SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ અંતિમ આરાધનામાં મસ્ત બનેલે ના ભાઈ” – દેવાનુપ્રિયે! મનુષ્યને જ્ઞાન થાય પણ જીરવતા આવડવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરીને જીરવતાં ન આવડે તે જ્ઞાન ચાલ્યું જાય. આ ગંભીર શ્રાવક અત્યારે સત્ય વાત પ્રગટ કરતો નથી. કાળના પ્રવાહને વહેતા શી વાર ! જોતજોતામાં સાડા પાંચ મહિના વીતી ગયા. હવે તો નાને ભાઈ પણ જડ ચેતનના ભેદને બરાબર સમજી ગયો હતે. હવે એને વાં નહિ આવે. પોતાના જ્ઞાન દ્વારા ભાઈનું ભાવિ જોઈને મોટાભાઈએ સત્ય વાત રજુ કરી દીધી, એટલે નાને ભાઈ સાવધાન બની ગયા. માણસ પોતાને ફેટ પડાવતા અને વિદ્યાથી પરીક્ષાનું પેપર લખતાં કે જાગૃત રહે છે? તેમ નાને ભાઈ જાગૃત બન્યો અને મેટા ભાઈને કહ્યું ભાઈ! હવે મને સંથારે કરાવે. પરભવની મુસાફરીએ જતાં પોતાના વહાલા બંધુને વિદાય આપવા મોટાભાઈ સજજ બન્યા. પિતાની જાતે પથારી પાથરી આપી નાના ભાઈને અંતિમ આરાધના કરાવે છે. નાના ભાઈ એ ચિત્તમાં પંચ પરમેષ્ઠિને વસાવ્યા, સર્વ સાંસારિક સંબંધોને વોસિરાવી દીધા. વિશ્વના તમામ છ સાથે ક્ષમાપના કરી તેઓ સાથે મૈત્રી બાંધી અને આત્મભાવમાં ઝુલવા લાગ્યો. મેટાભાઈ વિચાર કરે છે કે અહો ? મારા સહોદર ભાઈને સદ્ગતિને પથિક બનાવી દઉં, દુર્ગતિઓની દુર્દશાથી ઉગારી લઉં અને મુક્તિના માર્ગે ચઢાવી દઉં. નાનાભાઈના મુખમાં નવકારમંત્રનું રટણ ચાલતું હતું. હદય સર્વ જીવો સાથે આત્મસમ ભાવનું દર્શન કરી રહ્યું હતું. આખા ગામમાં આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ. જનસમુદાય પવિત્ર આત્માના દર્શન કરવા ઉમટયો. એની સમાધિ જોઈને સૌ પ્રશંસા કરવા લાગ્યા. આમ કરતા છેલો દિવસ આવી ગયો. મોટાભાઈએ જે સમય કહ્યો હતે બરાબર તે જ સમયે નાનો ભાઈ આયુષ્યપૂર્ણ થતાં નવકારમંત્રનો જાપ કરતા. ક્ષણભંગુર શરીરને ત્યાગ કરી દેવેની દિવ્ય નગરીને વાસી બની ગયો. અત્યાર સુધી મોટાભાઈ મક્કમ રહ્યા પણ ભાઈ ચાલ્યો જતાં આંખમાં વિયેગના આંસુ સરી પડયા. આખા ગામમાં શોક છવાયો. ભાઈના મૃત્યુ પછી બધા સ્વજનો પૂછવા લાગ્યા ભાઈ! નાના ભાઈનું મૃત્યુ થવાનું છે તે તમે કેવી રીતે જાણ્યું ? ત્યારે શ્રાવકે કહ્યું–ભાઈ ? દેવ-ગુરૂ અને ધર્મને પ્રતાપ અજબ હોય છે. જુઓ, કેટલી નમ્રતા છે ! પોતે એમ નથી કહેતો કે મને અવધિજ્ઞાન થયું છે. સ્વજને અને મિત્રએ પૂછ્યું કે શું તમને એવું કોઈ વિશિષ્ટ જ્ઞાન થયું છે? શ્રાવકે કહ્યું-“હા” કયું જ્ઞાન? અવધિજ્ઞાન. ઉપકારીના ચરણમાં વંદન કરતે દેવ'':- બંધુઓ ! નિષ્કામ અને નિમમ ભાવથી કરેલી ધર્મ સાધનાને કે અજબ પ્રભાવ છે ! નગરજને પણ પ્રમોદ ભાવથી ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. કેવો ભ્રાતૃપ્રેમ ! મટાભાઈએ નાનાભાઈનું મૃત્યુ સુધાર્યું. એને જન્મ સફળ બન્ય, મૃત્યુ મહોત્સવ બની ગયું ને પરલેક મહાસુખમય બને. શા. ૨
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy