતા નથી. એમને તે કંઈક નિમિત્ત મળવું જોઈએ. નિમિત્ત મળતા એ મહાન પુરૂષે જાગી જાય છે. આત્માને કાયાથી અલગ માનનાર આસ્તિક મનુષ્યને પૈસાટક, માલ મિલ્કત વિગેરે સંપત્તિ પિતાના આત્માની નહિ પણ કાયાની સંપત્તિ લાગે. પિતાના આત્માની સંપત્તિ રૂપ તે દેવાધિદેવની પ્રાપ્તિ, સદ્દગુરૂને સમાગમ અને સંયમ, સત્ય, શીલ, દાન, તપ, ક્ષમા આદિ સદ્દગુણ લાગે. આત્મિક સંપત્તિથી પરલોકના લાભની વાત તો પછી પણ અહીંયા ય ખરેખરી હુંફ, શાંતિ અને પ્રલિતતા મળે છે એ દુન્યવી સંપત્તિથી નથી મળતું » આવા સર્વજ્ઞ ભગવાનના વચન અને સદ્દગુરૂના ગરૂપી આત્મસંપત્તિ અંતરને વાતને વિસામે અને સાચું માર્ગદર્શન આપે છે ને દિલને પ્રફુલ્લિત બનાવે છે. દુન્યવી સંપત્તિમાં એવું કંઈ મળતું નથી. બાહ્યસંપત્તિથી કંઈ સાચી હુંફ મળતી નથી પણ જિનવાણી, તત્વબોધ મળવાથી હૈયામાં હુંફ અને ખુમારી આવે છે કે મને આ સાચું ઝવેરાત મળ્યું છે તે હવે મને પહેલેકમાં પણ ચિંતા નથી. આ ઝવેરાત પરલેકમાં પણ સાથે આવશે. એમાં પહેલેકની સલામતી છે, પણ દુન્યવી સંપત્તિ ઉપર આવી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy