SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ શારદા સિદ્ધિ કેટલા પુદ્ગલ પરાવર્તને ક્ય, પણ હજુ ભવને અંત આવ્યો નહિ, ત્યારે ધન્નાકુમારે ભગવાનને બે હાથ જોડી વિનયપૂર્વક પૂછ્યું કે હે પ્રભુ! પુગલ પરાવર્તન એટલે શું? ભગવાન કહે છે કે આહારકને છોડીને ઔદારિક આદિ શરીરની વર્ગણીઓને ગ્ય ચૌદ રાજલોકવર્તી સમસ્ત પરમાણુઓનું સમસ્ત રૂપથી સંમિલન એ જ પુગલ પરાવર્તન છે. તે જેટલા કાળના થાય છે તે કાળ પણ પુગલ પરાવર્તન કહેવાય છે. તેનું પરિમાણ (કાળમાન) અનંત ઉત્સર્પિણીઓ અને અનંત અવસર્પિણીઓ છે. આ પુદ્ગલ પરાવર્તન સાત પ્રકારનું છે. (૧) દારિક પુદ્ગલ પરાવર્તન (૨) વૈકિય પુદ્ગલ પરાવર્તન (૩) તૈજસ પુદ્ગલ પરાવર્તન (૪) કામણ પુદ્ગલ પરાવર્તન (૫) મનપુદ્ગલ પરાવર્તન, (૬) ભાષા પુદ્ગલ પરાવર્તન (૭) શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન. આ સાત પુગલ પરાવર્તનનું સ્વરૂપ ભગવાને ખૂબ સુંદર રીતે સમજાવ્યું. ભગવાનની વાણી સાંભળીને ધનાજીના હાડહાડની મીજામાં વૈરાગ્યને રંગ લાગી ગયા. તેમણે વિનયપૂર્વક બે હાથ જોડી ભગવાનને કહ્યું- હે પ્રભુ! હવે મને સંસાર અસાર લાગે છે. આપની વાણી મને ખૂબ રૂચી છે. હવે હું ઘેર જઈને માતાની આજ્ઞા લઈને જલ્દી આપની પાસે સંયમ લેવા આવું છું. આપ ત્યાં સુધી અહીં સ્થિરતા કરજે. ભગવાને કહ્યું- “સદા સુદં રેવાકુળિય! મા ગંધ ”હે દેવાનુપ્રિયા તમને જેમ સુખ ઉપજે તેમ કરે. સારા કાર્યમાં વિલંબ ન કરે. ધન્નાકુમારે ઘેર આવીને માતા પાસે જઈને પોતે ભગવાનના દર્શને ગયા. ભગવાનની વાણી સાંભળી વિગેરે વાત કરતા છેલ્લે વૈરાગ્યની વાત કરી. તે વાત સાંભળતા માતા ધરતી ઉપર ઢળી પડી. ભાનમાં આવતા ૨ડવા મૂરવા લાગી છતાં ધનાકુમારનું મન સહેજ પણ ઢીલું ન પડયું. તે સમજતો હતો કે માતા મારા પ્રત્યે મેહના કારણે આમ કરે છે. છેવટે ધન્નાકુમારે માતાને ખૂબ સમજાવી. માતાએ જાણ્યું કે મારો પુત્ર હવે સંસારમાં રોકાય, તેમ નથી એટલે દીક્ષાની આજ્ઞા આપી અને પોતે સામેથી ચાલીને પિતાના પુત્રને ભગવાનને અર્પણ કરવા ગઈ. ધન્નાજીએ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ધન્ના અણગારે ભગવાનને વંદન નમસ્કાર કરીને વિનયપૂર્વક કહ્યું હે પ્રભુ! જે આપની આજ્ઞા હોય તે હું જીવનભર છ-છઠ્ઠના પારણા કરું. પારણના દિવસે આયંબીલ કરું. એવી રીતે છઠ્ઠ છઠ્ઠને પારણે આયંબિલ કરતાં તપ સંયમથી પિતાના આત્માને વિશુદ્ધ કરી વિચરું. છઠ્ઠના પારણાને દિવસે વિકૃતિ રહિત રૂક્ષ અન્ન અચેત પાણીમાં નાંખી એક જ આસને બેસી આયંબિલને આહાર કરે, પણ આયંબિલ વિનાને નહિ. “તં ચ સંસદં, ને રેવ કરંત, तपि यण उज्झियधम्मिय), नो चेव ण अणुज्झियधम्मिय, त पि य ज अण्णे बहवे સમા, મા મસિદ્ધિ વિન, વળી નવદંતિઓ તે રૂક્ષ અન્ન પણ ખરડેલ (લોટ આદિથી ભરેલ) હાથથી દીધું હોય તે કલ્પે પરંતુ મારા માટે હાથ ખરડીને
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy