SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિવિલ ચિત્તમુનિ જેમને ઘેર જન્મ્યા હતા તે ધનસાર શેઠ પણ આવા ઉદાર અને વિશાળ હૃદયના હતા. સાથે ધમિઠ પણ ખૂબ હતા, તેથી સત્સંગ ખૂબ કરતા હતા. જેવા માતાપિતાના સંસ્કાર હોય છે તેવા સંતાનમાં પણ સંસ્કાર આવે છે. આ ધનસાર શ્રેષ્ઠીને પુત્ર ગુણસાર પણ બાળપણથી સંસ્કારી અને ધર્મિષ્ઠ હતું. એક વખત પિતાના નગરમાં કઈ જ્ઞાની સંત પધાર્યા ત્યારે ગુણસાર પણ માતાપિતાની સાથે ધર્મોપદેશ સાંભળવા ગયે. સતે ઉપદેશ આપતા કહ્યું, હે જી ! આ જીવન ધનુષ્યના રંગ જેવું ને વીજળીના ઝબકારા જેવું ક્ષણિક છે માટે પ્રમાદ કરવા જેવો નથી. મનુષ્યનું જીવન ક્ષણિક છે, ક્ષણિક જીવનમાં બને તેટલી સાધના કરી લો. જેને આત્મા હળુકમી હેય છે તે એક ટકરે જાગી જાય છે. એને વધારે ઉપદેશની જરૂર રહેતી નથી. તુર્કસ્તાનમાં એક બાદશાહ થઈ ગયા. એમનું નામ સિરાજુદુલા હતું, પણ તુર્કસ્તાનની પ્રજા એને સિરાજુ કહેતી હતી. અઢળક સંપત્તિ અને અમર્યાદિત સત્તાના પુણ્યથી એના રાજ્યને સૂર્ય કદી આથમતે ન હતે પણ સત્તા અને સંપત્તિના કેફ કેને નથી ચઢ્યા? સત્તા અને સંપત્તિના કેફ વિનાના રાજા તે કઈક વિરલા હોય છે. આ સિરાજુ બાદશાહ પણ સત્તા અને સંપત્તિના નશાથી મુક્ત રહી શક્યા ન હતા. યૌવનના ઉંબરે પગ મૂકતા પહેલાં એણે પિતાના જીવનની ચાદર અનાચારના કાજળથી કાળીમેશ બનાવી દીધી હતી. સુરા અને સુંદરી એનું જીવન બન્યું હતું. પ્રજાની નાખુશીની એને કઈ પરવા ન હતી. એણે આ ધરતી ઉપર નશાબાજીનું સ્વર્ગ ઉતાર્યું હતું એટલે સ્વર્ગમાં જવાની પણ એને ચિંતા ન હતી. ઘણી વખત એની બેગમ એને કહેતી કે તમે રાજસભામાં જાઓ, ન્યાય કરે. આ અમારા મોહમાં ને મહમાં બેસી રહેવું શોભે નહિ, તે પણ રાજસભામાં જતા ન હતા. સુરા અને સુંદરીમાં મસ્ત રહેતા હતા. આવા ભેગ વિષયના કીડા જેવા સિરાજુ બાદશાહે પોતાના દરબારમાં ધમેગેઝિને પોગ્રામ ગોઠવ્યા હતા. એમના ધર્મના મોલવીઓ અને ફકીરોને આમંત્રણ આપવામાં આવ્યા. સુંદરીઓના નાચગાન પૂરા થઈ જાય કે તરત જ એ સભા ધર્મસભામાં ફેરવાઈ જતી. મેલવીઓ કુરાનની વાત સંભળાવતા અને એના રહસ્ય ગંભીર અર્થો સંભળાવતા. એ સાંભળીને સિરાજુ માથું ધુણાવતો અને યા....ખુદા....યા....ખુદા વગેરે શબ્દો બોલીને અવેલા મેલવીને પ્રસન્ન કરતો. ખુશામતખોર મોલવીઓને સિરાજુના વિષય નથી ભરેલા અંધકારમય જીવનની કોઈ પરવા ન હતી પણ એક વૃદ્ધ મોલવીને આ વસ્તુ સ્થિતિ ખૂબ સાલતી હતી, એટલે એ ઘણી વાર સિરાજુને સત્ય વાત સમજાવતો હતે. તે બાદશાહ સિરાજુને ગમતું ન હતું એટલે ઘણી વખત ગુસ્સે થઈને કડવા શબ્દો કહી દેતે હતો, છતાં એ કડવા ઘૂંટડા પીને પણ એ મોલવી સિરાજુને સત્ય વાત સમજાવતું હતું. તક મળે કે તરત સુરા અને સુંદરીના વિલાસથી ભરપૂર જીવનથી
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy