SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨ શારદા સિ ખુશ થઈ ગયા અને ચક્રવર્તિને પ્રણામ કરીને ચાલ્યા ગયા. હવે બ્રહ્મદત્ત ચક્રવર્તિને પેાતાના ભાઈને જલ્દી મળવાની લગની લાગી છે. एकमेकस्स ||३|| कंपिल्लम्म य णयरे, समागया दो वि चित्त संभूया | सुह दुक्ख फल विवागं, कहंति ते બ્રહ્મદત્ત ચક્રવતિ' પેાતાના ભાઈને મળવા માટે જવા તૈયાર થયા. પેાતે મેટા ચક્રવતિ છે છતાં એમ વિચાર ન કર્યાં કે હું માણસે માકલીને મારા મોટાભાઈને અહીં ખેલાવી લઉ. તેઓ જાણે છે હુ એમના નાના ભાઈ છું ને એ મારા માટાભાઈ છે. તે નાનાએ મોટાના સામે જવું જોઇએ એમાં મારી શેાભા છે. એમ વિચાર કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તિ પેાતાના અંતઃપુરથી પરિવ્રુત થઈને મેટા ઠાઠમાઠ સાથે અત્યંત ઉત્કંઠાથી પોતાના ભાઈ એવા મુનિરાજના દન માટે ઉદ્યાનમાં આવ્યા. ઉદ્યાનમાં પહેાંચતા એમના પ્રેમના ઉભરા ખૂબ વેગવાન બન્યા. પહેલાં કરતાં પણ એમના પ્રેમ–સ્નેહ અધિક સ્વરૂપમાં ઉછળવા લાગ્યા. ત્યાં પહેાંચીને મુનિરાજના દન કર્યાં. એમની બંને આંખા આંસુથી ઉભરાઈ ગઈ, અને સ્નેહવશ બ્રહ્મદત્ત ચક્રવત મુનિપણામાં રહેલા પોતાના ભાઈને ભેટી પડયા. આ રીતે બંને ભાઈઓ મળ્યા અને તેમણે પરસ્પર પોતપોતાના પુણ્ય પાપના ફળના વિપાકની કથા કહી. આ ગાથામાં ચિત્ત સ*ભૂતિના નામથી જે કહ્યું છે તે પૂર્વંભવના નામની અપેક્ષાએ કહ્યુ છે. પોતપોતાના સુખ દુઃખની વાત કરી રહ્યા પછી શું બન્યુ : चकवट्टी महिडिओ, बंभदत्तो महायसो । भायरं बहुमाणेणं, इमं वयणमन्त्रवी ॥४॥ સર્વોત્કૃષ્ટ ઋદ્ધિસ’પન્ન, છ છ ખંડના અધિપતિ, યશકીતિને પામેલા બ્રહ્મદત્ત ચક્રવતિએ ઘણાં જ આદર અને વિનયપૂર્ણાંક પોતાના મોટાભાઈ કે જે શ્રીમંત શ્રેષ્ઠીના કુળમાં ઉત્પન્ન થયા હતા અને જયારે પોતે મળ્યા ત્યારે દીક્ષાથી અલ'કૃત છે એટલે કે મુનિવેશમાં છે. એવા પોતાના મેાટાભાઈને આ પ્રમાણે કહ્યું: आसिभो भायरा दोवि, अन्नमन्नवसाणुगा । अन्नमन्न मणुरता, अन्नमन्नहिए सिणो ||५|| હે મુનિરાજ ! આપણે બંને પૂર્વભવમાં સહેાદર ભાઈ એ હતા. તમે મારા મોટાભાઈ હતા ને હું તમારો નાનાભાઈ હતા. આપણે બંને ભાઈ એ વચ્ચે ગાઢ પ્રેમ હતા. આપણે સાથે રમતા, જમતા ને ફરતા. આવા પ્રેમસ'પન્ન અને એકબીજાના હિતસ્વી આપણે ભાઈ એ હતા. આ પ્રમાણે કહીને મુનિરાજને વટ્વન કરીને બ્રહ્મદત્ત ચક્રવતિ કહે છે કે હું મુનિરાજ ! જે રીતે આપે મને આપના દર્શનથી સ`તુષ્ટ કરેલ છે એ જ રીતે અર્ધા રાજ્યના સ્વીકાર કરીને આપ મને સંતુષ્ટ કરે. આપ મારા પૂર્વભવના
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy