SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ જરૂર છે. (હસાહસ) આ સંસારમાં માણસ ચારે તરફથી ચિંતાઓથી ઘેરાયેલું રહે. છે. કોઈને ધનની, કોઈને તનની, કોઈને મનની કોઈને ઘરની, કઈને કુટુંબ પરિવારની આદિ અનેક પ્રકારની ચિંતાઓ હોય છે. હમણાં જ હું કહી ગઈને કે કોઈને પુત્ર નથી એનું દુઃખ છે તે કોઈને ત્યાં ડઝન દીકરા દીકરીઓ છે પણ ઘરમાં ખાવા અન નથી, પહેરવા વસ્ત્ર નથી તે એને ભણાવવા ગણવવાની તે વાત જ કયાં! આવો આ સંસાર અનેક દુઃખથી સળગતે દાવાનળ છે. સુખ કેને કહેવાય?’ :- બંધુઓ ! આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે સાચું સુખ એને કહેવાય કે જેમાં દુઃખને અંશ પણ ન હોય. આવું સો ટચનું સુખ ભેગવવા માટે તમારે સો ટચના માનવ જેવું બનવું પડશે. વિષયમાં સુખ શોધવું એ ઝેરને અમૃત સમજીને જીભે લગાડવા જેવું છે. જે સંસારમાં સાચું સુખ હોત તે અનંત જ્ઞાનીઓએ મેક્ષનો માર્ગ પ્રરૂપ્યો ન હોત. જેના અંતે દુઃખ છે એવા સુખને સુખ કહેવાય જ નહિ. એવું ઘણું સુખ તમે આજ સુધી ભગવ્યું છતાં અમે સુખી છીએ એમ તમારા હૈયે હાથ મૂકીને કહી શકે છે? “ના”. તે શા માટે સંસારમાં સુખ માનીને બેસી રહ્યા છો ? આવી જાઓને અમારા ઘરમાં. (હસાહસ) પરાધીન પ્રજા સ્વતંત્રતાનું સુખ ન માણી શકે, તેમ કર્માધીન આત્મા સાચું સુખ ન અનુભવી શકે. સાચું અને સંપૂર્ણ સુખ એક માત્ર મોક્ષમાં છે. જેને અનુપમ સ્વાદ સર્વ કર્મ મુક્ત સિદ્ધ ભગવંતો સહજપણે અનુભવી રહ્યા છે. સુખ શબ્દ સૌને ખૂબ ગમે છે. સુખ સૌને પ્રિય છે. દુઃખ સર્વને અપ્રિય છે. જગતના સમગ્ર જીવે સુખને ઈ છે છે, દુઃખ કોઈ ઈચ્છતું નથી પણ જે સુખને સુખ માનીને જેની પાછળ આજના માનવે દોટ મૂકી છે તે તેને નથી મળવાનું તે હકીકત છે. માનવીની તૃષા જળથી છીપે છે, નહિ કે મૃગજળથી. તૃષાતુર માનવી જળાભાસરૂપ મૃગજળની પાછળ દોડ દેડ કરી તરસની સાથે નિરાશા તેમ જ થાક સિવાય બીજું કંઈ જ મેળવી શકતો નથી, તેમ પાંચ ઈન્દ્રિયોને રૂપ, રસાદિ વડે ગમે તેટલી પુષ્ટ બનાવવામાં આવશે તે પણ તેમાંથી સાચા સુખને સ્વાદ માનવી નહિ મેળવી શકે, કારણકે આ જગતના જડ પદાર્થોમાં સુખ આપવાની શક્તિ નથી તેમજ પદાર્થો વડે પોષાતી ઈન્દ્રિયોમાં પણ સુખ આપવાની શક્તિ નથી. જેનામાં જે હોય તેની પાસેથી તે મેળવી શકાય પણ હોય જ નહિ તે માંગે તે કયાંથી મળે? અને નહિ મળે તે નિરાશ પણ થવું પડે ને નિરાશામાંથી દુઃખ ઉત્પન્ન થાય. સુખની શોધમાં':- આજે વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે. આજને માનવી વિજ્ઞાને શોધેલા સાધનને સુખના સાધને માની રહ્યો છે પણ વિચાર કરે. જે એ સુખના જ સાધન હોત તો જે દેશમાં એ સાધન આજે મોટા પ્રમાણમાં ઉપયોગમાં આવી રહ્યાં છે ત્યાંના માન સુખી હોત પણ ખરેખર એવું કંઈ જ નથી. એટલું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy