SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૬ શારદા સિદ્ધિ “ભીમસેનને પૃચ્છા કરતા વિજયસેન રાજા” – અહે ભીમસેન ભૂપાળ! આપ અચાનક કયાંથી પધાર્યા? આપ પધાર્યા છે તે સાથે સૈન્ય, સેનાપતિ કે પ્રધાન કઈ કેમ નથી? આપે આવો રાજશાહી પિશાક પહેર્યો છે પણ ક્ષત્રિયના ચિહ્ન રૂપ તલવાર કે ઢાલ એ કંઈ આપની પાસે કેમ નથી? અને આપ આમ એકલા કેમ છો? હા....ઘણા સમય પહેલા મને સમાચાર મળ્યા હતા કે આપના નાનાભાઈ હરિસેને કંઈક ખટપટ ઉભી કરી હતી. તેના કારણે આપ, આપના મહારાણી, અને બંને બાળકે સહિત ઉજ્જૈની નગરી છેડીને ચાલ્યા ગયા હતા ત્યાર પછી આપના કંઈ સમાચાર મળ્યા ન હતા. તે ત્યાર પછી શું બન્યું ? આપ અત્યાર સુધી ક્યાં હતા ? અને આજે રાજાના પોશાકમાં હોવા છતાં રાજાના નિશાનેથી રહિત એકલા કેમ છો ? મારી સાળી સુશીલા રાણી અને નાનકડા દેવસેન અને કેતુસેન એ બંને બાલુડાં બધા કયાં છે? તમે એમને કયાં મૂકીને આવ્યા છે ? આપ આ નગરમાં ક્યારે પધાર્યા છો ? તે મને જલ્દી કહો. વિજયસેન રાજાને આ જાણવાની લગની લાગી છે. હવે ભીમસેન વિજયસેન રાજાને પોતાના દુઃખની કહાની કહેશે ને શું બનશે તે અવસરે. | _ \ વ્યાખ્યાન નં. ૬૨ આસો સુદ ૧ને શુક્રવાર “અપ્રમત્ત દશા એ જાગૃત દશા” તા. ૨૧-૯-૭૯ અનંતરાની, ત્રિકાળદર્શી, વાત્સલ્ય વારિધિ, પ્રેમના પાનિધિ સર્વજ્ઞ ભગવંતોએ કેવળજ્ઞાનની ઝગમગતી જાતિ પ્રગટાવવાને માટે સંયમ લઈને સર્વ પ્રથમ પ્રમાદને ત્યાગ કરી ભગીરથ પુરૂષાર્થ કર્યો ને ભવ્યજીને સમજાવ્યું કે તમે પણ આત્મ કલ્યાણ કરવા માટે પ્રમાદને ત્યાગ કરે. ઉત્તરાધ્યયન સૂત્રના દશમા અધ્યયનમાં ભગવાન કહે છે કે, एवं भव संसारे, संसरइ सुहासुहेहि कम्महि । ની માંગ વધુ, સમય નાયમ મા પમાયણ ૧૫ છે હે ગૌતમ ! મહાપ્રમાદી જીવ આ જન્મ-મરણ રૂપ સંસારમાં શુભાશુભ કર્મો પ્રમાણે પરિભ્રમણ કરે છે, માટે સમય માત્રને પ્રમાદ ન કરે. પ્રમાદ કોને કહેવાય? જે ક્રિયાથી જીવ બેભાન થાય છે, હિતાહિતના વિવેક રહિત બને છે. જેને વશ થઈને જીવ સગદર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ તરફ પ્રયત્ન કરવામાં શિથિલતા લાવે છે. તેને પ્રમાદ કહેવામાં આવે છે. પ્રમાદ એ ખરી રીતે તે આત્માને આનંદ મેળવવામાં વિદનરૂપ છે. એના કારણે જીવ પિતાના તરફ દષ્ટિ કરી શકતું નથી. જ્યાં સુધી જીવ પિતાના સ્વરૂપમાં રમણતા નથી કરતે ત્યાં સુધી તેને ભવભ્રમણથી છૂટકારો મળતા નથી, તેથી જે જીવને સંસાર ભયંકર લાગે છે, સંસારના વિષયભેગેની અસારતા સમજાય છે અને જે સ્વભાવિક
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy