SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ શારદા સિદ્ધિ સર કરી શકાતા નથી પણ ત્યાંથી ગબડીને જીવ ભયંકર ખીણમાં પટકાઈ જાય છે. કોધની કારમી ગુલામી નીચે આવી પડેલો આત્મા કર્તવ્યાકર્તવ્યના વિવેકથી રહિત બની જાય છે. જુઓ, ક્રોધના કારણે મહાન ઉગ્ર તપસ્વી સંત ચંડકૌશિક સર્ષ બન્યા હતા. આવી રીતે કષાયાધીન બનેલા અનેક આત્માઓ નારકીના અસહ્ય દુઃખોના ભોક્તા બન્યા છે. તપથી મળતા મહાન ફળને કેળિયે કરી જાય છે. ક્રોધ સહિત કરવામાં આવતે તપ કાયાને કષ્ટ આપનાર બને છે. જેમ જેમ તપમાં વૃદ્ધિ થતી જાય તેમ તેમ ક્રોધમાં હાનિ થતી જાય તે સમજવું કે સાચે તપ કર્યો છે. કોઇ વિનાને અને નિર્દોષ તપ બીજા માણસોને તપમાં સામેલ થવા પ્રેરણાદાયક બને છે. પ્રતિકૂળતાના પ્રસંગોમાં પણ સમભાવથી કરેલો સોહામણે તપ પામરને પણ પરમ બનાવે છે. આત્માના મૂળ સ્વરૂપને પૂર્ણ રૂપે પ્રગટ કરવામાં તપ સહાયક બને છે. મહાન પુરૂ પણ કહે છે કે કાળ અનાદિકે કર્મ સંગતિ , જાઉં પડીયો જયૂ ખટપટમાં, તાસ વિયોગ કરણ એ કરશું, જેણે નવિ ભમીએ ભવતટમાં, તપ કરીએ સમતા રાખી ઘટમાં. અનાદિ કાળથી છવ કર્મની સંગતિથી ખટપટમાં પડયો છે. તે ખટપટ દૂર કરવા માટે આપણે તપ કરવાનું છે. તપ કરવાથી કર્મોને ક્ષય થાય. કર્મોને ક્ષય થાય પછી સંસારમાં ભમવાનું રહે નહિ. ચંપાબહેન નામની શ્રાવિકાના છ માસના ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા સાંભળીને મુસ્લીમ અકબર બાદશાહ આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા, અને પિતાની સમક્ષમાં ચંપા શ્રાવિકાને છ માસને તપ કરાવ્યું. એને તપ અને સમતા જોઈને અકબર બાદશાહ એના ચરણમાં મૂકી પડયા. ચંપાબાઈના તપથી અને હીરસૂરિશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશથી અકબર બાદશાહ અહિંસા પ્રેમી બન્યા અને પોતાના આખા રાજ્યમાં હિંસા નહિ કરવા માટે અમારિ પડહ વગડાવ્યો, અને જૈન શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરી. આ હતે આસક્તિ વિનાને અખંડ તપ. શ્રી જૈનશાસન તપશ્ચર્યાના સ્થંભ ઉપર આધારિત છે. ચારેય પ્રકારના આહારનો ત્યાગ અને મર્યાદિત નિયમનવાળે તપ કેવળ શ્રી વીતરાગ પરમાત્મા ભાષિત જિન ધર્મ સિવાય બીજે ક્યાંય નથી. આત્માના સહજ અને ચિદાનંદ સ્વરૂપને પ્રગટ કરવા માટે તેના પરમ દુશ્મનરૂપ વિભાવ-પગલિક રમણતા અને દુર્ભાવ સંકલેશ, રાગ-દ્વેષ વિગેરેને દૂર કરવા માટે પણ જીવનમાં તપ સાધના કરવાની જરૂર છે. તન તપમાં જોડાઈ જાય, વચન સ્વાધ્યાયમાં કે ભગવાનના ગુણસ્તવનમાં જોડાઈ જાય અને મન તત્વચિંતન કે શુભ ધ્યાનમાં, પરમાત્મ-મગ્નતામાં લીન બની જાય તે આત્મા ઉત્તરોત્તર નિર્મળ પરિણામવાળો બન જાય. આત્માના અતિ નિર્મળ પરિણામનું કાર્ય ઘાતી કર્મોને ઉખેડવાનું છે. ઘાતી કર્મો દૂર થતાં કેવળ જ્ઞાન પ્રગટે
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy