SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં. ૬૩ આસુદ ૨ ને શનિવાર તા. રર-૯-૭૯ અનંતજ્ઞાની કહે છે કે મચ્છર જ્ઞાન ચારિત્રfન એલમr: સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણને સુયોગ થાય ત્યારે જીવને મોક્ષ થાય છે. સમ્યક્ત્વ વિના કરેલી ક્રિયાઓ બહુ ફળદાયી બનતી નથી. સમ્યફ સહિત કરેલી ક્રિયાઓ જીવને મહાન ફળ આપનારી બને છે. જેવી રીતે જે ધનથી લેશ માત્ર સુખ મળતું નથી તેનું નામ ધન નથી. જે સુખમાં સંતોષ કે સમતાને આર્વિભાવ નથી તેનું નામ સુખ નથી. જે સંતેષમાં આત્મસંયમ નથી તેનું નામ સંતોષ નથી અને જે સંયમમાં સમ્યફદષ્ટિ નથી તેનું નામ સંયમ નથી. સમ્યકત્વ સહિત સંયમ એ જ સાચો સંયમ છે. ધન તે તે સાચું કહેવાય કે જે ધન સુખ આપે. સુખ તે છે કે જે સુખથી મનમાં સંતોષ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સંતોષ પણ તે જ છે કે જે સંતેષથી ચિત્તવૃત્તિઓ શાંત થઈ સંયમમાં પરિણત થાય છે. તેમ સંયમ પણ તે જ છે કે જેનું મૂળ સમદ્ધિદષ્ટિમાં રેપાયેલું છે, માટે દરેક છાએ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની જરૂર છે. સમ્યગૃષ્ટિ આત્મા ચાહે તે કિયા કરતો હોય તે પણ તેમાં આત્મિક ભાવ ભરેલું હોય છે. સમક્તિી જીવ રામાયણ, મહાભારત આદિ સૂત્રો વાંચતે હોય તે પણ એને ભગવતી આદિ સમસૂત્રો વાંચે તેવા ભાવ આવે છે. જે આત્માને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તે આત્મા પરિતસંસારી બની જાય છે. એકવાર સમક્તિ સ્પશે, નિકટભવી બની જાયે, માર્ગ અને વિશુદ્ધ બને તો વિમાનિક ગતિ પામે, વૈમાનિક ગતિ પામે, મિથ્યાભાવને વસે, ત્રણ કે પંદર ભવે મોક્ષ ગતિમાં જાયે.. જાણે આત્મ ભાવથી શ્રદ્ધા થાતાં સમકિની કહેવાય, સમકિતી પામીને માનવ સંયમ પથે જાયે જિનેશ્વર ભગવાનના વચનમાં અનુરક્ત બનેલે સમકિતી જીવ નિકટભવી એટલે કે ઓછા ભવ કરીને મોક્ષમાં જાય છે. તે ઓછામાં ઓછા ત્રણ ને વધુમાં વધુ પંદર ભવે એ મોક્ષમાં જાય છે સમ્યફવરૂપી સૂર્યને ઉદય થતાં મિથ્યાત્વને ગાઢ અંધકાર ચાલ્યો જાય છે અને જીવને મોક્ષની રૂચી જાગે છે. સમકિતીને મોક્ષ પ્રત્યે પ્રેમ હોય છે ને સંસાર પ્રત્યે અણગમો હોય છે. જેમ એક બાપને બે દિકરા હોય. તેમાં એક દીકરો એ ઉડાઉ પાક છે કે વહેપારમાં પિસા ગુમાવ્યા જ કરે છે. બાપ એને કહે બેટા ! તું વહેપાર ન કરીશ તે પણ ન માને બાપની આજ્ઞા વિરુદ્ધ કામ કરે છે છતાં આબરૂ ઈજજત જાળવવા માટે એને અલગ કરી શકાતું નથી, તેથી એને સાચવ પડે છે, પણ અણગમાથી. એના ઉપર રાગ હોતે નથી. એવી રીતે સમક્તિી જીવ સંસારને સાચવે ખરે પણ પ્રેમથી નહિ, પણ અણગમાથી સાચવે છે. બીજો દીકરી કમાલ છે. જે વહેપાર કરે તેમાં કમાણી કરીને આવે એવો છે. સાથે વિનયવંતને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy