________________
શારદા સિદ્ધિ
૬૧૯ પણ આળસ આવવા માંડી. આવી અનિયમિતતાથી એના શરીરની તથા મનની સ્થિતિ બગડી. એને વૈરાગ્ય પણ મંદ પડવા લાગ્યા. તપ કરવાનો બંધ થયો. ખાવાની આસક્તિ વધી. તેથી જઠરમાં અજીર્ણને સંચય થતાં બિમારી લાગુ પડી. એનું શરીર ક્ષીણ થવા લાગ્યું. જુઓ, પ્રમાદે કેટલું નુકસાન કર્યું? પહેલા આ શિષ્યનું જીવન કેટલું નિયમિત અને જાગૃત હતું, અને હવે કેવું અનિયમિત અને શુષ્ક બની ગયું ! આત્મસાધનામાં કેટલી બેટ આવી? આટલા માટે જ્ઞાની પુરૂષે કહે છે કે પ્રમાદ એટલું પતન અને જાગૃતિ એટલું જીવન. પ્રમાદ એ આત્માનું વિસ્મરણ કરાવનાર છે માટે એનાથી સાવધ રહે. પ્રમાદ એ મહાન દોષની ખાણ છે. જીવને અર્ધગતિમાં લઈ જનાર છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાને,
पमा कम्ममाहंसु, अप्पमायं तहावरं ।
તમવા દેતો વાવ, વારું પહિયમેવ વા અ. ૮, ગાથા ૩. પ્રમાદને કર્મબંધન કરાવનાર અને અપ્રમાદને કર્મબંધનથી મુક્ત કરાવનાર કહ્યો છે. પ્રમાદી મનુષ્ય બાલ–અજ્ઞાની કહેવાય છે ને અપ્રમાદી પંડિત કહેવાય છે. અહી આ શિષ્ય પહેલા પંડિત હતે. હવે પ્રમાદ આવતા બાલ-અજ્ઞાની બની ગયે. શિષ્યનું આવું પતન થતું જોઈને ગુરૂના દિલમાં ખૂબ દુઃખ થયું. ગુરૂ શિષ્યને સુધારવા માટે હિતશિખામણ આપવા લાગ્યા.
સાધુઓ જે ઉપાશ્રયમાં રહેતા હતા તેની બાજુમાં એક ગૃહસ્થનો બંગલે હતે. બંગલાને ફરતે વિશાળ બગીચે હતા. બંગલાના માલિકની દેખરેખથી માળી બગીચો ખૂબ સુંદર, વ્યવસ્થિત રાખતો. એક વાર શેઠને પરદેશ જવાનું થયું, તેથી માળી બગીચાની સંભાળ રાખવામાં તદ્દન બેદરકાર બની ગયે, અને તેથી નંદનવન જે રમણીય દેખાતે બગીચે છિન્ન ભિન્ન થઈ ગયે. શિષ્યને શિખામણ આપવાની તક જોઈને ગુરૂ આ પ્રમાદી શિષ્યને બગીચામાં લઈ ગયા. બગીચે જોઈને શિષ્ય પૂછયુંગુરૂદેવ ! સુંદર ને રમણીય દેખાતે બગીચે છિન્નભિન્ન કેમ દેખાય છે?
શિષ્યની વાત સાંભળીને ગુરૂદેવે કહ્યું હે શિષ્ય! બીજાના દોષ જેવા કે કાઢવા સહેલા છે પણ પિતાના દેષ તરફ કેણ દષ્ટિ કરે છે? તું તારા શરીર તરફ દષ્ટિ કર કે પહેલાં તારું શરીર કેવું સરસ હતું ને આજે કેવું ખરાબ થઈ ગયું છે! તને ખોરાક પણ પચતું નથી. ઝીણે ઝીણે તાવ પણ આવ્યા કરે છે. તારે ચહેરે સાવ ફિક્કો પડી ગયો છે. આમ કેમ બન્યું? આનું કારણ શું ? તેને તને વિચાર આવે છે ખરે? શિવે કહ્યું-ગુરૂદેવ ! વિચાર તે થાય છે પણ એને ઉપાય શું? આ તે શરીરને ધર્મ છે. દેહના દંડ દેહને ભેગવવા પડે છે. ગુરૂએ કહ્યું, ભાઈ! આમાં દેહને દોષ નથી, પણ તારા પિતાને દેષ છે. આ બગીચાની અને તારા શરીરની સ્થિતિ લગભગ સરખી થઈ ગઈ છે. આ બગીચાને માલિક હાજર હતું ત્યારે બગીચે