SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ વારા સિરિ કરીને તારા અનંતા ભવ બગાડવા બેઠે છે! હે રાજન ! તું તે સુજ્ઞ છે. તું જાણે છે કે આ સંસારમાં સુખ અને દુઃખ બધું કર્માધીન છે. અશુભ કર્મના ઉદયથી જીવને દુઃખ મળે છે ને શુભ કર્મના ઉદયથી સુખ મળે છે. જીવનને અકાળે અંત લાવીને જે કર્મોને ક્ષય થઈ જતા હતા તે કોણ જીવવાનું પસંદ કરે ? બધા તારી જેમ ગળે ફાંસે ખાઈને જીવનને અંત લાવી દેત, પણ એવું નથી બનતું. હે ભીમસેન ! તું તે ભવ્યાત્મા છે. પૂર્વનું પુણ્યદયે તને આવું ઉત્તમ જૈન શાસન મળ્યું છે, વીતરાગ પ્રભુને ધર્મ મળે છે. આ ઉત્તમ ધર્મ પામીને પણ તું આ રીતે આવા અકામ મરણે મરી રહ્યો છે? હે રાજન્ ! તું તારા આત્માને જાગૃત કર. પૂર્વકર્મથી તારા માથે આવી પડેલા દુઃખને સમભાવે સહન કર. આર્તધ્યાન અને રૌદ્રધ્યાને દૂર કર. એ બે ધ્યાનથી તો દુઃખે ઘટવાને બદલે વધતા જશે. કર્મોના આવરણ પાતળા પડવાને બદલે જાડા બનતા જશે. માટે તું આવું અકાર્ય ન કર. શુભ ધ્યાન ધર. કર્મોને ભોગવતા ભોગવતા પણ કર્મોની નિર્જરા કર. તું એ વિચાર કર કે આ જે દુખ તને પડી રહ્યા છે તે તને નહિ પણ તારા દેહને પડી રહ્યા છે. તું દેહ નથી પણ તું અનંત સુખમય આત્મા છે. દુઃખ તે દેહને હોય, આત્માને ન હોય. માટે હે ભીમસેન ! તું સાવધ બન. મનની નિર્બળતાને ખંખેરી - નાંખ, આત્મવીર્યને ફરવ અને મહાપુણ્યોદયે મળેલા માનવજન્મને સુકૃત્ય કરીને સાર્થક કર. આચાર્ય ભગવંત ધર્મશેષ મુનિની મંગળ અને મંજુલવાણી સાંભળીને ભીમસેનના બધા પરિતાપ શાંત પડી ગયા. મનની તમામ નિરાશા અને દુર્બળતાઓ ભસ્મીભૂત થઈ ગઈ. તેને આત્મા ચૈિતન્ય સ્વરૂપને આનંદ અનુભવવા લાગ્યા, અને દુઃખથી થાકેલી કાયામાં તાજગીને સંચાર થયે. જીવનની ધન્યતા અનુભવત ભીમસેન”:- ગુરૂદેવને ઉપદેશ સાંભળીને ભીમસેન ગદ્ગદ કંઠે બોલી ઉઠયે હે ગુરૂદેવ ! આપ તે કરૂણાના સાગર છે. સંસાર સમુદ્રથી પિતે તરનારા છે અને મારા જેવા અભાગી પામર જીને તારનારા છે. આપે સમયસર અહીં પહોંચીને મને મરતા બચાવી લીધો. જે આ૫ન પધાર્યા હતા તે હું ફાંસો ખાઈને મરવાની તૈયારીમાં હતું. ગુરૂદેવ ! આજે મારે જન્મારે સફળ થઈ ગયે. આપના દર્શન માત્રથી મારા સમસ્ત દુઃખ દૂર થઈ ગયા હોય તેમ લાગે છે. આપનું કહેવું યથાર્થ છે. સુખ અને દુઃખ કર્માધીન છે. જીવનને અકાળે અંત લાવવાથી કર્મસત્તાની કેદમાંથી છૂટકારો થવાનું નથી. મનની દુર્બળતાના કારણે હું આપઘાત કરવા તૈયાર થયો હતો, પણ આપે સવેળાએ આવીને મને ઉગારી લીધો. ગુરૂદેવ ! આપને મારા કોટી કોટી પ્રણામ. આપને ઉપકાર કદી પણ ભૂલાશે નહિ. એમ કહીને ભીમસેને તિકખુત્તોને પાઠ ભણને ગુરૂના ચરણમાં વંદણા કરી ત્યારે મુનિરાજે કહ્યુંહે રાજન ! તારા આત્મધર્મને તું ભૂલીશ નહિ. તેનું યથાર્થ રીતે આરાધન કરજે.
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy