SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪ શારદા સિદિ જવુ' હાય તો જા, પછી અહીં આવીશ નહિ, ત્યારે બિચારી સુશીલા એમ વિચાર કરતી કે રોજના રૂપિયા લેખે મહિના કામ કરીશ તા ૬૦ રૂપિયા મળશે ને લગ્ન આવશે એટલે સારુ ખાવાનું મળશે તે મારા બાલુડા રાજી થશે ને જો જઈશ તે મને શેઠ નાકરી રાખશે નહિ, એટલે બધુ' સહન કરતી હતી. હજી થોડી વાર પહેલાં લગ્નમાં મોહનથાળ, મેસૂબ, મગસ બધી મીઠાઈ એ બનાવવા માટે ચણાની દાળ દળીને ઉઠી હતી એટલે પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. ખૂબ થાકી ગઈ હતી તેથી સ્હેજ વિસામે ખાવા એઠી ત્યાં તે શેઠાણીએ ધમકાવી નાંખી કે શુ બેસી રહી છે? ઘેર લગ્ન આવે છે ને તારે આરામ કરવા છે? ઉઠે, આ એંઠવાડ કાઢી નાંખ, એટલે બિચારી સુશીલા વાસણ ઉટકતી હતી. ··66 99 :~ આ સુલેચના રાણીએ નગરશેઠને કડકાઈથી પ્રશ્ન કર્યા કે આપને ત્યાં સુશીલા નામે કોઈ સ્ત્રી કામ કરે છે? નગરશેઠે કહ્યુ. હા. આપને એનું શું કામ છે ? રાણીએ કહ્યુ મારે એનુ કામ છે. શેઠે કહ્યુ કે છેલ્લા એક મહિનાથી એ સ્ત્રી મારી હવેલીની સાસુફીનુ કામ કરે છે, વાસણ ઉટકે છે, કપડા ધાવે છે ને અમારી દીકરીના લગ્ન આવે છે એટલે લગ્નનું કામકાજ પણ એ કરે છે. ખાઈ ઘણી ભલી છે. કેાઈ ઉંચા ખાનદાન કુળની હાય એમ લાગે છે, પણ કર્મીના ઉદયથી આ દશા ભગવી રહી છે. મહિનાથી અમારે ત્યાં આવે છે. પણ હજુ મે' એનુ મુખ જોયું નથી. એવી મર્યાદાવાળી છે. સુશીલાનુ દુઃખ જોતા ચોધારા આંસુએ રડતી સુલોચના વાત સાંભળીને સુલેાચનાનું હૃદય ચીરાઈ ગયું. અહા! મારી મોટી બહેનની આ દશા ! હું રાજરાણીનું સુખ ભોગવું ને એ ઘરઘરના વાસણ ઉટકે! કપડા ધાવે ને દળણાં દળે! એ બિચારી કેવા દુઃખા ભગવી રહી છે! એ વિચારે રાણીની આંખેા આંસુથી છલકાઈ ગઈ. આ જોઈને શેઠ શેઠાણીના મનમાં થયું કે રાણીજી શા માટે રડતા હશે ? શેઠાણીએ પૂછ્યું. આપ કેમ રડેા છે ? શુ' એ દાસીએ તમારું કઈ ખરાબ કયુ છે ? એને કયાં ખબર છે કે આ રાણીની બહેન છે. સુલેાચનાએ કહ્યુ' શેઠ! તમે મને જલ્દી એની પાસે લઈ જાઓ. એટલે નગરશેઠ સુલાચનાને જ્યાં સુશીલા વાસણ ઉટકતી હતી ત્યાં લઈ ગયા. સુશીલા બિચારી નીચું જોઈને વાસણ ઉટકતી હતી. શરીર પરસેવાથી રેખઝેબ થઈ ગયુ હતું. સુશીલાને જોતાં જ સુલેચનાએ દોટ મૂકી ને માટેથી બોલી એ મેાટી બહેન....મોટીબહેન....આ સાંભળતા સુશીલા ચમકી, કારણ કે ઉજ્જૈનીનુ રાજ્ય છેાડચા પછી અત્યાર સુધીમાં મેટીબહેન કહીને કોઈ ખાલાવનાર ન હતુ. ચુ' જોયું તેા પેાતાની નાની બહેન સુલેચના આવે છે, તેથી સુશીલા એકદમ ઉભી થઈ ગઈ. ત્યાં તે સુલેાચના આવીને માટી બહેનને ભેટી પડી, અને બહેનની આ દશા જોઈ ને એ ચેાધાર આંસુએ રડવા લાગી. બંને બહેનો એકબીજાને ભેટી પડી છે. હવે શું ખનશે તેના ભાવ અવસરે. ** 8 $3
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy