________________
૬૧૦
શારદા સિદ્ધિ ને આ ગામમાં આપણું જેવું સૌંદર્ય કેઈની પાસે નથી માટે નક્કી આપણું રૂપ જ યુવરાજને પ્રાણ લેવામાં નિમિત્ત બન્યું છે. આ હકીક્ત જાણીને બે પનિહારીઓને ખૂબ આઘાત લાગે.
પનિહારીઓએ છેડેલા પ્રાણ” :- આ બંને સગી બહેને હતી. એમણે વિચાર કર્યો કે આપણી પવિત્રતામાં ખામી છે. જે આપણું બ્રહ્મચર્ય નિર્મળ હોય તે આપણને જોઈને વિકારીના વિકાર પણ શમી જવા જોઈએ. તેના બદલે આપણું રૂપ જોઈને યુવરાજનું મન બગડયું. એ મનન પાપનું પ્રાયશ્ચિત કરવા એમણે પ્રાણ છોડયા. હે ભગવાન! આ શું થઈ ગયું ? બંને યુવતીઓએ વિચાર કર્યો કે આપણામાં ખામી છે. જેના કારણે આ પરિસ્થિતિ બની છે. આવતી કાલે આપણું પતન નહિ થાય તેની શું ખાત્રી? આવું પતિતાનું જીવન જીવવા કરતાં તે બહેતર છે કે પવિત્ર જીવનમાં આપણે પ્રાણ છોડી દેવા. એમ વિચાર કરીને બંને યુવતીઓએ એ જ રાત્રે પોતાના મકાનની બારીમાંથી પડતું મૂકીને પ્રાણ છોડી દીધા. બીજે દિવસે સવારના પ્રહરમાં આ દુર્ઘટનાના સમાચાર આખા નગરમાં વ્યાપી ગયા, ત્યારે પવિત્ર નારીઓએ એ બંને યુવતીઓને અંતરથી વધામણાં આપ્યાં ને એમના શબ ઉપર પુષ્પોની અંજલિ અપ. વૃદ્ધ સ્ત્રીઓ કહેવા લાગી કે આ બલિદાને એળે નહિ જાય. ભારતની ધરતી * ઉપર થનારી ભાવિ પ્રજાના શીલને આ ગઢ આ બલિદાનના રક્તથી વધુ અમર બની ગયે.
પુત્રનું બલિદાન જાણવા છતાં ગૌરવ ધરતા રાજા” :- અહીં આ વસ્તુ બની ગઈ. હવે મહારાજા વલ્લરાજ ક્યાં છે એની કેઈને ખબર ન હતી એટલે સમાચાર ક્યાં મેકલવા ? યુવરાજ સૌને પ્રિય હતા એટલે એના અવસાનથી આખી નગરીમાં ગાઢ શેક વ્યાપી ગયું. સર્વત્ર ઉદાસીનતાનું વાતાવરણ છવાઈ ગયું. દિવસે જતાં થેડા જ સમયમાં રાજ વલરાજ નગરમાં આવ્યા. નગરમાં પગ મૂક્તા વાતાવરણ શેકમય લાગ્યું. લેકે ઘણું છુપાવવા જાય પણ છાનું રહે ખરું? મહારાજા રાજમહેલમાં પહોંચ્યા ત્યાં તે વાતાવરણ ગમગીન હતું. રાજાએ સૌને ઉદાસીનતાનું કારણ પૂછયું પણ કઈ કહેવાની હિંમત કરી શકતું નથી. સૌના દિલમાં એમ હતું કે મહારાજા આ વાત જાણશે ત્યારે એમને કે ભયંકર આઘાત લાગશે? યુવરાજ મહારાજાને પ્રાણ સમા વહાલા હતા. એમને આઘાત મહારાજા નહિ જીરવી શકે. તે આપણે કદાચ રાજા વિનાના બની જઈશું ને આપણું શું થશે? એટલે કોઈ જવાબ આપી શકતું નથી, ત્યારે મહારાજા વત્સરાજે પૂછ્યું કે યુવરાજ કયાં ગયા ? હુ આવ્યો ને એ કેમ દેખાતા નથી, એટલે વાતાવરણ વધુ શોકમય બન્યું. હવે તે કહ્યા વિના છૂટકે ન હતો. અંતે પ્રધાને ગંભીર અવાજે સત્ય હકીકત રજૂ કરી. આ સમયે મહારાજાના દિલમાં આઘાત તે લાગે. પુત્ર વિયેગનું દુઃખ થયું છતાં સ્વસ્થ મનથી વલરાજે બધાની વચમાં કહ્યું કે હજુ મારા પૂર્વજોના પુણ્યને સૂર્ય મધ્યાહે તપી