SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૩ શારદા સિદ્ધિ છે. તિર્યએ પણ આ કરે છે તે પછી માનવ આટલું કરે એમાં શી વિશેષતા ? જ્ઞાની કહે છે જે હવે આત્માનું ભાન થતું હોય તે કાયા પરથી દષ્ટિ ફેરવીને પ્રભુ તરફ દષ્ટિ કર. જે કિંમત પ્રભુની ભક્તિની છે તે કાયાની સેવા નથી. કાયા તે પાપની પ્રેરણાઓ કરે છે, માટે કાયાની સેવા છેડીને પરમાત્મા પ્રભુની સેવા કરો. કુટુંબ પરિવારની સેવા છેડીને ગુરૂ ભગવંતોની સેવા કરે, ધનમાલ ઉપરથી દષ્ટિ ઉઠાવી ધર્મ પર સ્થિત કરે. જ્યારે ધર્મ પર દષ્ટિ થશે ત્યારે ચકમકતા સોના, હીરા, પૈસા પર જે ધનબુદ્ધિ થતી હતી તે હવે દાન-શીલ-તપ-ભાવ આદિ પર થશે અને એની કમાણી કરવાનું મન થશે. આપણું જૈન ધર્મમાં તપને મહિમા ખૂબ છે. જૈન ધર્મના તપ આગળ અન્ય ધમીઓના મસ્તક પણ ઝૂકી જાય છે. જિનશાસનમાં તપના તેજ અને ઝળકાટ પાથરી જિનશાસનને ઝગમગતું બનાવી રહ્યું છે. તપ કરવાથી આત્માને મહાન લાભ થાય છે. આત્મા પવિત્ર, નિર્મળ અને હળ બને છે. તપ લોકેત્તર કાર્યોની સિદ્ધિ કરનાર છે. તપની આરાધના કરવાથી અનેક પ્રકારની લબ્ધિઓ ઉત્પન્ન થાય છે ને પૂર્વકૃત કર્મોને ક્ષય થાય છે. તપ એ અનેક ગુણોની ખાણ છે. આવો અનેક ગુણેની ખાણ સમાન તપધર્મ આપણા જિનશાસનમાં સદા યેવત વતી રહ્યો છે. . બંધુઓ! જેવી રીતે જમીન, ખાતર અને પાણીની બરાબર અનુકૂળતા મળે તે તે વનસ્પતિ સુંદર રીતે ખીલી ઉઠે છે તેવી રીતે ધમી આત્માને ચાતુર્માસમાં સંત સતીજી આદિને સંયોગ મળે છે ને વીતરાગ વાણી સાંભળવા મળે છે. સાથોસાથ કુદરતનું વાતાવરણ પણ તપશ્ચર્યા કરવામાં સહાયતા આપે છે કારણ કે ચાતુર્માસના દિવસમાં વાતાવરણ ઠંડકભરેલું અને તડકા વગરનું હોવાથી તપ સારી રીતે થઈ શકે છે, તેથી જીવનબાગ ગુણોની સુવાસથી મહેંકી ઉઠે છે. કર્મોને ક્ષય કરવા માટે તીર્થકર ભગવાને અનેક રસ્તાઓ બતાવ્યા છે. તેમાં તપ એ ધોરી માર્ગ છે જેમ જગલને બાળવા માટે દાવાનળ સિવાય બીજું કંઈ સમર્થ નથી. દાવાનળને ઓલવવા માટે મેઘ અને મેઘને વિખેરી નાંખવા પવન સિવાય બીજું કઈ સમર્થ નથી તેમ કર્મોના સમૂહને નાશ કરવા માટે તપ સિવાય બીજું કઈ સમર્થ નથી. મારી સંનિઘં ખં, તવા નિઝરિન ” કોડો ભવના સંચિત કરેલા કર્મો તપથી ક્ષય પામે છે. આ મહાન તપ આપણે માનવભવમાં કરી શકીએ છીએ, જીવ અનંતકાળથી ચાર ગતિમાં ભ્રમણ કરે છે. નરક, તિયચ, મનુષ્ય અને દેવલોક. તિર્યંચ ગતિમાં કોઈ સમજણના ઘરમાં આવે તે તપધર્મની આરાધના કરી શકે છે, નરક ગતિમાં અત્યંત મારપીટ અને દુઃખના કારણે એ જીવ તપની આરાધના કરી શકતું નથી. દેવભવમાં સુખ તે ઘણું છે, પણ ત્યાં વ્રત પચ્ચખાણ નથી. દેવોને અવિરતિને ઉદય હોય છે તેથી તેઓ નવકારશી જેવું નાનકડું
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy