SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શારદા સિનિ અને તુચ્છ સુખા! સાધના વેચીને નિયાણું કર્યું. એ કારણથી આ ભવમાં આપણે બંને જુદા પડી ગયા. ચિત્ત મુનિ બ્રહ્મદત્ત ચક્રવતિ ને હજી શુ' કહેશે તેના ભાવ અવસરે. “ ચરિત્ર ” :-ભીમસેન અને વિજયસેન અને એકબીજા પ્રેમથી મળ્યા. પછી વિજયસેન રાજા પૂછે છે તમે એકલા જ કેમ આવ્યા છે ? સુશીલાબહેન, દેવસેન અને કેતુસેનને કયાં મૂકીને આવ્યા છે ? એ તમે મને જલ્દી કા, ત્યારે ભીમસેન ઉજજૈનીથી કેવી રીતે ને શા માટે રાજ્ય છેડીને નીકળ્યા અને નીકળ્યા પછી કેવા કેવા દુઃખો વેઢયા એ બધી વાત વિજયસેન રાજાને કહી સંભળાવી. ભીમસેનના દુઃખની કરૂણ કહાની સાંભળતાં વિજયસેન રાજાનું કાળજુ` ક પી ગયુ, આંખમાંથી ચેાધારા આંસુ વહેવા લાગ્યા. ગદ્ગદ્ કઠે ખેલ્યા. અરેરે....ભાઈ તમે આટલાં બધા દુઃખા વેઠયાં, અને તે પણ મારા જ ગામમાં! ધિક્કાર છે મને ! માગ જ ગામમાં મારી સાળી અને સાતુભાઈએ આવા દુ:ખ વેઠયાં! ભાઈ! તમારે મારે ત્યાં જ સીધા આવવું હતું ને ! ભીમસેને કહ્યુ.-ભાઈ! યારે માણસના ઘાર પાપકર્મીના ઉદય હાય છે ત્યારે સગા પણ શત્રુ ખની જાય છે. જો મારા ભાગ્યમાં સુખ ભોગવવાનુ` હાત તા મારા સગે ભાઈ આવા ઢગેા શા માટે કરત! વગર વાંકે અમારે રાજ્ય છેડીને ભાગવું પડયું ને? એ સમયે હું તમારે ત્યાં આવ્યે હેત તે તમે પણ મારા સામુ જોવત નહિ. સતી અજના સેા સેા ભાઈની એકની એક લાડીલી બહેન હતી પણ એના કર્મીના ઉદ્ભય થયા ત્યારે મા-બાપ ભાઈઓએ કાઈ એ એના સામુ ન જોયુ'. અરે, સામુ' • તા ન જોયુ' પણ એક પ્યાલા પાણી પણ ના પાડ્યું. એમાં કોઈ ના દોષ નથી. કમના ઉદય હતા. ભીમસેનના દુઃખની વાત સાંભળીને વિજયસેન રાજાને લક્ષ્મીપતિ શેઠ અને ભદ્રા શેઠાણી ઉપર ખૂબ ક્રોધ ચઢયા. મારી સાળી અને સાતુભાઈને દુઃખ દેનારને તા ખરાખર શિક્ષા કરીશ. 66 વિજયસેન રાજાએ આપેલુ આશ્વાસન” :– વિજયસેને પૂછ્યું કે સુશીલા અને માળા વિગેરે કયાં છે ? ભીમસેને કહ્યુ· કે અમને કાઢી મૂકયા પછી અમે તા ગામ બહાર ગૂ પડી બનાવીને ત્યાં રહેતા હતા. હુ· તે ઘણાં સમયથી નીકળી ગયા. એટલે એ લેાકેા ત્યાં ગ્રૂ'પડીમાં મહા દુઃખ વેઠતા રહેતા હશે. પેાતે ઝૂંપડી પાસે આવીને પત્ની તથા પુત્રોની કરૂણ હાલત જોઈ હતી, અને પેાતે ગળે ફ્રાંસે ખાવા ગયે, કાણે બચાવ્યા તે બધી વાત કરી, એટલે વિજયસેને કહ્યુ -ભીમસેન ! હવે તમે ખિલકુલ ચિ'તા ન કરો. હું સુશીલા રાણી અને મને કુમારોને લેવા માટે સુભટને મોકલ' છુ. એમ કહી સુભટોને ગૂ ́પડીમાં સુશીલા તથા કુમારોને લેવા મેકલ્યા, અને બીજા સુભટાને હુકમ કર્યાં કે તમે હમણાં હમણાં લક્ષ્મીપતિ શેઠને ઘેર જાએ ને તેમને અને તેમની પત્ની ભદ્રાને મુશ્કેટાટ બાંધીને બંદીખાનામાં પૂરી દેશે. રાજાની આજ્ઞા થતાં સુભટા ઘેાડે બેસીને લક્ષ્મીપતિ શેઠને ત્યાં ગયા ને થોડા સુશીલા રાણીને તેડવા ગયા.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy